Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Elon Musk પાસે કેટલી રોકડ છે? દુનિયાના સૌથી અમીર વ્યક્તિએ ખુદ કર્યો ખુલાસો

Elon Musk Cash Wealth: દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલૉન મસ્કે ખુલાસો કર્યો છે કે તેમની અબજો ડોલરની સંપત્તિ હોવા છતાં તેમની પાસે રોકડ (Cash) ખૂબ જ ઓછી છે. મસ્કના જણાવ્યા મુજબ, તેમની કુલ નેટવર્થના 0.1% થી પણ ઓછી રોકડ તેમના બેંક ખાતામાં છે. તેમની મોટાભાગની સંપત્તિ ટેસ્લા અને સ્પેસએક્સ જેવી કંપનીઓના શેર સ્વરૂપે છે. મસ્ક ટૂંક સમયમાં વિશ્વના પ્રથમ ટ્રિલિયોનિયર બની શકે છે.
elon musk પાસે કેટલી રોકડ છે  દુનિયાના સૌથી અમીર વ્યક્તિએ ખુદ કર્યો ખુલાસો
Advertisement

. Elon Musk સ્પષ્ટ કર્યું કે તેમની સંપત્તિ કાગળ પર અને કંપનીના હિસ્સા (Stocks) તરીકે છે
. મસ્કે કહ્યુ, કંપનીની વેલ્યૂ વધવાનો સૌથી વધુ ફાયદો કંપનીના શેર ધરાવનારાને થાય છે ફાયદો
. મસ્ક આ વર્ષના અંત સુધીમાં $1000 અબજના આંકડાને પાર કરી વિશ્વના પ્રથમ ખરબપતિ બની શકે છે

Elon Musk Cash Wealth: એલૉન મસ્ક (Elon Musk) હાલ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. જે ઝડપથી તેમની મિલ્કતમાં વધારો થઈ રહ્યો છે, તે વર્ષના આખર સુધીમાં દુનિયાના પહેલા ખરબપતિ એટલે કે ટ્રિલિયોનિયર (Trillionaire) બની શકે છે. ફોર્બ્સ (Forbes) ના લિસ્ટ પ્રમાણે તેમની કુલ મિલ્કત લગભગ $849.3 અબજ છે. પરંતુ શું તમે જાણો છો કે આટલા અબજ ડોલરોનો માલિક હોવા છતાં મસ્કના બેંક એકાઉન્ટમાં કેટલી રોકડ હશે? મસ્કે ખુદ સોશયલ મીડિયા પર આ રહસ્ય પરથી પડદો હટાવ્યો છે.

Advertisement

મારી પાસે 0.1%થી પણ ઓછી છે રોકડ: એલૉન મસ્ક

દુનિયાભરમાં પોતાની મિલ્કતને લઈને ચર્ચાઓમાં રહેલા એલૉન મસ્કે એક્સ પર પોતાની નાણાંકીય સ્થિતિને સ્પષ્ટ કરી છે. તેમણે કહ્યુ છે કે તેમની અબજોની નેટવર્થનો મતલબ એ નથી કે તેમની પાસે તિજોરીમાં નાણાં ભરેલા પડયા છે. મસ્કે લખ્યું છે કે મારી કુલ મિલ્કત લગભગ સંપૂર્ણપણે ટેસ્લા અને સ્પેસએક્સમાં મારી હિસ્સેદારીને કારણે છે. મારી પાસે કુલ મિલ્કતના 0.1 ટકાથી પણ ઓછી રોકડ છે. એટલે કે તેમની મિલ્કત કાગળો અને કંપનીઓના શેરોના સ્વરૂપમાં છે, રોકડ સ્વરુપે નથી.

Advertisement

આ પણ વાંચો: "મૃત્યુ આખરી સત્ય નથી, વિજ્ઞાનથી શક્ય છે અર્ધ-અમરત્વ", મસ્કે કરી આશ્ચર્યજનક વાત

મિલ્કત વધવાથી કોને ફાયદો થાય છે?

મસ્કે એ આરોપોનો પણ જવાબ આપ્યો છે કે જેમાં કેવામાં આવે છે કે કંપનીઓની પ્રગતિનો ફાયદો માત્ર તેમને મળે છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ટેસ્લા અને સ્પેસએક્સના કર્મચારીઓને સ્ટોક અને સ્ટોક ઓપ્શન આપવામાં આવે છે. જેનાથી કંપનીના ફાયદાની સાથે તેમની પણ મિલ્કત વધે છે. તેની સાથે ટેસ્લાનો એક મોટો હિસ્સો સામાન્ય રોકાણકારો, પેન્શન ફંડ અને ઈન્ડેક્સ ફંડની પાસે છે. મસ્ક મુજબ, કંપનીની વેલ્યૂ વધવાનો સૌથી વધુ ફાયદો આ શેરધારકો અને કર્મચારીઓને થાય છે.

આ પણ વાંચો: ટ્રમ્પ અને મસ્ક વચ્ચે ફરીથી થશે દોસ્તી? વેનેઝુએલામાં બબાલ વચ્ચે સાથે કર્યું ડિનર

ટ્રિલિયિનિયર બનવાના માર્ગ પર મસ્ક

એક્સપર્ટ્સ પ્રમાણે, જો મસ્કની એઆઈ કંપની xAI, ટેસ્લા (Tesla) અને સ્પેસએક્સ (SpaceX) આ પ્રકારે આગળ વધતી રહેશે, તો તે જલ્દીથી $1,000 અબજ એટલે કે ટ્રિલિયન ડોલરના આંકડાને પાર કરી લેશે. જો કે આટલી બધી મિલ્કત હોવા છતાં મસ્ક પોતાની લિક્વિડિટી ઘણી ઓછી રાખે છે અને પોતાના તમામ નાણાં ફરીતી પોતાની જ કંપનીઓ અને નવી તકનીકના વિકાસમાં ઈન્વેસ્ટ કરી દે છે.

આ પણ વાંચો: Elon Musk: SpaceX અને xAI નો વિલય, જાણો આ ડીલની એલૉન મસ્કની કુલ સંપત્તિ પર અસર

Tags :
Advertisement

.

×