Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Iran Blast : ઈરાનના બંદર અબ્બાસ સહિત અનેક વિસ્તારોમાં બ્લાસ્ટ, અનેક લોકોના મોત

Iran Blast : ઈરાનના દક્ષિણ બંદર અબ્બાસ સહિતના વિસ્તારોમાં ફરી એક વખત બ્લાસ્ટ થયો છે. ઈરાનના રાજ્ય સરકારના મીડિયાએ આપેલી માહિતી અનુસાર આ વિસ્ફોટ શહેરમાં આવેલી બહુમાળી ઈમારતમાં થયો હતો. વિસ્ફોટનું કારણ જોકે હાલમાં સ્પષ્ટ થયું નથી. IRGC ના એક ગેસ્ટહાઉસને નિશાન બનાવવામાં આવ્યુ હોવાનું સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે. તેમજ મીડિયા અહેવાલ અનુસાર આ હુમલામાં અનેક લોકોના મોત નિપજ્યાં છે.
iran blast   ઈરાનના બંદર અબ્બાસ સહિત અનેક વિસ્તારોમાં બ્લાસ્ટ  અનેક લોકોના મોત
Advertisement
  • Iran Blast :  ઈરાનના બંદર અબ્બાસ સહિત અનેક વિસ્તારોમાં બ્લાસ્ટ
  • બ્લાસ્ટમાં અનેક લોકોના મોત નિપજ્યાં
  • પરમાણુ ધરાવતા 3 શહેરોમાં પણ વિસ્ફોટ થયાની આશંકા

Iran Blast : ઈરાનના દક્ષિણ બંદર અબ્બાસ સહિતના વિસ્તારોમાં ફરી એક વખત બ્લાસ્ટ થયો છે. ઈરાનના રાજ્ય સરકારના મીડિયાએ આપેલી માહિતી અનુસાર આ વિસ્ફોટ શહેરમાં આવેલી બહુમાળી ઈમારતમાં થયો હતો. વિસ્ફોટનું કારણ જોકે હાલમાં સ્પષ્ટ થયું નથી. IRGC ના એક ગેસ્ટહાઉસને નિશાન બનાવવામાં આવ્યુ હોવાનું સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે.

તેમજ મીડિયા અહેવાલ અનુસાર આ હુમલામાં અનેક લોકોના મોત નિપજ્યાં છે. આ વિસ્ફોટ એવા સમયે થયો હતો જ્યારે ગલ્ફ ક્ષેત્રમાં યુએસ લશ્કરી પ્રવૃત્તિ વધી રહી હતી, જેના કારણે વિસ્ફોટ (Iran Blast )અંગે અટકળો અને ચિંતા વધી ગઈ હતી. દરમિયાન, ઇઝરાયલે જણાવ્યું છે કે ઇઝરાયલ કે અમેરિકા બંનેમાંથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

Advertisement

વિસ્ફોટોમાં ચાર બાળકો સહિત 14 લોકોના મોત થયાના અહેવાલ છે. અત્યાર સુધીમાં 6 શહેરોમાંથી વિસ્ફોટોની તસવીરો સામે આવી છે. ઘણા વિસ્ફોટ રહેણાંક ઇમારતોમાં થયા છે. બંદર અબ્બાસ પોર્ટને સૌથી વધુ નુકસાન થયું છે, જેમાં પરમાણુ પ્લાન્ટ ધરાવતા ત્રણ શહેરોનો સમાવેશ થાય છે. વિસ્ફોટો પરાંદ, તવરીજ અને અહવાજ શહરેમાં પણ વિસ્ફોટ થયા હતા.

Advertisement

Iran Blast : વિસ્ફોટ ક્યાં થયા?

ત્રણ ઈરાની પરમાણુ પાવર પ્લાન્ટમાં વિસ્ફોટ થયા. આમાં ઇસ્ફહાન, નતાન્ઝ અને સવેહનો સમાવેશ થાય છે. ઇરાનના ત્રણેય શહેરોમાં પરમાણુ ઉર્જા પ્લાન્ટ છે. વધુમાં, પાકદાશ્ત શહેરમાં મોટા વિસ્ફોટ થયા.

સ્થાનિક લોકોએ શું કહ્યું?

ઇરાનની સરકારી ટેલિવિઝન ચેનલ અનુસાર, બંદર અબ્બાસમાં મોઆલેમ બુલવર્ડ પર સ્થિત આઠ માળની ઇમારતમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો મોટો હતો કે ઇમારતના બે માળ સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. નજીકમાં પાર્ક કરેલા અનેક વાહનોને નુકસાન થયું હતું અને નજીકની દુકાનોને પણ નુકસાન થયું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વિસ્ફોટનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો, જેના કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.

નૌકાદળના કમાન્ડર પર હુમલો!

વિસ્ફોટમાં ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડના નૌકાદળના કમાન્ડરને નિશાન બનાવવામાં આવ્યા હતા. દરમિયાન, ઈરાની આર્મી ચીફ અમીર હાતમીએ રાષ્ટ્રીય સુરક્ષા અંગે કડક નિવેદન જારી કર્યું છે. તેમણે કહ્યું કે ઈરાની દળો સંપૂર્ણપણે સતર્ક છે અને કોઈપણ સંભવિત હુમલાનો જવાબ આપવા માટે તૈયાર છે. હાતમીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાએ ગલ્ફ ક્ષેત્રમાં તેની લશ્કરી હાજરી વધારી દીધી છે.

ઇઝરાયલે શું કહ્યું?

બે ઇઝરાયલી અધિકારીઓએ રોઇટર્સને જણાવ્યું હતું કે ઇરાનમાં આજે થયેલા વિસ્ફોટોમાં ઇઝરાયલનો હાથ નથી. ઇરાની રાજ્ય મીડિયા અનુસાર, વિસ્ફોટ બંદર અબ્બાસ શહેરમાં એક રહેણાંક ઇમારતમાં થયો હતો. રાજ્ય ટેલિવિઝનએ જણાવ્યું હતું કે વિસ્ફોટ શહેરના મોઆલેમ બુલવર્ડ વિસ્તારમાં 8 માળની ઇમારતમાં થયો હતો, જેમાં બે માળ, અનેક વાહનો અને દુકાનો નાશ પામી હતી.

આ પણ વાંચો: US : અમેરિકાનો ભારતને વધુ એક ઝટકો ! સોલાર એલાયન્સ સહિત 66 આંતરરાષ્ટ્રીય સંગઠનોમાંથી બહાર નીકળ્યું અમેરિકા

Tags :
Advertisement

.

×