ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Elon Musk ની કંપની SpaceX લાવશે IPO, વિશ્વની મૂલ્યવાન કંપની બનવા તરફ આગેકૂચ

ટેકપ્રેન્યોર એલોન મસ્કની કંપની SpaceX અત્યાર સુધીનો સૌથી મોટો IPO લાવવા જઇ રહી છે. વર્ષ 2026 માં આ આઇપીઓ આવશે. જેને લઇને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ વાતની માહિતી અહેવાલ મારફતે સામે આવી છે. આઇપીઓ બાદ કંપની વિશ્વની સૌથી વધુ મૂલ્ય ધરાવતી કંપની બને તેવી શક્યતા હાલ તબક્કે સેવાઇ રહી છે. આ વાતને લઇને એલોન મસ્ક પણ ઘણા ઉત્સાહિત છે.
08:17 PM Dec 13, 2025 IST | PARTH PANDYA
ટેકપ્રેન્યોર એલોન મસ્કની કંપની SpaceX અત્યાર સુધીનો સૌથી મોટો IPO લાવવા જઇ રહી છે. વર્ષ 2026 માં આ આઇપીઓ આવશે. જેને લઇને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ વાતની માહિતી અહેવાલ મારફતે સામે આવી છે. આઇપીઓ બાદ કંપની વિશ્વની સૌથી વધુ મૂલ્ય ધરાવતી કંપની બને તેવી શક્યતા હાલ તબક્કે સેવાઇ રહી છે. આ વાતને લઇને એલોન મસ્ક પણ ઘણા ઉત્સાહિત છે.

Elon Musk SpaceX IPO : દુનિયાના જાણીતા ટેકપ્રોન્યોર એલોન મસ્કની કંપની, સ્પેસએક્સ (SpaceX IPO), આવતા વર્ષે આઈપીઓ લોન્ચ કરવા માટે તૈયાર છે. અહેવાલ મુજબ, અવકાશ ક્ષેત્રમાં કાર્યરત સ્પેસએક્સ, 2026 માં તેનો આઈપીઓ લોન્ચ કરશે. આંતરિક શેર વેચાણ તરફ આગળ વધી રહેલી આ કંપનીનું મૂલ્ય આશરે 800 બિલિયન ડોલર આંકવામાં આવ્યું છે.

નાણાંનો આ રીતે ઉપયોગ કરાશે

અહેવાલ મુજબ, કંપનીએ તેના સંદેશમાં જણાવ્યું હતું કે, તે 2026 માં આઈપીઓ માટે પ્રયત્નશીલ છે. આઈપીઓમાંથી એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ સ્પેસએક્સના સ્ટારશિપ રોકેટ, અવકાશમાં એઆઈ ડેટા સેન્ટર, અને ચંદ્ર પર આધાર વિકસાવવા માટે કરવામાં આવશે.

થોડા મહિનાઓમાં જ મૂલ્યાંકન બમણું થયું

તાજેતરના સેકન્ડરી ઓફરિંગમાં, કંપનીએ પ્રતિ શેર 421 ડોલરની કિંમત નક્કી કરી હતી. અગાઉ, જુલાઈમાં, કંપનીનું મૂલ્યાંકન 400 બિલિયન ડોલર હતું. તે સમયે, સેકન્ડરી માર્કેટમાં શેરની કિંમત 212 અમેરિકન ડોલર હતી. થોડા મહિનામાં જ, એલોન મસ્કની કંપનીનું મૂલ્યાંકન બમણું થઈ ગયું છે. નોંધનીય છે કે, ચેટજીપીટીની માલિકી ધરાવતી કંપનીનું મૂલ્ય અગાઉ 500 બિલિયન ડોલર હતું. સ્પેસએક્સ આ આંકડાને વટાવીને વિશ્વની સૌથી મૂલ્યવાન કંપનીઓમાંની એક બનવા તરફ આગળ વધી રહી છે.

કંપનીનું 30 બિલિયન ડોલર એકત્ર કરવાનું લક્ષ્ય

અહેવાલ મુજબ, કંપની IPO દ્વારા 30 બિલિયન ડોલર એકત્ર કરવાનો પ્રયાસ કરી શકે છે. આમ કરવાથી તે સૌથી મોટી સ્ટોક માર્કેટ લિસ્ટિંગ બનશે. કંપની 1.5 ટ્રિલિયન ડોલરના મૂલ્યાંકન પર આ IPO લોન્ચ કરવાનો પ્રયાસ કરશે. આનાથી SpaceXનો IPO સાઉદી અરામકોના બજાર મૂલ્યની નજીક આવી જશે, જેણે 2019 માં લિસ્ટિંગ વખતે રેકોર્ડ બનાવ્યો હતો. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક આ કંપની વિશે ખૂબ જ ઉત્સાહિત હોવાનું આંતરિક વર્તળો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો -----  બાંગ્લાદેશના ઢાકામાં 12 માળની બિલ્ડીંગમાં આગ, 42 લોકોનું સલામત રેસ્ક્યુ

Tags :
BiggestInHistoryElonMuskGujaratFirstgujaratfirstnewsGujaratiNewsSpaceXIPOYear2026
Next Article