Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

એલોન મસ્ક અને બિલ ગેટ્સની આ તસવીરો જોઈ તમે માથું પકડી લેશો, AIની નિર્લજ્જતા!

એલોન મસ્કનું નવું એઆઈ ટૂલ 'ગ્રોક' હવે મનોરંજનની સીમાઓ ઓળંગીને વિવાદોના વંટોળમાં ફસાયું છે. જે ટેકનોલોજીનો ઉપયોગ ગંભીર કાર્યો માટે થવો જોઈએ, તે હવે હસ્તીઓની બીકીની તસવીરો બનાવવામાં વ્યસ્ત છે. મસ્ક પોતે આ ટ્રેન્ડમાં કૂદી પડ્યા છે, પરંતુ તેની પાછળ છુપાયેલું મહિલાઓની સુરક્ષાનું જોખમ અત્યંત ભયાનક છે. શું આ માત્ર એક મજાક છે કે પછી ડિજિટલ શોષણની શરૂઆત?
એલોન મસ્ક અને બિલ ગેટ્સની આ તસવીરો જોઈ તમે માથું પકડી લેશો  aiની નિર્લજ્જતા
Advertisement
  • ગ્રોક એઆઈએ મસ્ક અને બિલ ગેટ્સની આપત્તિજનક બીકીની તસવીરો બનાવી (Elon Musk Grok Bikini)
  • મસ્કે પોતાની એડિટ કરેલી તસવીરને "પરફેક્ટ" કહીને મજા લીધી
  • એઆઈના ‘સ્પાઈસી મોડ’થી મહિલાઓના કપડાં બદલવાનો ખતરનાક ટ્રેન્ડ
  • ચેટજીપીટી અને જેમિનીથી વિરુદ્ધ ગ્રોકમાં સુરક્ષા ફિલ્ટર્સનો અભાવ
  • નિષ્ણાતોએ એઆઈના દુરુપયોગ અને મહિલાઓની સુરક્ષા પર ચિંતા વ્યક્ત કરી

Elon Musk Grok Bikini : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) ના માલિક એલોન મસ્ક ફરી એકવાર મોટા વિવાદમાં ફસાયા છે. આ વખતે વિવાદનું કારણ તેમનું પોતાનું AI ટૂલ 'Grok' છે. હાલમાં સોશિયલ મીડિયા પર એઆઈ દ્વારા લોકોની તસવીરો એડિટ કરીને તેમને બીકીની કે આપત્તિજનક કપડાંમાં બતાવવાનો એક ખતરનાક ટ્રેન્ડ શરૂ થયો છે. જ્યાં એકતરફ દુનિયાભરમાં એઆઈની નૈતિકતા અને મહિલાઓની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યાં મસ્ક પોતે આ ટ્રેન્ડના મજે લેતા જોવા મળી રહ્યા છે.

એલોન મસ્કની બીકીની ફોટો પર મસ્કે પોતે જ આપી પ્રતિક્રિયા

ગ્રોક એઆઈ પર વધતા વિવાદો વચ્ચે એલોન મસ્કે પોતે જ આ ટૂલને પોતાની બીકીનીમાં તસવીર બનાવવા માટે કહ્યું હતું. એઆઈએ મસ્કની એક અત્યંત ફીટ અને મસ્ક્યુલર બોડી વાળી બ્લુ બીકીની ફોટો તૈયાર કરી દીધી. મસ્કે આ ફોટો પર "પરફેક્ટ" કહીને કમેન્ટ કરી એટલું જ નહીં પણ હસવા વાળા ઈમોજી પણ પોસ્ટ કર્યા. ટીકાકારોનું કહેવું છે કે મસ્ક ગ્રોકની મર્યાદા વગરની શક્તિઓને મનોરંજન તરીકે જોઈ રહ્યા છે, જે વાસ્તવમાં ખૂબ ડરામણી છે.

Advertisement

Elon Musk Grok Bikini : બિલ ગેટ્સ પણ આ એઆઈ ટ્રેન્ડનો શિકાર બન્યા

માત્ર એલોન મસ્ક જ નહીં, માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ પણ આ અજીબોગરીબ ટ્રેન્ડની ચપેટમાં આવ્યા છે. ગ્રોક એઆઈએ બિલ ગેટ્સની તસવીરને બ્લેક બીકીનીમાં બદલી નાખી હતી. રસપ્રદ વાત એ છે કે જ્યાં મસ્કની ફોટોને એઆઈએ ખૂબ જ મસ્ક્યુલર બનાવી, ત્યાં ગેટ્સને તેમની અસલી ઉંમર પ્રમાણેના શરીર સાથે બતાવ્યા. મસ્કે ગેટ્સની આ તસવીર પર 'ફાયર' અને હસવાના ઈમોજી સાથે પ્રતિક્રિયા આપી હતી, જેનાથી વિવાદ વધુ વકર્યો છે.

Advertisement

Elon Musk Grok Bikini : મહિલાઓની સુરક્ષા અને ગ્રોકનો 'સ્પાઈસી મોડ'

ગ્રોક એઆઈનો આ 'સ્પાઈસી મોડ' મહિલાઓ માટે અત્યંત જોખમી માનવામાં આવી રહ્યો છે. પ્લેટફોર્મ પર કેટલાક યુઝર્સ મહિલાઓની સામાન્ય તસવીરો ચોરી કરીને ગ્રોક દ્વારા તેમને અશ્લીલ કે ટૂંકા કપડાંમાં બદલી રહ્યા છે. ચેટજીપીટી (ChatGPT) કે જેમિની (Gemini) જેવા ટૂલ્સ આવી અયોગ્ય રિક્વેસ્ટ સ્વીકારતા નથી, પરંતુ ગ્રોક કોઈ પણ ફિલ્ટર વગર આવી તસવીરો બનાવી રહ્યું છે. એઆઈએ પોતે સ્વીકાર્યું છે કે તેના 'સ્પાઈસી મોડ'ના કારણે તેને કપડાં બદલવાની પરવાનગી છે.

મસ્કનો અડિયલ વલણ

એલોન મસ્ક હંમેશા અભિવ્યક્તિની સ્વતંત્રતા અને મનોરંજનના નામે એઆઈમાં કોઈપણ પાબંદી (Guardrails) રાખવાના વિરોધી રહ્યા છે. ગ્રોક એઆઈ ખાસ કરીને સ્લેંગ અને ઉદ્ધત ભાષા બોલવા માટે જ ડિઝાઇન કરવામાં આવ્યું છે. જ્યારે દુનિયા વગર પરવાનગીએ બનતી અશ્લીલ તસવીરો પર લગામ લગાવવા માંગે છે, ત્યારે મસ્કે "Grok is awesome" કહીને પોતાનો ઈરાદો સ્પષ્ટ કર્યો છે. નિષ્ણાતો માને છે કે મસ્કનું આ સમર્થન એવા લોકોને પ્રોત્સાહન આપી રહ્યું છે જેઓ એઆઈનો ઉપયોગ બીજાને બદનામ કરવા કે શોષણ કરવા માટે કરે છે.

આ પણ વાંચો : ઇરાને ડોનાલ્ડ ટ્રમ્પને આપી ખુલ્લી ધમકી, જો હસ્તક્ષેપ કરશો તો..!

Tags :
Advertisement

.

×