દુનિયાભરમાં Grok AI બદનામ: ઈન્ડોનેશિયાએ લગાવ્યો પ્રતિબંધ, ભારત પણ નારાજ
- Indonesia Grok AI ban : એલોન મસ્કની AI એપ પર ઈન્ડોનેશિયામાં પ્રતિબંધ
- ગ્રોક એપ પર પ્રતિબંધ મૂકનાર ઈન્ડોનેશિયા વિશ્વનો પ્રથમ દેશ બન્યો
- મહિલાઓ અને બાળાઓની ડીપફેક તસવીરો બનાવવાનો ગંભીર આક્ષેપ
- ભારત સરકાર પણ xAI ના ખુલાસાથી અસંતુષ્ટ, કાર્યવાહીના સંકેત
- બ્રિટનમાં પણ ઓનલાઇન સેફ્ટી લો હેઠળ X પ્લેટફોર્મ સામે તપાસ તેજ
Indonesia Grok AI ban : એલોન મસ્ક દ્વારા નિર્મિત AI ચેટબોટ 'ગ્રોક' (Grok) હાલમાં ગંભીર વિવાદોના વંટોળમાં ફસાયું છે. યુરોપથી લઈને એશિયા સુધીના દેશો ગ્રોક દ્વારા જનરેટ કરવામાં આવતા વાંધાજનક અને અશ્લીલ કન્ટેન્ટને લઈને લાલઘૂમ થયા છે. ખાસ કરીને મહિલાઓ અને સગીર બાળાઓના ડીપફેક (Deepfake) ફોટા બનાવવામાં આ એપનો દુરુપયોગ થતો હોવાની ફરિયાદો ઉઠી છે. આ મામલે ઈન્ડોનેશિયાએ દુનિયામાં પ્રથમવાર ગ્રોક પર કામચલાઉ પ્રતિબંધ લગાવીને મસ્કને જોરદાર ઝટકો આપ્યો છે.
Indonesia Grok AI ban : માનવ અધિકારના ઉલ્લંઘન બદલ પ્રતિબંધ
ગ્રોક એપને કામચલાઉ ધોરણે બ્લોક કરનાર ઈન્ડોનેશિયા વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. ઈન્ડોનેશિયાના સંચાર અને ડિજિટલ મંત્રી મ્યુટ્યા હાફિદે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ પ્લેટફોર્મ માનવ અધિકારોનું ગંભીર ઉલ્લંઘન કરે છે અને નાગરિકોની ગરિમા તેમજ સુરક્ષા માટે જોખમ ઊભું કરે છે. આ નિર્ણય બાદ જર્મની, ફ્રાન્સ અને મલેશિયા જેવા દેશોએ પણ ગ્રોકની કાર્યપ્રણાલી સામે તપાસના આદેશો આપ્યા છે.
Indonesia temporarily blocked Elon Musk's Grok chatbot on Saturday due to the risk of AI-generated pornographic content, becoming the first country to deny access to the AI tool. The move comes after governments and regulators from Europe to Asia have condemned and some have…
— ANI (@ANI) January 10, 2026
Indonesia Grok AI ban : ભારત સરકાર પણ કડક કાર્યવાહીના મૂડમાં
ભારતમાં પણ ગ્રોક વિરુદ્ધ ગંભીર તપાસ ચાલી રહી છે. આઈટી મંત્રાલયે (IT Ministry) એલોન મસ્કની કંપની xAI પાસે ખુલાસો માંગ્યો હતો, પરંતુ કંપની દ્વારા અપાયેલા જવાબથી ભારત સરકાર સંતુષ્ટ નથી. ભારતમાં મહિલાઓ અને સગીરોની ડીપફેક તસવીરો બનાવવાના મામલાને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે અને ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવાઈ શકે છે.
એલોન મસ્કની સેફગાર્ડ સ્ટ્રેટેજી અને નવા નિયમો
વધતી જતી ટીકાઓ વચ્ચે, 8 જાન્યુઆરીએ એલોન મસ્કે જાહેરાત કરી હતી કે હવે ગ્રોકના ઈમેજ જનરેશન અને એડિટિંગ ફીચર્સ માત્ર પેઇડ સબ્સ્ક્રાઇબર્સ (Paid Subscribers) સુધી જ સીમિત રહેશે. કંપનીએ એવી ચેતવણી પણ આપી છે કે જે યુઝર્સ વાંધાજનક તસવીરો બનાવશે તેમના એકાઉન્ટ બેન કરી દેવામાં આવશે. જોકે, આ પગલાં છતાં સરકારો હજુ સંતુષ્ટ નથી.
બ્રિટનમાં X પ્લેટફોર્મ પર પ્રતિબંધનું જોખમ
બ્રિટનમાં ઓનલાઇન સેફ્ટી લો (Online Safety Law) ના ઉલ્લંઘન બદલ માત્ર ગ્રોક જ નહીં પરંતુ સમગ્ર X (અગાઉનું ટ્વિટર) પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ ચાલી રહી છે. ભારત સરકારને પણ X દ્વારા ગ્રોકનું ડેમો આપવાની અને કન્ટેન્ટ મોડરેશનની પદ્ધતિ સમજાવવાની ઓફર કરવામાં આવી છે, જેથી સંભવિત પ્રતિબંધથી બચી શકાય.
આ પણ વાચો : ટ્રમ્પનો મુનીર પ્રેમ: પેશાવરમાં પાકિસ્તાની સેના સાથે અમેરિકન આર્મીનો યુદ્ધાભ્યાસ!


