Elon Musk એ રચ્યો ઈતિહાસ, $ 700 અબજ નેટવર્થ ધરાવતા પહેલા વ્યક્તિ બન્યા
.ડેલાવેયર સુપ્રીમ કોર્ટે ટેસ્લાના સ્ટોકને લઈને મસ્કની તરફેણમાં ચુકાદો આપ્યો
.મસ્કની સંપત્તિમાં ચુકાદા બાદ આવ્યો જબરદસ્ત ઉછાળો
.મસ્કની મિલ્કત 749 અબજ ડોલરે પહોંચી
ન્યૂયોર્ક : અત્યાર સુધી વિશ્વના નંબર-1 અમીરનો તાજ પોતાના સિર પર સજાવનારા ટેસ્લાના સીઈઓ એલન મસ્ક પર નાણાંનો એવો વરસાદ થયો છે કે તેમણે ઈતિહાસ રચી દીધો છે. તેમની નેટવર્ક એક જ ઝાટકામાં 700 અબજ ડોલરને પાર નીકળી ગઈ છે અને આટલી સંપત્તિવાળા તેઓ વિશ્વના પહેલા વ્યક્તિ બની ગયા છે. એલન મસ્કની નેટવર્થમાં આ ઉછાળ એવા સમયે આવ્યો છે કે જ્યારે ડેલાવેયર સુપ્રીમ કોર્ટે ટેસ્લાના સ્ટૉકને લઈને મસ્કની તરફેણમાં ચુકાદો સંભળાવ્યો છે.
મસ્કની સંપત્તિ 749 અબજ ડોલરે પહોંચી
ફોર્બ્સ બિલિયનિયર્સ ઈન્ડક્સ પર નજર કરીએ તો એલન મસ્કની નેટવર્થ 749 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. ડેલાવેયર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સંપત્તિમાં આવેલા ઉછાળા સાથે એલન મસ્કે દુનિયામાં 700 અબજ ડોલરની મિલ્કતનો આંકડો પાર કરનારા પહેલા વ્યક્તિ બનીને ઈતિહાસ રચ્યો છે. મહત્વપૂર્ણ છે કે કોર્ટનો આ ચુકાદો એલન મસ્કના 2018ના પે-પેકેજ સાથે સંબંધિત છે, જે લોઅર કોર્ટે સમજથી બહાર ગણાવીને રદ્દ કર્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે તેને અયોગ્ય ઠેરવ્યો.
રિપોર્ટ મુજબ, એલન મસ્કનું સેલેરી પેકેજ 56 અબજ ડોલર હતું, તેને ડેલાવેયર સુપ્રીમ કોર્ટે શુક્રવારે બહાલ કરવાનો આદેશ આપ્યો. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે પે પેકેજ રદ્દ કરનારો 2024નો ચુકાદો મસ્ક માટે અન્યાયપૂર્ણ હતો.
કેવી રીતે રચાયો ઈતિહાસ?
એલન મસ્ક પર નાણાંનો વરસાદ થવો ગત કેટલાક દિવસોથી ચાલુ છે, ગત સપ્તાહના શરૂઆતમાં જ્યારે આવા સમાચાર આવ્યા હતા કે મસ્કની એરોસ્પેસ કંપની સ્પેસ-એકસના આઈપીઓ આવવાના છે અને આ ફર્મ પબ્લિક થવાની તૈયારી કરી રહી છે, તો અચાનક તેની નેટવર્થમાં તેજ ઉછાળ જોવા મળ્યો અને આ પહેલીવાર 600 અભજ ડોલરને પાર કરી ગઈ।તેના પછી ટેસ્લા સ્ટોક હોલ્ડર્સે મસ્ક માટે 1 ટ્રિલિયન ડોલરનું પે પેકેજ મંજૂર કર્યું. તેના પછી ડેલાવેયર સુપ્રીમ કોર્ટના 139 અબજ ડોલરનું ટેસ્લા સ્ટોક ઓપ્શન ફરી શરૂ કરવાનો ચુકાદો આપ્યો, તો ફોર્બ્સ બિલિયનિયર્સ ઈન્ડેક્સ મુજબ, એલન મસ્કની નેટવર્થ શુક્રવારે મોડી રાત્રે 749 અબજ ડોલરને પાર થઈ ગઈ.
દુનિયાના અન્ય અમીરો ખૂબ પાછળ
એલન મસ્કની સંપત્તિમાં આવેલા જબરદસ્ત ઉછાળને કારણે હવે મિલ્કતના મામલામાં તેમની આગળ-પાછળ દૂરદૂર સુધી કોઈ દેખાઈ રહ્યું નથી. તેમની અમીરીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે મસ્ક દુનિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ ગૂગલના કો-ફાઉન્ડર લેરી પેજથી લગભગ 500 અબજ ડોલર વધુ મિલ્કતના માલિક બની ગયા છે.


