Elon Musk Father In Russia :ટ્રમ્પ-મસ્કના ઝઘડા વચ્ચે રશિયાની 'પંચાયતી'એન્ટ્રી,મસ્કના પિતા પહોંચ્યા મોસ્કો
ટ્રમ્પ-મસ્કના ઝઘડા વચ્ચે રશિયાની એન્ટ્રી એલોન મસ્કના પિતા એરોલ મસ્ક મોસ્કો પહોંચ્યા રશિયા તેમને રાજકીય આશ્રય આપવા તૈયાર Elon Musk Father In Russia: એલોન મસ્ક (Elon Musk)અને US ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ચાલી રહેલા ઝઘડા વચ્ચે રશિયા હવે...
Advertisement
- ટ્રમ્પ-મસ્કના ઝઘડા વચ્ચે રશિયાની એન્ટ્રી
- એલોન મસ્કના પિતા એરોલ મસ્ક મોસ્કો પહોંચ્યા
- રશિયા તેમને રાજકીય આશ્રય આપવા તૈયાર
Elon Musk Father In Russia: એલોન મસ્ક (Elon Musk)અને US ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ચાલી રહેલા ઝઘડા વચ્ચે રશિયા હવે મધ્યસ્થી તરીકે ભૂમિકા ભજવવાના મૂડમાં હોય તેવું લાગે છે.એલોન મસ્કના પિતા એરોલ મસ્ક હાલમાં રશિયાની રાજધાની મોસ્કોમાં છે અને ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.એરોલ ભારતથી સીધો રશિયા પહોંચ્યો છે.જે આ ઘટનાક્રમને વધુ રસપ્રદ બનાવે છે.અગાઉ,રશિયાએ એલોન મસ્કને ખુલ્લી ઓફર આપી હતી કે જો તેઓ ઇચ્છે તો રશિયા તેમને રાજકીય આશ્રય આપવા તૈયાર છે. રશિયન સંસદની આંતરરાષ્ટ્રીય બાબતોની સમિતિના ઉપાધ્યક્ષ દિમિત્રી નોવિકોવે પણ એમ કહીને હંગામો મચાવ્યો હતો કે જો મસ્કને જરૂર હોય તો તેઓ તેમને રશિયામાં આશ્રય આપી શકે છે.

