ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દિલ્હી બાદ પાકિસ્તાનના રાજધાની ઈસ્લામાબાદમાં વિસ્ફોટ! 10 થી વધુના મોત

Explosion in Pakistan's capital Islamabad : દેશની રાજધાની દિલ્હી બાદ પડોશી દેશ પાકિસ્તાન પણ વિસ્ફોટથી થથડ્યું છે. જીહા, આજે મંગળવારે બપોરે લગભગ 12:30 વાગ્યાની આસપાસ ઈસ્લામાબાદ હાઈકોર્ટ સંકુલની બહાર એક પ્રચંડ વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તારમાં ડર ફેલાઈ ગયો હતો.
03:16 PM Nov 11, 2025 IST | Hardik Shah
Explosion in Pakistan's capital Islamabad : દેશની રાજધાની દિલ્હી બાદ પડોશી દેશ પાકિસ્તાન પણ વિસ્ફોટથી થથડ્યું છે. જીહા, આજે મંગળવારે બપોરે લગભગ 12:30 વાગ્યાની આસપાસ ઈસ્લામાબાદ હાઈકોર્ટ સંકુલની બહાર એક પ્રચંડ વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તારમાં ડર ફેલાઈ ગયો હતો.
Pakistan_Islamabad_Bomb_Blast_Gujarat_First

Explosion in Pakistan's capital Islamabad : દેશની રાજધાની દિલ્હી બાદ પડોશી દેશ પાકિસ્તાન પણ વિસ્ફોટથી થથડ્યું છે. જીહા, આજે મંગળવારે બપોરે લગભગ 12:30 વાગ્યાની આસપાસ ઈસ્લામાબાદ હાઈકોર્ટ સંકુલ (Islamabad High Court Complex) ની બહાર એક પ્રચંડ વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તારમાં ડર ફેલાઈ ગયો હતો. કાર પાર્કિંગ વિસ્તારમાં પાર્ક કરેલા એક વાહનમાં આ વિસ્ફોટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે, જ્યારે અનેક નાગરિકો અને વકીલો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. વિસ્ફોટનો અવાજ એટલો જોરદાર હતો કે તે દૂર દૂર સુધી સંભળાયો હતો, જેના કારણે આસપાસના રહેવાસીઓમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું.

ઘટનાની વિગતો અને મૃત્યુઆંક

કોર્ટ પરિસરમાં સામાન્ય રીતે ભારે ટ્રાફિક અને લોકોની ભીડ રહે છે, અને આ કરુણ ઘટના ત્યારે જ બની જ્યારે કોર્ટની કામગીરીમાં વધુ લોકોની હાજરી હતી. સ્થાનિક પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, વિસ્ફોટના સમયે પાર્કિંગ વિસ્તારમાં વાહનોની અવરજવર અને લોકોની હાજરી વધુ હતી. આ પ્રચંડ વિસ્ફોટમાં અનેક નિર્દોષ નાગરિકોની સાથે સાથે કોર્ટમાં હાજર રહેલા વકીલો પણ ઘાયલ થયા છે. સ્થળ પર હાજર સુરક્ષાકર્મીઓ અને બચાવ દળોએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સઘન સારવાર ચાલી રહી છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે, કારણ કે કેટલાક ઘાયલોની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું? (Islamabad Blast)

વિસ્ફોટના ચોક્કસ કારણ અંગે હાલ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે, પરંતુ પ્રારંભિક અહેવાલો અને નિરીક્ષણો સૂચવે છે કે આ વિસ્ફોટ કોઈ મોટો બોમ્બ બ્લાસ્ટ નહીં, પરંતુ સિલિન્ડર વિસ્ફોટ હોઈ શકે છે. પોલીસના વડાએ પત્રકારોને જણાવ્યું કે, "પ્રથમ દૃષ્ટિએ, આ ઘટના વાહનમાં રહેલા સિલિન્ડરના વિસ્ફોટને કારણે થઈ હોય તેવું લાગે છે. જોકે, અમે કોઈ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા તમામ પાસાઓની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છીએ." ઘટનાસ્થળે સુરક્ષા દળો ઉપરાંત ફોરેન્સિક ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે. આ ટીમો વિસ્ફોટના પ્રકાર, તેમાં ઉપયોગમાં લેવાયેલા પદાર્થો અને કોઈ સંભવિત બેદરકારી અથવા અન્ય ખરાબ ઇરાદાની સંડોવણી છે કે કેમ, તેની વિગતવાર તપાસ કરી રહી છે. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ વિસ્ફોટનું ચોક્કસ કારણ જાણી શકાશે.

સુરક્ષા વ્યવસ્થા અને કોર્ટની કાર્યવાહી પર અસર

આ ગમખ્વાર ઘટના બાદ, સત્તાધીસોએ તાત્કાલિક પગલાં લીધા છે. વિસ્ફોટ થયેલા સમગ્ર કોર્ટ સંકુલ અને તેની આસપાસના વિસ્તારોને પોલીસે સંપૂર્ણપણે સીલ કરી દીધા છે, જેથી પુરાવાઓ સુરક્ષિત રહે અને આગળની તપાસ સરળ બની શકે. વળી ઈસ્લામાબાદની અન્ય કોર્ટ અને મહત્વપૂર્ણ સરકારી ઇમારતોની આસપાસની સુરક્ષા વ્યવસ્થામાં તુરંત વધારો કરવામાં આવ્યો છે. આ કરુણ ઘટનાને પગલે કોર્ટ સંકુલની તમામ પ્રવૃત્તિઓ અને કાર્યવાહીને હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો :  Delhi Red Fort Blast: દિલ્હીમાં થયો મોટો આતંકી હુમલો, એક કારમાં બ્લાસ્ટ અને દેશ દહેશતમાં

Tags :
Blast In CarCar Bomb IslamabadCourt Bomb Blastdelhi blastExplosion in PakistanGujarat FirstIslamabadIslamabad ExplosionIslamabad Explosion DeathsIslamabad High CourtPakistanPakistan BlastPakistan Court ExplosionTerror Attack Islamabad
Next Article