જાપાનમાં અમેરિકન એરબેઝ પર વિસ્ફોટ, 4 જાપાની નાગરિક ઈજાગ્રસ્ત
- જાપાનમાં અમેરિકન એરબેઝ પર વિસ્ફોટ
- વિસ્ફોટમાં 4 જાપાની નાગરિક ઈજાગ્રસ્ત
- ઓકિનાવા સ્થિત એરબેઝ પર બની ઘટના
- અમેરિકાએ કહ્યું સૈનિકોને સામાન્ય ઈજાઓ
- અમેરિકન સૈનિક સામેલ ન હોવાનો દાવો
- કડેના એરબેઝ પ્રાંત સરકાર સંચાલિતઃ US
Explosion at American airbase in Japan : 9 જૂન 2025ના રોજ જાપાનના ઓકિનાવા ટાપુ પર આવેલા અમેરિકન કડેના એરબેઝ નજીક એક સ્ટોરેજ સાઇટ પર વિસ્ફોટ થયાના સમાચાર સામે આવી રહ્યા છે. જેને લઇને ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં 4 જાપાની સૈનિકો ઘાયલ થયા છે, જેમની આંગળીઓમાં સામાન્ય ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. અમેરિકી અધિકારીઓએ દાવો કર્યો છે કે આ વિસ્ફોટમાં કોઈ અમેરિકન સૈનિક સામેલ નથી, અને ઈજાઓ જીવલેણ નથી. આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ વિગતો હજુ સ્પષ્ટ થઈ નથી. આ ઘટનાએ જાપાન અને અમેરિકા વચ્ચેના સૈન્ય સહયોગ અને યુદ્ધ સમયના બોમ્બના જોખમો અંગે ફરી ચર્ચા ઉભી કરી છે.
વિસ્ફોટની ઘટના
ઓકિનાવા ટાપુ પર સ્થિત કડેના એરબેઝ, જે અમેરિકન સૈન્ય દ્વારા સંચાલિત છે, ત્યાં સોમવારે સવારે એક સ્ટોરેજ સાઇટ પર વિસ્ફોટ થયો. આ સાઇટ પર જાપાની સેનાના સૈનિકોનું એક જૂથ જે ઓર્ડનન્સ મેનેજમેન્ટ નિષ્ણાતો છે, જેઓ એકિનાવા ટાપુમાં યુએસ કડેના એરબેઝ નજીક કામ કરી રહ્યા હતા. તે જ સમયે આ વિસ્ફોટ થયો. મળી રહેલી માહિતી અનુસાર, આ હુમલા ઘણા સૈનિકો ઘાયલ થયા છે. જેઓને ઈજાઓ મોટે ભાગે આંગળીઓ પર થઈ હોવાનું કહેવાય છે, જે જીવલેણ નથી. અમેરિકી અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે આ ઘટનામાં કોઈ અમેરિકન સૈનિકને નુકસાન થયું નથી, અને તેઓ આ મામલે જાપાની સત્તાધીશો સાથે સંપર્કમાં છે.
વિસ્ફોટનું કારણ
પ્રારંભિક તપાસમાં વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. જોકે, જાપાનના ઓકિનાવા સહિતના ઘણા વિસ્તારોમાં બીજા વિશ્વયુદ્ધના સમયના ન ફૂટેલા બોમ્બ હજુ પણ દફનાયેલા છે. આવા બોમ્બ બાંધકામ, ખોદકામ કે અન્ય પ્રવૃત્તિઓ દરમિયાન મળી આવે છે, જે ઘણીવાર જોખમી હોય છે. ગત ઓક્ટોબરમાં પણ દક્ષિણ જાપાનના મિયાઝાકી એરપોર્ટ પર એક અમેરિકન યુદ્ધકાળના બોમ્બના વિસ્ફોટથી રનવેમાં મોટો ખાડો પડ્યો હતો, જેના કારણે 80થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ હતી. આવી ઘટનાઓ યુદ્ધના અવશેષોના જોખમને ઉજાગર કરે છે.
અધિકારીઓની પ્રતિક્રિયા
અમેરિકી સૈન્ય અધિકારીઓએ વિસ્ફોટની પુષ્ટિ કરી અને જણાવ્યું કે, કડેના એરબેઝ પર થયેલી આ ઘટનાની તપાસ ચાલી રહી છે. જાપાની સેનાના અધિકારીઓએ પણ પુષ્ટિ કરી કે ઘાયલ સૈનિકો ઓર્ડનન્સ નિષ્ક્રિય કરવાની તાલીમ લીધેલા નિષ્ણાતો હતા. જોકે, વિસ્ફોટનું ચોક્કસ કારણ, બોમ્બનો પ્રકાર કે અન્ય વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. ઓકિનાવા પ્રાંતની સરકારે આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે, કારણ કે આ એરબેઝ આસપાસના સ્થાનિક સમુદાયો માટે સંવેદનશીલ મુદ્દો રહ્યો છે.
ઓકિનાવામાં અમેરિકન એરબેઝનું મહત્વ
કડેના એરબેઝ એ ઓકિનાવામાં અમેરિકન સૈન્યનું મુખ્ય કેન્દ્ર છે, જે એશિયા-પેસિફિક ક્ષેત્રમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. આ એરબેઝ યુએસ એરફોર્સ દ્વારા સંચાલિત છે અને અહીં નિયમિત રીતે સૈન્ય કવાયતો અને અન્ય પ્રવૃત્તિઓ થાય છે. જોકે, સ્થાનિક રહેવાસીઓ દ્વારા અમેરિકી સૈન્યની હાજરી વિરુદ્ધ વારંવાર વિરોધ પ્રદર્શનો થતા રહ્યા છે, અને આવી ઘટનાઓ આ વિવાદોને વધુ હવા આપે છે.
આ પણ વાંચો : અમેરિકામાં ભારતીય વિદ્યાર્થી સાથે ગુનેગાર જેવું વર્તન, જમીન પર પછાડી હાથકડી પહેરાવી અને પછી..!