ચીન અને અમેરિકી વિદેશ મંત્રી વચ્ચે ઉગ્ર બોલાચાલી, ડ્રેગને કહ્યું તમારી મર્યાદામાં રહો
- અમેરિકી વિદેશ મંત્રાલય સામે ચીની વિદેશ મંત્રીની ઉગ્ર બોલાચાલી
- ચીની વિદેશ મંત્રીએ અમેરિકી વિદેશ મંત્રાલયની ઝાટકણી કાઢી હતી
- માર્કો રુબિયો પહેલાથી જ ચીનની ઉગ્ર નીતિઓના વિરોધી રહ્યા છે
નવી દિલ્હી : ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ શુક્રવારે અમેરિકાના નવા વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે ફોન પર વાત કરી અને એક વાક્ય કહ્યું, જેનો સીધો અર્થ છે કે કાયદામાં રહો. સમાચાર એજન્સી એપીએ ચીની વિદેશ મંત્રાલયનો એક નિવેદન ટાંકટા કહ્યું કે, વાંગ યીએ રુબિયોને કહ્યું કે, મને આશા છે કે, તમે તેના અનુસાર કામ કરશો. તેમણે એક ચીની વાક્યાંશનો ઉપયોગ કર્યો જેને સામાન્ય રીતે એક શિક્ષક અથવા તો બોસ કોઇ વિદ્યાર્થી કે કર્મચારીઓને વ્યવહાર સુધારવા માટે કરે છે
ચીનની વિરુદ્ધ મુખર રહ્યા છે માર્કો રુબિયો
માર્કો રુબિયોએ ચીનનો વિરોધ માનવામાં આવે છે. જ્યારે તેઓ સાંસદ હતા ત્યારે તેમણે ચીનની વિરુદ્ધ અનેક વખત નિવેદનો આપ્યા છે. તેમણે ચીનના માનવાધિકાર રેકોર્ડ પર પણ સવાલો ઉઠાવ્યા છે. ચીની સરકારે 2020 માં તેમના પર બે વખત પ્રતિબંધ લગાવ્યા હતા.
આ પણ વાંચો : Mahakumbh: મેં 12 વર્ષ સુધી કઠોર તપ કર્યું, બ્રહ્મચર્ય નિભાવ્યું છે: મહામંડલેશ્વર યમાઈ મમતાગિરિ
બંન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી
અમેરિકા તરફથી ચીની વિદેશ મંત્રીના વાક્યાંશનો ઉલ્લેખ કરતા પરહેજ કરવામાં આવ્યો છે. અમેરિકી વિદેશ મંત્રાલયે કહ્યું કે, રુબિયોએ વાંગને કહ્યું કે, ટ્રમ્પ તંત્ર ચીનની સાથે પોતાના સંબંધોમાં અમેરિકી હિતોના આગળ વધારશે. નિવેદનમાં તાઇવાન અને દક્ષિણ ચીન સાગરમાં ચીનની બલપૂર્વક કાર્યવાહી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી.
અમેરિકા-ચીનના સંબંધો
અમેરિકા અનેક વખત ચીનને પોતાના માટે ખતરો ગણાવતું રહ્યું છે. બીજી તરફ ચીને પણ અમેરિકા અને પશ્ચિમ દેશોને પોતાના સંપ્રભુતા માટે ખતરો ગણાવ્યો છે. હાલમાં ચ જીની ગુપ્તચર વિભાગે કહ્યું કે, અમેરિકા સહિત અનેક પશ્ચિમી દેશો એજન્ટ ચીનની માહિતી ચોરવા માંગે છે. આ મહિનાની શરૂઆતમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બનેલા ડોલાન્ડ ટ્રમ્પ પણ પોતાના કટ્ટર ચીન વિરોધ વલણ માટે જાણીતા છે. તેમનું લક્ષ્યાંક ચીનને સામરિક અને આર્થિક બંન્ને પ્રકારે પડકારે છે.
આ પણ વાંચો : ICC Men’s T20I Team: વિશ્વની સર્વશ્રેષ્ઠ ટીમ જાહેર, માત્ર 4 ખેલાડીઓને મળ્યું સ્થાન