મેક્સિકોમાં સેનાના ઓપરેશનમાં ડ્રગ માફિયા El Mencho ઠાર મરાયો,ભારત દૂતાવાસે જાહેર કરી એડવાઝરી
- સેનાના મોટા ઓપરેશનમાં ખતરનાક ડ્રગ લોર્ડ 'અલ મેન્ચો' ઠાર મરાયો (El Mencho )
- મેક્સિકોના અનેક શહેરોમાં આગચંપી અને રસ્તાઓ કરાયા બ્લોક
- ભારતીય દૂતાવાસે ભારતીયો માટે એડવાઇઝરી કરી જાહેર
- હિંસાને પગલે ફ્લાઈટ્સ રદ કરાઈ અનેક રાજ્યોમાં શાળાઓ બંધ રાખવા આદેશ
મેક્સિકોના સૌથી શક્તિશાળી અને ભયાનક ડ્રગ કાર્ટેલ 'જાલિસ્કો ન્યૂ જનરેશન' (CJNG) ના પ્રમુખ નેમેસિયો રુબેન ઓસેગુએરા સર્વાન્ટેસ (Nemesio Ruben Oseguera Cervantes) ઉર્ફે 'અલ મેન્ચો' (El Mencho) ને સ્થાનિક સેનાએ એક ભીષણ ઓપરેશન દરમિયાન ઠાર માર્યો છે. આ ઘટના બાદ મેક્સિકોના અનેક રાજ્યોમાં અંધાધૂંધી અને હિંસા ફાટી નીકળી છે, જેને પગલે ભારતીય દૂતાવાસે (Embassy of India in Mexico) ત્યાં વસતા ભારતીયો માટે તાકીદની સુરક્ષા એડવાઈઝરી જારી કરી છે.
El Mencho : સૈન્ય ઓપરેશન બાદ રસ્તાઓ પર અરાજકતા
રવિવારે સેના દ્વારા હાથ ધરાયેલા મોટા સર્ચ ઓપરેશનમાં ડ્રગ લોર્ડ 'અલ મેન્ચો' ના મોતના સમાચાર આવતા જ તેના સમર્થકો અને ગુનાહિત જૂથોએ રસ્તાઓ પર હિંસા શરૂ કરી દીધી છે. જાલિસ્કો (Jalisco), તામૌલિપાસ (Tamaulipas), અને મિચોઆકાન (Michoacán) સહિતના 12 થી વધુ રાજ્યોમાં તોફાનીઓએ રસ્તાઓ બ્લોક કરી દીધા છે અને વાહનોને આગ ચાંપી છે. અરાજકતાને જોતા શાળાઓ બંધ રાખવામાં આવી છે.
Mexico lMencho: 125 કરોડનો ઈનામી ખૂંખાર ડ્રગ માફિયા ઠાર
વોન્ટેડ ડ્રગ્સ માફિયાના એન્કાઉન્ટર બાદ હિંસા
મેક્સિકોના અનેક શહેરમાં ડ્રગ્સ કાર્ટેલનો આતંક
ડ્રગ માફિયા એલ મેંચો મિલિટ્રી ઓપરેશનમાં ઠાર
જલિસ્કો, ગુઆનાજુઆતો, નાર્યારેટમાં હિંસા ફાટી
મિચોઆકન અને તમાઉલિપાસમાં પણ ઠેરઠેર હિંસા… pic.twitter.com/BJzEg9tLvR— Gujarat First (@GujaratFirst) February 23, 2026
ભારતીય નાગરિકોને ઘરમાં રહેવા સૂચના
મેક્સિકોમાં રહેતા ભારતીય નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દૂતાવાસે સોશિયલ મીડિયા 'X' પર ચેતવણી જારી કરી છે. ભારતીયોને આગામી સૂચના સુધી બિનજરૂરી મુસાફરી ટાળવા અને સુરક્ષિત સ્થળોએ રહેવા વિનંતી કરવામાં આવી છે. ખાસ કરીને હિંસાગ્રસ્ત વિસ્તારોમાં રહેતા નાગરિકોને ભીડભાડથી દૂર રહેવા અને સ્થાનિક સત્તાવાળાઓની સૂચનાઓનું કડક પાલન કરવા જણાવાયું છે.
હવાઈ મુસાફરી અને પર્યટન પર અસર
આ હિંસક વિરોધ પ્રદર્શનોની સીધી અસર વિમાન સેવાઓ પર પણ પડી છે. પ્યુઅર્ટો વલ્લર્ટા (Puerto Vallarta) જેવા મુખ્ય પ્રવાસન સ્થળો તરફ જતી ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે અથવા રદ કરવામાં આવી છે. વિવા એરોબસ (Viva Aerobus) સહિતની ઘણી એરલાઇન્સે સલામતીના કારણોસર કામગીરી અસ્થાયી રૂપે બંધ કરી છે.
આ પણ વાંચો: Iran Protest: ઈરાનમાં ફરી આંદોલન: ‘ખૂની નેતા’ ખામેનીના નારા સાથે Gen Z રસ્તા પર!


