ભૂકંપના આંચકાથી ધણધણ્યું પાકિસ્તાન, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.6 નોંધાઇ
- ભૂકંપના આંચકાથી ધણધણ્યું પાકિસ્તાન
- પાકિસ્તાનમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
- બપોરે 1.26 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો
- ક્વેટાની નજીકમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો
- બે દિવસ પહેલાં ક્વેટામાં આવ્યો હતો ભૂકંપ
Earthquake in Pakistan : ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી તણાવભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ વચ્ચે પાકિસ્તાનથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જણાવી દઇએ કે, પાકિસ્તાનમાં આજે સોમવાર, 12 મેના રોજ બપોરે 1:26 વાગ્યે એકવાર ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનમાં 29.12 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 67.26 ડિગ્રી પૂર્વ રેખાંશ પર સ્થિત હતું અને તેની ઊંડાઈ 10 કિલોમીટર હતી.
ભૂકંપની અસર અને વિસ્તાર
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ભલે શાંત દેખાઇ રહી હોય પણ પાકિસ્તાનમાં કુદરતી આફત શાંત રહેવાનું નામ નથી લઇ રહી. જીહા, તાજેતરમાં NCS દ્વારા શેર કરાયેલા નકશા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનના બલુચિસ્તાન ક્ષેત્રમાં નોંધાયું હતું, જે અફઘાનિસ્તાનની સરહદની નજીક સ્થિત છે. નકશામાં દર્શાવેલ પ્રભાવના ક્ષેત્રમાં ક્વેટા અને આસપાસના શહેરો જેમ કે ચમન અને સિબીનો સમાવેશ થાય છે. જોકે, હજુ સુધી કોઈ નુકસાન કે જાનહાનિના તાત્કાલિક અહેવાલ નથી. તાજેતરના સમયમાં પાકિસ્તાનમાં આ બીજો મોટો ભૂકંપ છે. આ પહેલા 9 મેના રોજ 4.0 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જેનું કેન્દ્ર પણ બલુચિસ્તાનમાં હતું. નિષ્ણાતોના મતે, પાકિસ્તાન ભૂકંપની રીતે સક્રિય ક્ષેત્રમાં સ્થિત છે કારણ કે તે ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટોના જંકશન પર સ્થિત છે. આ કારણે, આ વિસ્તારમાં ભૂકંપ સામાન્ય છે.
An earthquake with a magnitude of 4.6 on the Richter Scale hit Pakistan at 01.26 pm (IST) today: National Center for Seismology (NCS) pic.twitter.com/3mqRPwaRdY
— ANI (@ANI) May 12, 2025
પાકિસ્તાનના વિવિધ પ્રદેશોમાં ભૂકંપની અસર
બલુચિસ્તાન, ખૈબર પખ્તુનખ્વા અને ગિલગિટ-બાલ્ટિસ્તાન જેવા પ્રદેશો યુરેશિયન પ્લેટની દક્ષિણ કિનારા પર આવેલા છે, જ્યારે પંજાબ અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ભારતીય પ્લેટની ઉત્તરપશ્ચિમ કિનારા પર આવેલા છે. 10 કિલોમીટરની ઊંડાઈએ આવતો આ ભૂકંપ 'છીછરા ભૂકંપ'ની શ્રેણીમાં આવે છે. છીછરા ધરતીકંપોમાં, ધ્રુજારી સપાટી પર વધુ તીવ્રતાથી અનુભવાય છે કારણ કે ભૂકંપના તરંગોને સપાટી સુધી પહોંચવા માટે ઓછા અંતરની મુસાફરી કરવી પડે છે. આ કારણે, ભૂકંપના કેન્દ્રની આસપાસના વિસ્તારોમાં આંચકા વધુ અસરકારક હોઈ શકે છે.
આ પણ વાંચો : Earthquake : ભારત-નેપાળ સરહદે ભૂકંપના આંચકા, લોકો ઘરની બહાર દોડી આવ્યા