ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Trump on Pakistan: મુસાફરી પ્રતિબંધ લાગતા પાકિસ્તાનને થશે અસર?

ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક એક્શનમાં ટ્રમ્પે ચીન પર ટેરિફ હુમલો  કર્યો અમેરિકામાં પ્રવેશને અવરોધિત કરી શકે છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન મુસાફરને થશે અસર Trump on Pakistan: :ડોનાલ્ડ ટ્રમ્પ ( Donald Trump)વ્હાઇટ હાઉસ પરત ફર્યા પછી એક પછી એક આદેશો આપી...
04:59 PM Mar 06, 2025 IST | Hiren Dave
ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક એક્શનમાં ટ્રમ્પે ચીન પર ટેરિફ હુમલો  કર્યો અમેરિકામાં પ્રવેશને અવરોધિત કરી શકે છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન મુસાફરને થશે અસર Trump on Pakistan: :ડોનાલ્ડ ટ્રમ્પ ( Donald Trump)વ્હાઇટ હાઉસ પરત ફર્યા પછી એક પછી એક આદેશો આપી...
Donald Trump

Trump on Pakistan: :ડોનાલ્ડ ટ્રમ્પ ( Donald Trump)વ્હાઇટ હાઉસ પરત ફર્યા પછી એક પછી એક આદેશો આપી રહ્યા છે. ટેરિફ હોય કે ઇમિગ્રેશન, ટ્રમ્પ પોતાના ચૂંટણી વચનો (Entry Restrictions in America)પૂરા કરવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે. હવે ટ્રમ્પ એવો નિર્ણય લઈ શકે છે. જેના પછી પાકિસ્તાનને મોટો ફટકો પડી શકે છે. ટ્રમ્પે પાકિસ્તાનના મિત્ર ચીન પર પહેલાથી જ ટેરિફ હુમલો શરૂ કરી દીધો છે. જે બાદ ચીન ગુસ્સે ભરાયું છે અને જવાબ આપવાની પ્રતિજ્ઞા લઈ રહ્યું છે.

પાક.-અફઘાનિસ્તાન પર નવો પ્રતિબંધ?

ડોનાલ્ડ ટ્રમ્પના વ્હાઇટ હાઉસમાં પાછા ફરવાની સાથે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન(Pakistan Afghanistan Citizens) પર નવો મુસાફરી પ્રતિબંધ લાદવામાં આવે તેવી શક્યતા છે. આ પાકિસ્તાન માટે મોટો ફટકો હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાન ચીનનું સાથી છે અને ચીન સાથે પહેલાથી જ તણાવનું વાતાવરણ છે. હવે ટ્રમ્પે પાકિસ્તાન પર લગામ લગાવવાની તૈયારી કરી લીધી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક નવો મુસાફરી પ્રતિબંધ (Entry Restrictions in America)લાદવામાં આવશે. જે આગામી અઠવાડિયાથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના લોકોના અમેરિકામાં પ્રવેશને અવરોધિત કરી શકે છે.

આ પણ  વાંચો -ડોનાલ્ડ ટ્રમ્પને લાગ્યો મોટો ઝટકો, 56 હજારની વસ્તીવાળા આ દેશે ઓફર નકારી

"આપણા રાષ્ટ્રીય અંતરાત્મા પર ડાઘ"

આ પ્રતિબંધ સુરક્ષા અને દેશો માટેના જોખમોની તપાસ કરતી સરકારી સમીક્ષા પર આધારિત છે. આ બાબતથી વાકેફ ત્રણ સૂત્રોએ જણાવ્યું હતું કે યાદીમાં અન્ય દેશો પણ હોઈ શકે છે. પરંતુ તેઓ જાણતા નથી કે તે કયા દેશો છે. ટ્રમ્પે તેમના પાછલા કાર્યકાળ દરમિયાન પણ આવો જ પ્રતિબંધ લગાવ્યો હતો, જેમાં 7 મુસ્લિમ દેશોનો સમાવેશ થતો હતો. 2021માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેને આ પ્રતિબંધની નિંદા કરી હતી અને તેને "આપણા રાષ્ટ્રીય અંતરાત્મા પર ડાઘ" ગણાવ્યો હતો.

આ પણ  વાંચો -'વિદેશી વિદ્યાર્થીઓને જેલમાં મોકલવામાં આવશે અથવા દેશનિકાલ કરાશે', Donald Trump એ કેમ આપી 'ધમકી' ?

કયા દેશોએ પહેલાથી જ પ્રતિબંધ લાદી દીધો છે?

ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પાછલા કાર્યકાળ દરમિયાન 7 મુસ્લિમ દેશોના નાગરિકોને અમેરિકા આવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ દેશોમાં ઈરાન, ઇરાક, લિબિયા, સોમાલિયા, સુદાન, સીરિયા અને યમનનો સમાવેશ થાય છે. જો ટ્રમ્પ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન પર પણ મુસાફરી પ્રતિબંધ લાદે છે, તો આ સંખ્યા 9 સુધી પહોંચી શકે છે. ટ્રમ્પ પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ બની શકે છે જે 9 મુસ્લિમ દેશોના અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકશે.

Tags :
America NewsDonald TrumpEntry Restrictions in AmericaPakistan Afghanistan CitizensTravel advisoryUS Newsus presidentworld news
Next Article