દેશનિકાલ કરાયેલા પ્રિન્સ રેઝા પહલવીએ ઇરાનની સ્થિતિ મામલે ટ્રમ્પને મોકલ્યો ખાસ સંદેશ
- Reza Pahlavi Trump Message Iran : : દેશનિકાલ કરાયેલા રેઝા પહલવીએ ટ્રમ્પને મોકલ્યો સંદેશ
- ઇરાનમાં હસ્તક્ષેપ કરવાનો આવી ગયો છે સમય : રેઝા પહલવી
- ઇરાનના હાલત બેકાબૂ હોવાથી તાત્કાલિક ટ્રમ્પ પાસે માંગી મદદ
ઈરાનમાં ચાલી રહેલા ભયાનક વિરોધ પ્રદર્શનો અને હિંસા વચ્ચે દેશનિકાલ કરાયેલા ઈરાની નેતા રેઝા પહલવીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એક શક્તિશાળી અને ઈમરજન્સી સંદેશ મોકલ્યો છે. પહલવીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે હવે ઈરાનમાં હસ્તક્ષેપ કરવાનો અને ત્યાંના નાગરિકોને બચાવવાનો સાચો સમય આવી ગયો છે.
Reza Pahlavi Trump Message Iran : : ઈરાનમાં ઈન્ટરનેટ અને ફોન બંધ
રેઝા પહલવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વીડિયો સંદેશ દ્વારા ટ્રમ્પને અપીલ કરતા કહ્યું, "આ એક કટોકટીનો સંદેશ છે. આજે ઈરાનમાં લાખો લોકો રસ્તા પર છે, જેમને સીધી ગોળીઓ મારવામાં આવી રહી છે. અલી ખામેનીની સરકારે સમગ્ર દેશમાં ઈન્ટરનેટ અને લેન્ડલાઈન ફોન સેવાઓ કાપી નાખી છે જેથી દુનિયાને સત્યની ખબર ન પડે. તેમણે વધુમાં ઉમેર્યું કે, સર્વોચ્ચ નેતા અલી ખામેની પોતાની સત્તા ગુમાવવાના ડરથી યુવાનોનો નરસંહાર કરવા માંગે છે. લોકો અત્યારે અત્યંત લાચાર છે અને માત્ર અમેરિકા તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે.
Mr. President, this is an urgent and immediate call for your attention, support, and action. Last night you saw the millions of brave Iranians in the streets facing down live bullets. Today, they are facing not just bullets but a total communications blackout. No Internet. No…
— Reza Pahlavi (@PahlaviReza) January 9, 2026
Reza Pahlavi Trump Message Iran : : ઇરાનની સ્થિતિ અંગે ટ્રમ્પને મેસેજ
રેઝા પહલવીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમણે લોકોને સ્વતંત્રતા માટે પ્રેરિત કર્યા છે અને ટૂંક સમયમાં જ ઈરાનની તમામ શેરીઓ ક્રાંતિકારીઓથી ભરાઈ જશે. તેમણે ટ્રમ્પને સંબોધતા કહ્યું, "આ લોહિયાળ સરકાર તમારાથી ડરે છે. એક કલાકમાં જ્યારે લોકો ફરી રસ્તા પર ઉતરશે, ત્યારે તેમને તમારા સહયોગ અને સીધી કાર્યવાહીની જરૂર પડશે. તેમની સ્વતંત્રતા માટે હસ્તક્ષેપ કરવાનો આ જ યોગ્ય સમય છે."
ઈરાનમાં સ્થિતિ કેમ બેકાબૂ બની?
ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનોએ હિંસક વળાંક લીધો છે. સરકાર દ્વારા વાતચીતના તમામ માધ્યમો બંધ કરી દેવામાં આવતા ઈરાન અત્યારે બાકીની દુનિયાથી કપાઈ ગયું છે. રેઝા પહલવીના આ સંદેશ બાદ હવે વિશ્વની નજર વ્હાઇટ હાઉસ અને ડોનાલ્ડ ટ્રમ્પના આગામી પગલા પર ટકેલી છે.
આ પણ વાંચો : ઇરાનમાં ભારે વિરોધ પ્રદર્શન વચ્ચે આયાતુલ્લાહ ખામેનીનું રાષ્ટ્ર સંબોધન ,જાણો શું કહ્યું...


