Polaris Mission નો પ્રથમ વીડિયો સોશિયલ મીડિયા ઉપર કરાયો શેર, જુઓ....
- SpaceX ની મદદથી માનવ અંતરિક્ષની મુલાકાત કરી શકે છે
- Polaris Mission ને 10 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરાયું
- Polaris Mission માં 3 મિશનનો સંકલન કરવામા આવ્યા
Elon Musk Polaris Mission Video : Elon Musk એ Polaris Mission નો પ્રથમ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ Polaris Mission નો વીડિયો અંતરિક્ષનો સૌથી સુંદર વીડિયો ગણવામાં આવ્યો છે. તે ઉપરાંત Elon Musk આ વીડિયોને પોતના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. તો Elon Musk દ્વારા શરું કરવામાં આવેલું Polaris Mission એ એક અંતરિક્ષ કાર્યક્રમ છે. ત્યારે આ મુહિમને Elon Musk એ પોતાની અંતરિક્ષ કંપની SpaceX ના માધ્યમથી સફળ બનાવી છે.
SpaceX ની મદદથી માનવ અંતરિક્ષની મુલાકાત કરી શકે છે
SpaceX ની મદદથી તાજેતરમાં Polaris Mission એ સફળતા હાંસલ કરી હતી. તે ઉપરાંત SpaceX ની મદદથી સુનિતા વિલિયમ્સને અને તેના સાથીને પણ અંતરિક્ષમાંથી ધરતી પર પરત લાવવા માટે એકક્રાફ્ટ અંતરિક્ષમાં ગઈકાલે લોન્ચ કરવામાં આવ્યું છે. તો SpaceX એ અંતરિક્ષના સહસ્યોને ઉજાગર કરતી એક દુનિયાની સૌ પ્રથમ ખાનગી અંતિરક્ષ સંસ્થા છે. તે ઉપરાંત SpaceX એ નાસા સાથે પણ અનેક અંતરિક્ષ મિશને સફળ બનાવવા માટે હાથ મળાવ્યો છે. જોકે SpaceX ની મદદથી માનવ અંતરિક્ષની મુલાકાત કરી શકે છે.
આ પણ વાંચો: Spacewalk અંતરિક્ષના ઈતિહાસમાં પહેલીવાર કર્યું સામાન્ય માણસે, જુઓ...
Looks like CGI, but these are all real video highlights from the @PolarisProgram space mission
pic.twitter.com/CLCzhJndF5— Elon Musk (@elonmusk) September 27, 2024
Polaris Mission ને 10 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરાયું
Elon Musk એ Polaris Mission નો વીડિયો શેર કરીને જણાવ્યું છે કે, આજે પૃથ્વીની ચોતરફથી Polaris Mission દ્વારા બનાવવામાં આવેલો વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. આ કોઈ કોમ્પ્યુટર દ્વારા બનાવવામાં આવેલો વીડિયો નથી. આ એક અંતરિક્ષમાંથી હકીકતમાં ધરતીનો સ્વરૂપ દર્શાવતો વીડિયો છે. જોકે Polaris Mission નો કાર્યક્રમ એટલા માટે શરું કરવામાં આવ્યો છે, તેના માધ્યમથી વધુમાં વધુ સામાન્ય લોકો અંતરિક્ષની મુલાકાત લઈ શકે. તે ઉપરાંત Polaris Mission માંથી જે આવક થશે તેને પૃથ્વીની મદદ કરવામાં આપવામાં આવશે.
Polaris Mission માં 3 મિશનનો સંકલન કરવામા આવ્યા
Polaris Mission ની વેબસાઈટના જણાવ્યું અનુસાર, Polaris Mission માં 3 મિશનનો સંકલન કરવામા આવ્યા છે. ત્યારે Polaris Mission નું પ્રથમ ચરણ પૂર્ણ થઈ ગયું છે. ત્યારે આગામી બે Polaris Mission પણ વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે. તો Polaris Mission નો પ્રથમ કાર્યક્રમમાં ડોન તરીકે ચિહ્નિત કરવામાં આવ્યો છે. Polaris Mission ને ફ્લોરિડના કેપ કૈનાવેરલમાં આવેલા નાસાના કૈનેડી સ્પેસ સેન્ટરના લોન્ચપેડથી લોન્ચ કરવામાં આવ્યો હતો. આ Polaris Mission માં સ્પેસએક્સ ફાલ્કન 9 રોકેટને પૃથ્વીની નિચે આવેલી કક્ષામાં મોકવામાં આવ્યું હતું. તો Polaris Mission ને 10 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરાયું હતું. જે 15 સપ્ટેમ્બરના રોજ ધરતી ઉપર પરત ફર્યું હતું.
આ પણ વાંચો: Sunita Williams ને ધરતી ઉપર પરત લાવવા માટે Crew-9 Mission ને કરાયું લોન્ચ