Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

FTA: 'યૂરોપ ખુદની સામે જ યુદ્ધનું કરી રહ્યું છે ફંડિંગ!' India-EU વ્યાપાર સમજૂતીથી USA ભડક્યું

ભારત અને યૂરોપિયન યૂનિયન (EU) વચ્ચે 2007થી ચાલી રહેલી 'મધર ઓફ ઓલ ડીલ્સ' સમાન FTA સમજૂતી પૂર્ણ થતા અમેરિકા નારાજ થયું છે. અમેરિકી નાણાં મંત્રી સ્કોટ બેસેંટે આક્ષેપ કર્યો છે કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ખરીદી રિફાઈન્ડ તેલ યૂરોપને વેચે છે, જેનાથી યૂરોપ પરોક્ષ રીતે રશિયાને યુદ્ધ માટે ફંડિંગ કરી રહ્યું છે. અમેરિકાએ આ મુદ્દે ભારત પર ૨૫% ટેરિફ પણ લગાવ્યો છે
fta   યૂરોપ ખુદની સામે જ યુદ્ધનું કરી રહ્યું છે ફંડિંગ   india eu વ્યાપાર સમજૂતીથી usa ભડક્યું
Advertisement

. ભારતની ઈયૂ સાથે બહુપ્રતીક્ષિત મધર ઓફ ઓલ ડીલ્સ
. ભારતના ઈયૂ સાથેના FTA થી અમેરિકાના પેટમાં રેડાયું તેલ
. અમેરિકાએ ભારત પર લગાવ્યો છે મોટો ટેરિફ

India-EU FTA:  ભારત અને યૂરોપિયન યૂનિયનની વચ્ચે મહત્વની વ્યાપાર સમજૂતી થઈ ચુકી છે. આ સમજૂતી પર અમેરિકા અને ચીન સહીતના દુનિયાના દેશોની નજર હતી. અમેરિકા આ ડીલ પર ભડકયું છે. અમેરિકાના નાણાં મંત્રી સ્કોટ બેસેંટે કહ્યુ છે કે અમેરિકાએ રશિયા પાસેથી ખનીજતેલની ખરીદી પર ભારત પર 25 ટકા ટેરિફ લગાવ્યો, પરંતુ યૂરોપયિન દેશો નવી દિલ્હી સાથે નવી વ્યાપાર સમજૂતી કરી રહ્યા છે.

Advertisement

અમેરિકાના નાણાં મંત્રી સ્કોટ બેસેન્ટે આ વાત પર ભાર મૂક્યો કે યૂરોપ ભારતથી રિફાઈન્ડ કરેલું રશિયન ખનીજતેલ ખરીદને ખુદની વિરુદ્ધ જ યુદ્ધનું ફંડિંગ કરી રહ્યું છે. તેમણે કહ્યુ કે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધ પર સમજૂતી કરવા માટે વાતચીત કરી છે. તેમણે એમ પણ કહ્યુ છે કે અમેરિકાએ યૂરોપિયન દેશોની સરખામણીમાં ઘણું વધારે બલિદાન કર્યું છે.

Advertisement

ભારત પર નિશાન

બેસેંટે કહ્યુ છે કે અમે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી પર ભારત પર 25 ટકા ટેરિફ લગાવ્યો છે. અંદાજ લગાવો ગત સપ્તાહે શું થયું ? યૂરોપિયન દેશોએ ભારતની સાથે એક વ્યાપાર સમજૂતીને આખરી ઓપ આપ્યો. તેમણે કહ્યુ કે વધુ એકવાર સ્પષ્ટ કરી દઉં રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ભારતમાં જાય છે, રિફાઈન્ડ ઉત્પાદ બહાર જાય છે અને યૂરોપિયન દેશ રિફાઈન કરેલું ઉત્પાદન ખરીદે છે. તે ખુદ પોતાની જ વિરુદ્ધ યુદ્ધને ફંડિંગ કરી રહ્યા છે.

બેસેંટે કહ્યુ કે ટ્રમ્પના નેતૃત્વમાં અમે આખરે રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરાવીશું. ટ્રમ્પ પ્રશાસને ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યો છે, જેમાં નવી દિલ્હી દ્વારા રશિયાના ક્રૂડ ઓઈળની ખરીદીને કારણે 25 ટકા ટેરિફ સામેલ છે. ભારત અને યૂરોપિયન દેશો વચ્ચે 27 જાન્યુઆરીએ મુક્ત વ્યાપાર સમજૂતી વાટાઘાટો પૂર્ણ થયા બાદ સમજૂતી થઈ છે અને આને લગતી વાટાઘાટો છેક 2007થી ચાલુ હતી.

ભારત માટે મહત્વપૂર્ણ સમજૂતી

આ વ્યાપાર સમજૂતી માત્ર શુલ્કોમાં ઘટાડા સુધી જ મર્યાદીત નથી, પરંતુ તે ભારત માટે વ્યાપક આર્થિક નિહિતાર્થો પણ ધરાવે છે. યૂરોપિયન યૂનિયન ભારતના સૌથી મોટા વ્યાપારીક ભાગીદારોમાંથી એક છે. એક સંતુલિત સમજૂતીના માધ્યમથી, ભારત પોતાની સેવાઓની નિકાસ વધારવા અને યૂરોપિયન યૂનિયનના દેશો સાથે ઉચ્ચ તકનીકી રોકાણ આકર્ષિત કરવાની આશા કરી રહ્યું છે. વાણિજ્ય મંત્રાલય પ્રમાણે, વાટાઘાટોનું મુખ્ય કેન્દ્ર એ સુનિશ્ચિત કરવાનું છે કે ભારતીય ઉદ્યમીઓ અને MSMEs ને યૂરોપિયન યૂનિયનના માપદંડો પ્રમાણે બજારમાં પહોંચ મળે, જેનાથી વૈશ્વિક આપૂર્તિ શ્રૃંખલામાં ભારતની ભાગીદારી વધી શકે.

ભારતીય વ્યાપાર નીતિ માટે આ સમજૂતી એક સીમાચિન્હ સાબિત થઈ શકે છે. તેના દ્વારા ભારતીય રોકાણકારો માટે નવા દ્વાર ખુલશે અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓની સ્થિતિમાં ભારતીય ઈકોનોમીને એક મજબૂત સુરક્ષા કવચ પણ પ્રદાન થશે. વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલના મધર ઓફ ઓલ ડીલ્સના સંબોધનમાં આ સમજૂતીને લઈને ઉદ્યોગજગત અને નીતિ નિર્માતાઓ વચ્ચે એક સકારાત્મક માહોલ બન્યો છે.

આ સમજૂતી ભારત અને 27 દેશો વચ્ચેના વ્યાપારીક બ્લોક વચ્ચે થઈ છે. સરકાર તેને મધર ઓફ ઓલ ડીલ્સ અને રોકાણકારો સુપરડીલ માની રહ્યા છે. તેનો ઉદેશ્ય વસ્તુઓ અને સેવાઓમાં વ્યાપાર સંતુલન અને વૃદ્ધિ લાવવાનો છે.

આ પણ વાંચો: India-EU FTA Deal: ભારત અને EU વચ્ચે 'Mother of All Deals' , PM Modi નું સંબોધન

Tags :
Advertisement

.

×