Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

India પર કોઈપણ સમયે China સ્ટ્રાઈક કરે તેવી શક્યતા!, US ના પૂર્વ ઈન્ટેલિજન્સ અધિકારીનો દાવો

Indo-China Conflict Warning: અમેરિકાના પૂર્વ ઈન્ટેલિજન્સ અધિકારી ગ્રાંટ ન્યૂશામે ભારતને સાવધ રહેવાની ચેતવણી આપી છે. તેમણે દાવો કર્યો છે કે ચીન તાઈવાનના બદલે ભારત પર હુમલો કરી શકે છે કારણ કે દુનિયાનું ધ્યાન હાલ માત્ર તાઈવાન પર છે. શી જિનપિંગ પોતાની સેનાની ક્ષમતા ચકાસવા માટે સરહદી વિવાદનો ઉપયોગ કરી શકે છે, માટે ભારતે ચીની પીઆર (PR) કે શાંતિના દાવા પર ભરોસો ન કરવો જોઈએ.
india પર કોઈપણ સમયે china સ્ટ્રાઈક કરે તેવી શક્યતા   us ના પૂર્વ ઈન્ટેલિજન્સ અધિકારીનો દાવો
Advertisement

. ગ્રાંટ ન્યૂશામના મતે ચીન જ્યારે તાઈવાન પર ધ્યાન કેન્દ્રિત કરવાનો દેખાવ કરી રહ્યું હોય
. ચીન ભારત જેવા અન્ય કોઈ દેશ પર અચાનક હુમલો કરીને વિશ્વને ચોંકાવી શકે છે
. ન્યૂશામ માને છે કે જિનપિંગ નવી સૈન્ય તાકાતનો ટેસ્ટ કરવા માટે ભારતને પસંદ કરી શકે છે

Indo-China Conflict Warning: અમેરિકાના પૂર્વ મરીન ઈન્ટેલિજન્સ અધિકારી ગ્રાંટ ન્યૂશામે (Grant Newsham) ભારતને ચીન અને તેના ઈરાદાઓ પર ભરોસો નહીં કરવાની ચેતવણી આપી છે.

Advertisement

ગ્રાંટ ન્યૂશામે (Grant Newsham) કહ્યુ છે કે જ્યારે સૌની નજરો તાઈવાન પર છે, તો ચીન અન્ય દેશ પર હુમલો કરે તેવી શક્યતા છે, કદાચ ભારત પર. તેમણે કહ્યુ છે કે ભારતને આના માટે પહેલેથી જ ચેતવણી આપવી જરૂરી છે.

Advertisement

Jinping ચીની સૈન્યમાં કરી રહ્યા છે પરિવર્તન

ન્યૂશામે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ છે કે ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ (Xi Jinping) પોતાની સેનામાં બદલાવ કરી રહ્યા છે, માટે તેઓ આનો ટેસ્ટ કરવા માંગે છે. આના કારણે, જ્યારે આખી દુનિયા શ્વાસ રોકીને તાઈવાનને જોઈ રહી છે, તો જિનપિંગ તેના સ્થાને ભારત પર હુમલો કરવાનો નિર્ણય કરે તેવી શક્યતા છે.

અમેરિકાના પૂર્વ મરીન ઈન્ટેલિજન્સ અધિકારી (Grant Newsham) એ કહ્યુ છે કે વર્ષો પહેલા એક વિદેશી રિપોર્ટરે મને કહ્યુ હતુ કે તમારે હંમેશા ત્યાં જોવું જોઈએ જ્યાં બાકી બધાં જોઈ રહ્યા નથી. તેવામાં જ્યારે બધું ધ્યાન તાઈવાન (Taiwan) પર છે, હાલ તેના સંદર્ભે જ વાત થઈ રહી છે. પરંતુ તમે તેના પર ધ્યાન આપી રહ્યા છો, તો તમારે બીજા સ્થાનો પર પણ જોવું જોઈએ.

આ પણ વાંચો : વ્યૂહાત્મક શતરંજ: ચીન સામે ભારત, ભારત સામે પાકિસ્તાન, પાકિસ્તાનને બચવા બાંગ્લાદેશ!

ચીન ભારત માટે ભરોસાલાયક નથી- અમેરિકાના પૂર્વ ગુપ્તચર અધિકારી

ન્યૂશામે કહ્યુ છે કે ચીન પર ભારતે ભરોસો કરવો જોઈએ નહીં. તે લગભગ એક નિશ્ચિત સમય પર એક નિશ્ચિત કામ કરશે. જો કે ચીનનું નિશાન કોરિયન ઉપખંડ, દક્ષિણ જાપાન અને ફિલીપીન્સ પણ હોઈ શકે છે.

ન્યૂશામે કહ્યુ છે કે આવું સ્થાન જોવું જ્યાં દુનિયા જોઈ રહ્યા નથી, આ સૌથી સારી સલાહ છે. મને લાગે છે કે અમેરિકા હાલ સૌથી વધુ સુરક્ષિત છે. અમે ભાગ્યશાળી છીએ. આ ખરેખર એક એવો દેશ છે, જે પોતાની દેખભાળ કરવા તૈયાર છે.

તેમણે કહ્યુ કે ભારતમાં એવા ઘણાં લોકો છે, જે તમને જણાવશે કે કોઈ ખતરો નથી. પરંતુ ભારત નિશ્ચિતપણે યાદીમાં છે. ન્યૂશામે કહ્યુ છે કે ચીનીઓએ લાંબા સમયથી યુદ્ધ લડયું નથી એ સાચું છે, પરંતુ ગલવાન અને લડાખમાં ભારતીય સેનાની સાથે તેનું હિંસક ઘર્ષણ થયું હતું.

આ પણ વાંચો : ટ્રમ્પની વેનેઝુએલા સામેની કાર્યવાહીમાં ઈરાન માટે સંદેશ, પણ ચીન-રશિયા આની નકલ કરશે તો?

ટ્રેનિંગ લઈ રહ્યા છે ચીની સૈનિક

ન્યૂશામે કહ્યુ છે કે ચીનના સૈનિકો સતત આકરી ટ્રેનિંગ લઈ રહ્યા છે અને તેમની સેનાને કોઈપણ હુમલા માટે બોલાવી શકે છે. આના પહેલા અમેરિકાની સંસદને સોંપેલા પેન્ટાગન (Pantagon) ના રિપોર્ટમાં ચીન દ્વારા ભારતના અરુણાચલપ્રદેશ પર દાવાને તેના જણાવાયેલા મુખ્ય હિતોનો ભાગ દર્શાવાયું છે. પેન્ટાગનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2049 સુધી ચીન ભારતના અરુણાચલ પ્રદેશના પ્રાપ્ત કરવાની રણનીતિ બનાવી રહ્યું છે.

આ પણ વાંચો : ભારતીય સેનાામાં હાઈટેક IBG મૉડલ લાગુ કરવાની તૈયારી, ચીન સીમાથી થશે પ્રારંભ

Tags :
Advertisement

.

×