Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

FBI New Year Terror Plot: અમેરિકામાં નવા વર્ષની ઉજવણી પર આતંકી હુમલાનો પ્લાન FBIએ નિષ્ફળ બનાવ્યો!

નવા વર્ષની પૂર્વ સંધ્યાએ અમેરિકાના ઉત્તર કેરોલિનામાં ISIS પ્રેરિત આતંકવાદી હુમલાનું કાવતરું FBI એ નિષ્ફળ બનાવ્યું છે. સુરક્ષા એજન્સીઓએ ૧૮ વર્ષીય શંકાસ્પદ ક્રિસ્ટન સ્ટર્ડિવન્ટની ધરપકડ કરી છે. તપાસમાં તેની ડાયરીમાંથી છરી અને હથોડા વડે ૨૦ થી વધુ લોકો તથા પોલીસ અધિકારીઓની હત્યા કરવાની ભયાનક યોજના મળી આવી છે. છેલ્લા એક વર્ષથી આ હુમલાનું આયોજન કરી રહેલા આ યુવાન પર વિદેશી આતંકી સંગઠનને મદદ કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
fbi new year terror plot  અમેરિકામાં નવા વર્ષની ઉજવણી પર આતંકી હુમલાનો પ્લાન fbiએ નિષ્ફળ બનાવ્યો
Advertisement
  • અમેરિકા FBI એ આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવ્યો (FBI New Year Terror Plot) 
  • નવા વર્ષની પૂર્વ સંધ્યાએ મોટો હુમલો કરવાની હતી યોજના
  • FBI એ 18 વર્ષીય યુવાનને ઝડપી પાડ્યો

સમગ્ર વિશ્વ જ્યારે નવા વર્ષ 2026ના સ્વાગતની તૈયારીઓમાં મગ્ન હતું, ત્યારે અમેરિકામાં એક ભયાનક આતંકવાદી હુમલાનું કાવતરું ઘડાઈ રહ્યું હતું. અમેરિકી તપાસ એજન્સી FBI (ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન) એ શુક્રવારે એક સનસનાટીપૂર્ણ ખુલાસો કરતા જણાવ્યું છે કે, તેમણે ઉત્તર કેરોલિનામાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ થનારા આતંકી હુમલાના પ્લાનને સમયસર નિષ્ફળ બનાવી દીધો છે.

FBI New Year Terror Plot:   ISISની વિચારધારાથી પ્રેરિત હતો 18 વર્ષનો ક્રિસ્ટન

તપાસમાં સામે આવ્યું છે કે આ ભયાનક કાવતરાનો માસ્ટરમાઇન્ડ માત્ર ૧૮ વર્ષનો યુવાન ક્રિસ્ટન સ્ટર્ડિવન્ટ હતો. એજન્સીના જણાવ્યા અનુસાર, ક્રિસ્ટન (Kristen Sturdivant ) આતંકવાદી સંગઠન ISIS (ઇસ્લામિક સ્ટેટ) ની કટ્ટરપંથી વિચારધારાથી ભારે પ્રભાવિત હતો. તે છેલ્લા એક વર્ષથી આ હુમલા માટે ઝીણવટભર્યું પ્લાનિંગ કરી રહ્યો હતો. તેનો મુખ્ય ટાર્ગેટ નવા વર્ષની ઉજવણીમાં ઉમટેલી સામાન્ય જનતા અને સુરક્ષામાં તૈનાત પોલીસ અધિકારીઓ હતા.

Advertisement

Advertisement

FBI New Year Terror Plot : ડાયરીમાં લખ્યો હતો 20 લોકોને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન

FBI એ જ્યારે ક્રિસ્ટનના (Kristen Sturdivant arrest FBI)  ઘરની તલાશી લીધી ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. તપાસ દરમિયાન એક હસ્તલિખિત ડાયરી મળી આવી છે, જેમાં હુમલાની બ્લુ-પ્રિન્ટ તૈયાર કરવામાં આવી હતી. આ આતંકીએ બંદૂકને બદલે છરી અને હથોડા જેવા હથિયારોથી ઓછામાં ઓછા ૨૦ લોકોને ક્રૂરતાપૂર્વક મારી નાખવાની યોજના બનાવી હતી. તે ભીડભાડ વાળા વિસ્તારોમાં જઈને અંધાધૂંધ હુમલો કરવા માંગતો હતો.

FBIની મોટી કાર્યવાહી

પ્રેસ બ્રીફિંગ દરમિયાન FBI અધિકારીએ જણાવ્યું કે, "આ યુવાન વિદેશી આતંકવાદી સંગઠન ISIS ને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અમે તેના પર આતંકી સંગઠનને ટેકો આપવા અને જનસંહારના પ્રયાસના ગંભીર આરોપો મૂક્યા છે." હાલમાં આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: આતંકી મસૂદ અઝહરનો ઓડિયો વાયરલ, IC-814 હાઇજેકિંગ અંગે કર્યા ચોંકાવનારા ખુલાસા

Tags :
Advertisement

.

×