ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Earthquake : કેરેબિયન સમુદ્રમાં ભૂકંપનો આંચકો, તીવ્રતા 7.6 નોંધાઈ, સુનામીની ચેતવણી

ભૂકંપનો આંચકો શનિવારે સાંજે હોન્ડુરસની ઉત્તરે અને કેમેન ટાપુઓના દક્ષિણપ-શ્ચિમમાં અનુભવાયો હતો.
08:34 AM Feb 09, 2025 IST | Vipul Sen
ભૂકંપનો આંચકો શનિવારે સાંજે હોન્ડુરસની ઉત્તરે અને કેમેન ટાપુઓના દક્ષિણપ-શ્ચિમમાં અનુભવાયો હતો.
earthquak pc google
  1. કેમેન ટાપુઓનાં દક્ષિણ-પશ્ચિમમાં ભૂકંપનો આંચકો (Earthquake)
  2. કેરેબિયન સમુદ્રમાં 7.6 તીવ્રતાથી ભૂંકપ આવ્યો
  3. સરકારે લોકોને સુરક્ષિત સ્થળે જવા વિનંતી કરી છે

કેમેન ટાપુઓનાં દક્ષિણ-પશ્ચિમમાં, કેરેબિયન સમુદ્રમાં (Caribbean) 7.6 તીવ્રતાથી ભૂંકપ આવ્યો હતો. આથી, કેટલાક ટાપુઓ અને દેશોએ સુનામીની સ્થિતિમાં દરિયાકાંઠાની નજીકનાં લોકોને સુરક્ષિત સ્થળે જવા વિનંતી કરી છે. ભૂકંપનો (Earthquake) ઝટકો શનિવારે સાંજે હોન્ડુરસની ઉત્તરે અને કેમેન ટાપુઓના દક્ષિણપ-શ્ચિમમાં અનુભવાયો હતો.

ભૂકંપનો કેન્દ્રબિંદુ કેમેન ટાપુઓમાં જ્યોર્જ ટાઉનથી 130 માઇલ દ.-પશ્ચિમમાં નોંધાયો

જણાવી દઈએ કે ભૂકંપની માહિતી US જિઓલોજિકલ સરવે દ્વારા આપવામાં આવી હતી. USGS એ જણાવ્યું હતું કે, પૂર્વીય સમય મુજબ શનિવારે સાંજે 6:23 વાગ્યે આવેલો ભૂકંપ 10 કિલોમીટરની ઊંડાઈએ હતો. USGS એ જણાવ્યું હતું કે તે "ઉત્તર અમેરિકન અને કેરેબિયન પ્લેટો વચ્ચેની સીમા નજીક છીછરા પોપડામાં સ્ટ્રાઇક-સ્લિપ ફોલ્ટિંગ" ને કારણે આવું થયું હતું. ભૂકંપનો (Earthquake) કેન્દ્રબિંદુ કેમેન ટાપુઓમાં જ્યોર્જ ટાઉનથી 130 માઇલ (209 કિમી) દક્ષિણ-પશ્ચિમમાં હતો.

આ પણ વાંચો - Pakistan : પૂર્વ PM ઇમરાન ખાનની પાર્ટી PTI નું વિરોધ પ્રદર્શન, 'Black Day' મનાવ્યો

પ્યુઅર્ટો રિકો અને વર્જિન ટાપુઓ માટે સુનામીની ચેતવણી

ભૂકંપના થોડા સમય પછી, US સુનામી ચેતવણી પ્રણાલીએ પ્યુઅર્ટો રિકો અને વર્જિન ટાપુઓ માટે સુનામીની ચેતવણી જારી કરી છે. આ બંને સ્થળો અમેરિકન ક્ષેત્રમાં આવે છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે દરિયાની સપાટીમાં વધઘટ અને મજબૂત દરિયાઈ પ્રવાહો દરિયાકિનારા, બંદરો અને દરિયાકાંઠાના પાણી માટે ખતરો ઊભો કરી શકે છે. ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે સુનામી સર્જાઈ છે કે કેમ તેની પુષ્ટિ કરવા અથવા તેનું મૂલ્યાંકન કરવા માટે દરિયાઈ સ્તરનાં રીડિંગ હજુ ઉપલબ્ધ નથી અને વધુ માહિતી ઉપલબ્ધ થતાં એજન્સી અપડેટ કરશે. બીજી તરફ યુએસ મેઇનલેન્ડ માટે સુનામીની હાલ કોઈ ચેતવણી કરાઈ નથી.

આ પણ વાંચો - Libyaમાં 29 માઈગ્રન્ટ્સના મૃતદેહ મળ્યા, માનવ તસ્કરીનો ખેલ ચાલી રહ્યો છે

સરકારોએ નાગરિકોને કરી અપીલ

મીડિયા રિપોર્ટ અનુસાર, ડોમિનિકન સરકારે (The Dominican Government) પણ સુનામીની ચેતવણી જારી કરી હતી અને દરિયાકાંઠે રહેતા રહેવાસીઓને "સમુદ્ર સપાટીથી 20 મીટરથી વધુ અને 2 કિલોમીટર અંદર" ઊંચા વિસ્તારોમાં જવાની સલાહ આપી હતી. જ્યારે ક્યુબાની સરકારે લોકોને દરિયા કિનારાનાં વિસ્તારો છોડી દેવા વિનંતી કરી હતી.

આ પણ વાંચો - Bangladeshમાં અલ કાયદા સક્રિય, ISIના ઈશારે શેખ મુજીબુર રહેમાનના ઘરમાં તોડફોડ

 

Tags :
CaribbeancoastlinesCuban governmentearthquakeearthquake newsGujarat FirstGujarati NewsislandsThe Dominican governmentUSGSworld news
Next Article