Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

અમેરિકાની કસ્ટડીમાં વેનેઝુએલાના પ્રમુખ, માદુરોનો એરેસ્ટ બાદનો પહેલો ફોટોગ્રાફ આવ્યો સામે

અમેરિકાના હુમલા બાદ વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ કરવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ખુલ્લેઆમ આ ઓપરેશનનો દેખાડો શરૂ કર્યો છે. બીજી તરફ એક દેશના રાષ્ટ્રપ્રમુખને ગુનેગારની જેમ એરેસ્ટ કરવાની વાત કોઈના ગળે ઉતરી નથી. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે સોશયલ મીડિયા પર માદુરોની ધરપકડ સાથે જોડાયેલી એક તસવીર વાયરલ થઈ છે, જેમાં અમેરિકાના સૈન્ય દળ, માદુરોને એરેસ્ટ કરતા દેખાઈ રહ્યા છે.
અમેરિકાની કસ્ટડીમાં વેનેઝુએલાના પ્રમુખ  માદુરોનો એરેસ્ટ બાદનો પહેલો ફોટોગ્રાફ આવ્યો સામે
Advertisement

. અમેરિકાનો વેનેઝુએલા પર હુમલો
.વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ અને તેમના પત્નીને અમેરિકાએ કર્યા એરેસ્ટ
વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખને તેમની પત્ની સાથે લઈ જવાયા દેશનીબહાર

કારાકાસ: અમેરિકાના હુમલા બાદ વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ કરવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ખુલ્લેઆમ આ ઓપરેશનનો દેખાડો શરૂ કર્યો છે.

Advertisement

બીજી તરફ એક દેશના રાષ્ટ્રપ્રમુખને ગુનેગારની જેમ એરેસ્ટ કરવાની વાત કોઈના ગળે ઉતરી નથી. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે સોશયલ મીડિયા પર માદુરોની ધરપકડ સાથે જોડાયેલી એક તસવીર વાયરલ થઈ છે, જેમાં અમેરિકાના સૈન્ય દળ, માદુરોને એરેસ્ટ કરતા દેખાઈ રહ્યા છે.

Advertisement

આ તસ્વીરને ધડાધડ શેયર કરાઈ રહી છે. પરંતુ હજી સુધી આ તસવીરની કોઈ પુષ્ટિ થઈ શકી નથી.

ટ્રમ્પની ઘોષણા

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર લખ્યું છે કે અમેરિકાએ વેનેઝુએલા અને તેના નેતા રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોની વિરુદ્ધ એક મોટા પ્રમાણનો હુમલો સફળતાપૂર્વક કર્યો છે. તેમને તેમની પત્ની સાથે પકડી લેવામાં આવ્યા છે અને દેશની બહાર લઈ જવાયા છે. આ ઓપરેશન અમેરિકાની લૉ એન્ફોર્સમેન્ટ સાથે મળીને કરવામાં આવ્યું હતું. વધુ જાણકારી જલ્દી આપવામાં આવશે. આજે સવારે 11 વાગ્યે માર-એ-લોગોમાં એક ન્યૂઝ કોન્ફરન્સ થશે. આ મામલા પર ધ્યાન આપવા માટે ધન્યવાદ.

શનિવારે સવારે વેનેઝુએલાની રાજધાની કારાકાસ અને અન્ય બીજા વિસ્તારોમાં ઘણાં વિસ્ફોટ અને ઓછી ઊંચાઈ પર ઉડનારા વિમાનો જેવા અવાજો સંભળાયા. શનિવારે સવારે 2 વાગ્યે કારાકાસમાં વિમાનો ઉડવા જેવા અવાજની સાથે જોરદાર વિસ્ફોટ સંભળાયા હતા.

વેનેઝુએલા સરકારે એક નિવેદનમાં કહ્યું છે કે હુમલા રાજદાની કારાકાસની સાથે મિરાંડા, અરાગુઆ અને લા ગુએરા રાજ્યોમાં પણ થયા છે.

આ પણ વાંચો:વેનેઝુએલાને ટ્રમ્પે આખરે શા માટે બનાવ્યું નિશાન? અમેરિકાની માદુરોના ક્યા ખજાના પર છે નજર?

Tags :
Advertisement

.

×