Elon Musk એ અબજોનું દાન કરીને વિશ્વના સૌથી મોટા બન્યા દાનવીર
- Tesla કંપનીના 2 લાખ 68 હજાર Share દાનમાં આપ્યા
- તેનું કુલ મૂલ્ય $108.2 Million હોવાનો અંદાજ હતો
- તેના દ્વારા ટેક્સ જવાબદારીમાં થોડી છૂટ મળી શકે છે
Elon Musk donated millions : વિશ્વના સૌથી ધનિક અને ટેક્નોલોજીના સ્થળે જગવિખ્યાત ઉદ્યોગપતિ Elon Musk તેના અદ્ભુત પરાક્રમો અને વિવાદાસ્પદ નિવેદનો અથવા સોશિયલ મીડિયા પોસ્ટ્સને કારણે સતત સમાચારમાં રહે છે. Tesla CEO ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે Elon Musk કોઈ બદનામીના કારણે ચર્ચામાં નથી. પરંતુ તેમની ઉદારતાને કારણે લોકો તેના વખાણ કરી રહ્યા છે.
તેનું કુલ મૂલ્ય $108.2 Million હોવાનો અંદાજ હતો
100 Million ડૉલરનું દાન કરીને Elon Musk એ ટેક જાયન્ટ અને ધનકુબેર તેમજ વિશ્વમાં સૌથી મોટું નાણાકીય દાનવીરનું બિરુદ હાંસલ કર્યું છે. Elon Musk એ તેમની કંપનીના $100 Millionના Share ચેરિટી માટે સ્થાપિત તેમના મસ્ક ફાઉન્ડેશનમાં ટ્રાન્સફર કર્યા છે. તેમણે આ માહિતી અમેરિકાના સિક્યોરિટી અને સ્ટોક માર્કેટ રેગ્યુલેટરને આપી છે.
આ પણ વાંચો: Reliance Jio : 2GB દૈનિક ડેટા સાથેનાં આ પ્રીપેડ પ્લાનની કિંમત રૂ. 200 થી પણ ઓછી! ફાયદા જબરદસ્ત!
🚨 Elon Musk gifted $108 million to charity on 30th December 2024 via 268,000 shares of $TSLA stock. pic.twitter.com/jXNADHJXXF
— Neetu Khandelwal (@T_Investor_) January 1, 2025
Tesla કંપનીના 2 લાખ 68 હજાર Share દાનમાં આપ્યા
Teslaના સીઈઓ Elon Musk એ નવા વર્ષના થોડા દિવસો પહેલા જ Tesla કંપનીના 2 લાખ 68 હજાર Share દાનમાં આપ્યા હતા. તે સમયે Teslaના ક્લોઝિંગ સ્ટોકના ભાવ મુજબ, તેનું કુલ મૂલ્ય $108.2 Million હોવાનો અંદાજ હતો. Elon Musk એ રેગ્યુલેટરી ફાઇલિંગમાં આ માહિતી આપી છે. વર્ષ 2021 માં Tesla કંપનીન $5.74 Billionના Share નું દાન કરવામાં આવ્યું હતું. આ પછી 2022 માં પણ તેણે મસ્ક ફાઉન્ડેશનને $1.95 Billion ના Share ટ્રાન્સફર કર્યા.
તેના દ્વારા ટેક્સ જવાબદારીમાં થોડી છૂટ મળી શકે છે
અમેરિકાના સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનમાં આ ફાઇલિંગ વર્ષના અંતે વાર્ષિક ટેક્સ પ્લાનિંગ પહેલનો એક ભાગ છે. તેનો અર્થ એ છે કે અમેરિકાના ટેક્સ નિયમો હેઠળ એલન મસ્કને તેના દ્વારા ટેક્સ જવાબદારીમાં થોડી છૂટ મળી શકે છે. 2001 માં એલોન અને કિમ્બલ મસ્ક દ્વારા સ્થાપિત મસ્ક ફાઉન્ડેશને સમાજ સેવા, સંશોધન અને એડવોકેસીના ઘણા મોટા પ્રોજેક્ટ્સને સમર્થન આપે છે.
આ પણ વાંચો: Smart Mobile: નાની વસ્તુઓ તમને મોટા નુકસાનથી બચાવશે, Apps ડાઉનલોડ કરતી વખતે આ વાતનું ધ્યાન રાખો