Abu Dhabi: એતિહાદ એરવેઝે 15 કર્મચારીઓને નોટિસ વગર કાઢ્યા, 48 કલાકમાં દેશ છોડવા અલ્ટીમેટમ
- Abu Dhabi માં પાકિસ્તાનીઓને મોટો ફટકો: એતિહાદ એરવેઝની આકરી કાર્યવાહી
- અબુધાબીમાં કાર્યરત 15 પાકિસ્તાની કર્મચારીઓને નોટિસ વગર કાઢ્યા
- ઇમિગ્રેશન ઓફિસ બોલાવી 48 કલાકમાં દેશ છોડવા અપાયું અલ્ટીમેટમ
- 20 વર્ષથી નોકરી કરતા વરિષ્ઠ કર્મચારીઓને પણ નથી બક્ષવામાં આવ્યા
- યુએઈ અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોની સીધી અસરની આશંકા
- લોન રિકવરી અને ઓપેકમાંથી એક્ઝિટ બાદ યુએઈનું પાકિસ્તાન પર કડક વલણ
Abu Dhabi: સંયુક્ત આરબ અમીરાત (UAE) માંથી એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. યુએઈની પ્રતિષ્ઠિત એરલાઇન એતિહાદ એરવેઝ (Etihad Airways) એ અબુધાબીમાં કાર્યરત 15 પાકિસ્તાની કર્મચારીઓને અચાનક નોકરીમાંથી બરતરફ કરી દીધા છે. આ કાર્યવાહી માત્ર નોકરી ગુમાવવા પૂરતી સીમિત નથી, પરંતુ આ કર્મચારીઓને આગામી 48 કલાકની અંદર દેશ છોડી દેવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
Abu Dhabi: 15 પાકિસ્તાની કર્મીઓને નોકરીમાંથી કાઢી મુકાયા
આ સમગ્ર પ્રક્રિયા અત્યંત રહસ્યમય અને ઝડપી રહી છે. સામાન્ય રીતે કોર્પોરેટ જગતમાં કોઈપણ કર્મચારીને કાઢતા પહેલા નોટિસ પિરિયડ અથવા સ્પષ્ટતાની તક આપવામાં આવે છે, પરંતુ આ કિસ્સામાં એવું કંઈ જ થયું નથી. અહેવાલો મુજબ, આ કર્મચારીઓને એચઆર વિભાગ (HR Department) ને બદલે સીધા ઇમિગ્રેશન ઓફિસ (Immigration Office) માં બોલાવવામાં આવ્યા હતા. ત્યાં જ તેમને પકડાવી દેવામાં આવ્યું કે તેમની સેવાઓ સમાપ્ત કરવામાં આવી છે અને હવે તેમની પાસે યુએઈમાં રહેવા માટે માત્ર બે દિવસનો જ સમય છે.
Etihad just yeeted 15 Pakistani hangar staff out of Abu Dhabi with a 48-hour deportation notice, no HR drama, just straight to immigration. One guy with 18 years of service got the same pack your bags.
That’s the beauty of Pakistan’s brand: even loyal, long-term workers get… pic.twitter.com/uuadls6AdC
— AnuPAma (@IAnupamaa) May 1, 2026
20 વર્ષથી વધુ નોકરી કરનાર કર્મીઓને કાઢી મુક્યા
બરતરફ કરાયેલા કર્મચારીઓમાં 20 વર્ષથી વધુ સમયથી સેવા આપનારા વરિષ્ઠ લોકોનો પણ સમાવેશ થાય છે. એતિહાદ એરવેઝે હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર કારણ આપ્યું નથી. જોકે, રાજકીય વિશ્લેષકો તેને યુએઈ-પાકિસ્તાન સંબંધો (UAE-Pakistan Relations) માં આવી રહેલી ખટાશ તરીકે જોઈ રહ્યા છે. તાજેતરમાં જ યુએઈ દ્વારા પાકિસ્તાન પાસે 3 અબજ ડોલરની લોન પરત માંગવામાં આવી છે. વધુમાં, યુએઈ દ્વારા ઓપેક (OPEC) સંગઠનમાંથી બહાર નીકળવાનો નિર્ણય પણ વૈશ્વિક રાજકારણમાં મોટા ફેરફારના સંકેત આપે છે. આ બદલાતા સમીકરણોની સીધી અસર હવે પાકિસ્તાની નાગરિકો પર પડતી હોય તેમ જણાય છે.
આ પણ વાંચો; ચીન, અમેરિકા કરતાં વધુ પાણી આપણે ઉલેચીએ છીએ: જળશક્તિ મંત્રી C.R. Paatil


