ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

30 કલાકમાં નેપાળની ધરતી 3 વખત ધ્રુજી, ભૂકંપના કારણે 157 જેટલા લોકોના મોત

નેપાળની ધરતી છેલ્લા 30 કલાકમાં 3 વખત ધ્રુજી ચુકી છે. છેલ્લા 30 કલાકની અંદર 3 વખત ત્યાં ભૂકંપના ઝટકા આવી ચૂક્યા છે. ત્યારે ભૂકંપના કારણે ત્યાં 150થી વધુ લોકોના મોત થયા છે, અને ઘણા લોકો ઘાયલ થાય હોવાની માહિતી મળી...
09:47 AM Nov 05, 2023 IST | Maitri makwana
નેપાળની ધરતી છેલ્લા 30 કલાકમાં 3 વખત ધ્રુજી ચુકી છે. છેલ્લા 30 કલાકની અંદર 3 વખત ત્યાં ભૂકંપના ઝટકા આવી ચૂક્યા છે. ત્યારે ભૂકંપના કારણે ત્યાં 150થી વધુ લોકોના મોત થયા છે, અને ઘણા લોકો ઘાયલ થાય હોવાની માહિતી મળી...

નેપાળની ધરતી છેલ્લા 30 કલાકમાં 3 વખત ધ્રુજી ચુકી છે. છેલ્લા 30 કલાકની અંદર 3 વખત ત્યાં ભૂકંપના ઝટકા આવી ચૂક્યા છે. ત્યારે ભૂકંપના કારણે ત્યાં 150થી વધુ લોકોના મોત થયા છે, અને ઘણા લોકો ઘાયલ થાય હોવાની માહિતી મળી છે.

નેપાળમાં ભૂકંપે તબાહી મચાવી છે. શુક્રવારે રાત્રે આવેલા ભૂકંપમાં નેપાળને મોટુ નુકસાન થયુ છે અને 150થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે આજે એટલે કે રવિવારે વહેલી સવારે 4.38 મિનિટ પર ભૂકંપનો વધુ એક ઝટકો આવ્યો છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.6 હતી. તેનું કેન્દ્ર બિંદુ કાઠમંડુ હતું. તમને જણાવી દઈએ કે 30 કલાકમાં નેપાળમાં ભૂકંપના 3 મોટા ઝટકા આવ્યા છે. પ્રથમ ઝટકો શુક્રવારની રાત્રે 11 વાગ્યેને 32 મિનિટ પર આવ્યો, જેની તીવ્રતા 6.4 હતી. જેને સમગ્ર નેપાળમાં તબાહી મચાવી દીધી.

ત્યારે બીજો ઝટકો શનિવારે બપોરે 3.40 મિનિટે આવ્યો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.2 હતી અને ત્રીજો ઝટકો આજે વહેલી સવારે આવ્યો છે. એટલે કે 30 કલાકમાં નેપાળની ધરતી 3 વખત ધ્રુજી છે. ભૂકંપના કારણે 157 જેટલા લોકોના મોત થયા છે. મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે અને લોકોના ઘર ધરાશાયી થઈ ચૂક્યા છે.

આ પહેલા નેપાળમાં વર્ષ 2015માં સૌથી મોટો વિનાશકારી ભૂકંપ આવ્યો હતો, રિક્ટર સ્કેલ પર જેની તીવ્રતા 7.8 હતી. જેના કારણે નેપાળમાં ભીષણ તબાહી મચી હતી. જેમાં 9000 લોકોના મોત થયા હતા અને 22000થી વધુ લોકો ઘાયલ થયા હતા. 2015 બાદ નેપાળમાં શુક્રવારે 3 નવેમ્બરે આવેલો ભૂકંપ સૌથી વધારે ખતરનાક હતો. જેના કારણે જાજરકોટ અને રૂકુમમાં સૌથી વધારે નુકસાન થયુ છે.

ઉલ્લેખનીય છે કે નેપાળમાં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યુ હતું અને ભારત તરફથી જે થઈ શકે તે પ્રકારની મદદ કરવાનું વચન આપ્યું છે.

આ પણ વાંચો - Nepal Earthquake : નેપાળમાં ભૂકંપના કારણે થયેલા જાનહાનિ અને નુકસાનથી હું ખૂબ જ દુઃખી છું : PM MODI

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
157 people died3 times in 30 hoursearthquakeNepalpm modi
Next Article