Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Macron ને Meloni ને એવી રીતે ગળે લગાવીને KISS કરી કે ઇટાલિયન PM શરમાઈ ગયા ! પેરિસનો Video Viral

Meloni : હોર્મુઝ સ્ટ્રેટ મામલે આયોજિત આંતરરાષ્ટ્રીય સમિટમાં ભાગ લેવા પેરિસ પહોંચેલા ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. પેરિસના એલિસી પેલેસ ખાતે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને જે રીતે મેલોનીનું સ્વાગત કર્યું, તે જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
macron ને meloni ને એવી રીતે ગળે લગાવીને kiss કરી કે ઇટાલિયન pm શરમાઈ ગયા   પેરિસનો video viral
Advertisement
  • પેરિસમાં ઇમેન્યુઅલ મેક્રોને ઇટાલિયન PM જ્યોર્જિયા Meloni નું કર્યું ઉષ્માભર્યું સ્વાગત, વીડિયો વાયરલ.
  • ગળે લગાવીને સ્વાગત કરવાની પદ્ધતિથી મેલોની શરમાઈ ગયા, સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર.
  • હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે મળેલી આંતરરાષ્ટ્રીય સમિટમાં યુરોપના દિગ્ગજ નેતાઓ વચ્ચે મેક્રોન-મેલોનીની કેમિસ્ટ્રી ચર્ચામાં.
  • ફ્રેન્ચ સંસ્કૃતિ મુજબના અભિવાદન પર મેલોનીની પ્રતિક્રિયાએ નેટીઝન્સને આશ્ચર્યમાં મૂક્યા.
  • ગંભીર રાજદ્વારી ચર્ચાઓ વચ્ચે પેરિસના એલિસી પેલેસમાં નેતાઓ વચ્ચે હળવાશની પળો જોવા મળી.

Meloni : હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) મામલે આયોજિત આંતરરાષ્ટ્રીય સમિટમાં ભાગ લેવા પેરિસ પહોંચેલા ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની (Giorgia Meloni) ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. પેરિસના એલિસી પેલેસ (Elysee Palace) ખાતે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને (Emmanuel Macron) જે રીતે મેલોનીનું સ્વાગત કર્યું, તે જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

પેરિસમાં શું બની ઘટના?

હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે બ્રિટન અને ફ્રાન્સ દ્વારા આયોજિત સમિટમાં બ્રિટિશ PM કીર સ્ટારમર (Keir Starmer) અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ (Friedrich Merz) સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. જ્યારે જ્યોર્જિયા મેલોની એન્ટ્રી ગેટ પર પહોંચ્યા, ત્યારે મેક્રોને તેમને ગળે લગાવ્યા અને ફ્રેન્ચ પરંપરા મુજબ બંને ગાલ પર ચુંબન કરીને સ્વાગત કર્યું. જોકે, આ દરમિયાન મેલોનીના ચહેરાના હાવભાવ અને તેમનું સ્મિત નેટીઝન્સનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યા છે.

Advertisement

મેલોનીની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ

વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે મેક્રોનના આ પ્રકારે સ્વાગતથી મેલોની ક્ષણવાર માટે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમની આંખો પહોળી થઈ ગઈ હતી અને ત્યારબાદ તેઓ હસી પડ્યા હતા. સોશિયલ મીડિયા (Social Media) પર આ પળના વીડિયો અને મીમ્સની વર્ષા થઈ રહી છે. કેટલાક યુઝર્સે તેને ફ્રેન્ચ-ઇટાલિયન સંસ્કૃતિનો તફાવત ગણાવ્યો, તો કેટલાક "મેક્રોનનો જાદુ" કહીને મજાક ઉડાવી રહ્યા છે.

Advertisement

રાજકીય ગંભીરતા વચ્ચે હળવી પળો

આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે યુરોપિયન દેશો ઈરાન (Iran) સાથેના તણાવ અને દરિયાઈ માર્ગોની સુરક્ષા પર ગંભીર ચર્ચા કરી રહ્યા છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને સુરક્ષિત ગણાવીને અમેરિકાને તેની નૌકાદળની નાકાબંધી હટાવવા ચેતવણી આપી છે. જોકે, આ ગંભીર રાજદ્વારી મુદ્દાઓ વચ્ચે મેક્રોન અને મેલોનીની આ હળવી પળોએ વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે.

આ પણ વાંચો : Russian oil: વૈશ્વિક ઉર્જા યુદ્ધ વચ્ચે ભારતની મોટી જીત, અમેરિકાએ રશિયન ઓઈલ પરની છૂટછાટ લંબાવી

Tags :
Advertisement

.

×