Epstein Files: એપસ્ટીન ફાઈલ્સના નવા ખુલાસાઓમાં સેંકડો વાર ટ્રમ્પનું નામ આવ્યું, FBIએ દાવાઓને નકાર્યા
. દસ્તાવેજોમાં ટ્રમ્પ વિરુદ્ધ સગીરાઓ સાથેના શોષણ અને ઓર્ગી પાર્ટીઓના સનસનાટીપૂર્ણ દાવાઓ સામેલ છે.
. FBI એ સ્પષ્ટ કર્યું કે ૨૦૨૦ની ચૂંટણી પહેલા મળેલી આ ટિપ્સ અને ઈમેલ્સમાં કોઈ વિશ્વસનીયતા જોવા મળી નથી.
. ડેપ્યુટી અટોર્ની જનરલે ખાતરી આપી કે વર્ષોની તપાસ બાદ પણ ટ્રમ્પ વિરુદ્ધ કોઈ ગુનાહિત પુરાવા મળ્યા નથી.
Epstein Files-Trump: અમેરિકાના ન્યાય વિભાગે કુખ્યાત યૌન અપરાધી જેફરી એપસ્ટીન સાથે જોડાયેલી તપાસના 30 લાખથી વધારે પૃષ્ઠો સાર્વજનિક કર્યા છે. આ દસ્તાવેજોમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ સેંકડોવાર લેવામાં આવ્યું છે, તેનાથી રાજકીય વર્તુળોમાં હલચલ મચી છે. જો કે ન્યાય વિભાગ અને એફબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે આમાથી મોટા ભાગના આરોપ અસત્યાપિત છે.
લાખો તસવીરો અને વીડિયો જાહેર થયા
ડેપ્યુટી અટોર્ની જનરલ ટૉડ બ્લાંશ દ્વારા જાહેર કરવામાં આવેલા આ નવા દસ્તાવેજોમાં 1,80,000 તસવીરો અને 2000 વીડિયો સામેલ છે. ખાનગીપણા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને પીડિતોની ઓળખ ઉજાગર કરનારી જાણકારીઓ અને બાળકોના શોષણ સાથે જોડાયેલી સામગ્રી હટાવવામાં આવી છે. ફાઈલ્સમાં ધિસલેન મેક્સવેલ સિવાય અન્ય તમામ મહિલાઓના ચહેરાઓ ધુંધળા કરી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Donald Trump ની તસ્વીર સહિતની 16 Epstein Files ગાયબ, દુનિયાભરમાં ચર્ચા
ટ્રમ્પ પર લાગ્યા ગંભીર આરોપ
દસ્તાવેજોમાં એફબીઆઈની એ ટિપ લાઈનનું પણ વિવરણ છે કે જ્યાં લોકોએ ટ્રમ્પની વિરુદ્ધ ઘણાં ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમાંથી એક દાવા મુજબ, લગભઘ 35 વર્ષ પહેલા ન્યૂજર્સીમાં એક સગીરાને ટ્રમ્પ સાથે યૌન કૃત્ય કરવા માટે મજબૂર કરવામાં આવી હતી. એક અન્ય સારાંશમાં એક 13થી 14 વર્ષની સગીરા દ્વારા ઓરલ યૌન શોષણ દરમિયાન બચકું ભરવું અને તેના પછી ટ્રમ્પ દ્વારા કથિતપણે તેના ચહેરા પર મારવાનો ઉલ્લેખ છે. આ સિવાય માર-એ-લાગો એસ્ટેટમાં ઓર્ગી પાર્ટીઓના આયોજન જેવા ગ્રાફિક વિવરણ પણ આ ફાઈલ્સમાં સામેલ છે.
🚨🇺🇸 DOJ PAGE ON EPSTEIN CASE LINKED TO TRUMP SUDDENLY DELETED
Trying to access it just shows a “Page not found” message.
No official explanation yet.
Source: RT, DOJ https://t.co/NiFGUk6mkk pic.twitter.com/C7uNubIlqa
— Mario Nawfal (@MarioNawfal) January 30, 2026
આ પણ વાંચો: ટ્રમ્પ અને મસ્ક વચ્ચે ફરીથી થશે દોસ્તી? વેનેઝુએલામાં બબાલ વચ્ચે સાથે કર્યું ડિનર
તપાસમાં મળ્યા નથી નક્કર પુરાવા
મહત્વપૂર્ણ વાત એ છે કે એફબીઆઈ અને ફેડરલ તપાસકર્તાઓએ આ તમામ જાણકારીને અસત્યાપિત ગણાવી છે. ઓગસ્ટ, 2025ના આંતરિક ઈમેલ જણાવે છે કે ઘણાં આરોપ લગાવનારાઓને વિશ્વસનીય માનવામાં આવ્યા નથી. ડેપ્યુટી અટોર્ની જનરલ બ્લાંસે સ્પષ્ટ કર્યું છેકે એપસ્ટીનના અંગત ઈમેલોની વર્ષોની તપાસ બાદ પણ એવા કોઈ પુરાવા મળ્યા નથી કે જેનાથી સંકેત મળે કે ટ્રમ્પ કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ અથવા પીડિતો સાથે અયોગ્ય સંપર્કમાં સામેલ હતા.
🚨🇺🇸 | #URGENTE TRUMP CUMPLE: El Departamento de Justicia de los Estados Unidos anunció la publicación de más de 3 millones de páginas, 180 mil imágenes y 2 mil videos del caso Epstein. pic.twitter.com/Otzscp9TOr
— La Derecha Diario (@laderechadiario) January 30, 2026
ન્યાય વિભાગ અને વ્હાઈટ હાઉસનું સ્પષ્ટીકરણ
અમેરિકાના ન્યાય વિભાગે એક મીડિયા અહેવાલને ટાંકીને કહ્યુ હતુ કે આ દસ્તાવેજોમાં ટ્રમ્પની વિરુદ્ધ કેટલાક એવા સનસનાટીપૂર્ણ દાવા છે, જે 2020ની ચૂંટણીથી ઠીક પહેલા એફબીઆઈને મોકલ્યા હતા. આ સંપૂર્ણપણે નિરાધાર અને ખાટું છે. ટ્રમ્પે પણ સતત એપસ્ટીન સાથે કોઈપણ ખોટા કામમાં સામેલ હોવાનો ઈન્કાર કર્યો છે અને અત્યાર સુધી કોઈપણ પીડિતે તેમની વિરુદ્દ કોર્ટમાં ઔપચારિક ગુનાહિત આરોપ લગાવ્યો નથી.
આ પણ વાંચો: Epstein Files માં ન્યૂયોર્કના મેયર મમદાનીની માતાનું નામ, શું કરવા ગયા હતા મીરા નાયર?


