આવી ગંભીર સ્થિતિમાં ફ્લાઇટમાં મુસાફર તરીકે હાજર 2 વધારાના Flydubai પાયલોટ (Pilots) ઝડપથી કોકપિટમાં પહોંચ્યા, વિમાનનો કંટ્રોલ સંભાળ્યો અને તેને સ્થિર કરીને મોટી દુર્ઘટના ટાળવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. આ બંને પાયલોટની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. Flydubaiએ તેમને ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા ક્રૂ મેમ્બર્સ તરીકે ઓળખાવ્યા છે, પરંતુ તેમના નામ જાહેર ન કરવા પાછળનું કારણ સ્પષ્ટ કર્યું નથી.
Advertisement ![Navratri Banner]()
Planeમાં વધારાના 2 Pilots કેમ હતા?
FZ1073માં કુલ 182 લોકો સવાર હતા. તેમાં 174 મુસાફરો ઉપરાંત 8 ક્રૂ મેમ્બર્સ હતા. ફ્લાઇટમાં હાજર 2 વધારાના પાયલોટ તે સમયે વિમાન ઉડાવી રહ્યા નહોતા. તેઓ તેલ અવીવ પહોંચ્યા બાદ આ જ વિમાનને દુબઈ પરત લાવવાની આગામી ડ્યૂટી માટે મુસાફર તરીકે જઈ રહ્યા હતા. Aviation Industryમાં આવી વ્યવસ્થાને ‘Deadheading’ અથવા ‘Positioning Crew’ કહેવામાં આવે છે.
એટલે એરલાઇન પોતાના પાયલોટ અથવા ક્રૂને આગામી ફ્લાઇટ ઓપરેટ કરવા માટે મુસાફર તરીકે બીજા સ્થળે પહોંચાડે છે. સામાન્ય મુસાફરોને શરૂઆતમાં ખબર પણ નહોતી કે તેમની વચ્ચે 2 પ્રશિક્ષિત પાયલોટ હાજર છે.
Captain પર હુમલા બાદ Cockpitમાં મચી અફરાતફરી
ફ્લાઇટ દરમિયાન ભારતીય કેપ્ટન સ્મિત મચ્છાર પર ઓમાની કો-પાયલોટે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા કેપ્ટન મચ્છાર હુમલાનો સામનો કરતા રહ્યા અને અંતે કોકપિટનો દરવાજો Unlock કરવામાં સફળ રહ્યા. આ દરમિયાન વિમાન ઝડપથી નીચે આવી રહ્યું હતું. ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા મુજબ વિમાન લગભગ 34,000 ફૂટની ઊંચાઈ પરથી તીવ્ર રીતે નીચે પડ્યું અને પ્રથમ મોટા descentમાં 17,000 ફૂટથી વધુ ઊંચાઈ ગુમાવી હતી.
દરવાજો ખુલ્યા બાદ એક મુસાફરે કો-પાયલોટને કોકપિટમાંથી ખેંચી બહાર કાઢ્યો અને અન્ય મુસાફરો તથા ક્રૂ મેમ્બર્સે તેને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો. એ જ ક્ષણે ફ્લાઇટમાં રહેલા 2 વધારાના પાયલોટમાંથી એક ઝડપથી આગળ વધ્યો અને લોકોની વચ્ચે થઈ કોકપિટમાં પહોંચ્યો. થોડા સમય બાદ બીજો પાયલોટ પણ તેની પાછળ કોકપિટમાં ગયો અને બંનેએ દરવાજો બંધ કરી વિમાનનો કંટ્રોલ પોતાના હાથમાં લીધો.
10 મિનિટથી વધુ સમય સુધી Planeને સ્થિર કરવાનો સંઘર્ષ
ફ્લાઇટની બીજી હરોળમાં બેઠેલા મુસાફર ડેનિયલ શ્લિક્ટર (Daniel Schlichter)એ Associated Pressને જણાવ્યું કે પહેલા પાયલોટે અત્યંત ઝડપથી પ્રતિક્રિયા આપી અને કોકપિટમાં પહોંચી કંટ્રોલ સંભાળ્યો. તેમના જણાવ્યા મુજબ, વિમાન એટલી ગંભીર સ્થિતિમાં હતું કે તેને સંપૂર્ણપણે સ્થિર કરવામાં લગભગ 10 મિનિટ કે તેથી વધુ સમય લાગ્યો હતો. તીવ્ર descent દરમિયાન વિમાનના Rudderનો એક ભાગ પણ ક્ષતિગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન પાયલોટોએ Mayday Call કરીને નજીકના સુરક્ષિત એરપોર્ટ પર ઉતરવાની વ્યવસ્થા શરૂ કરી.
મુસાફરોને લાગ્યું, ‘ક્યાંક Plane Hijack તો નહીં થાય?’
વિમાન સ્થિર થયા બાદ પણ મુસાફરોનો ડર તરત દૂર થયો નહોતો. બંને પાયલોટ કોકપિટમાં ગયા બાદ લાંબા સમય સુધી મુસાફરો સાથે સીધી વાતચીત થઈ નહોતી. ડેનિયલ શ્લિક્ટરના જણાવ્યા મુજબ, કેટલાક મુસાફરોને આશંકા થવા લાગી કે આ અજાણ્યા લોકો કોણ છે અને ક્યાંક તેઓ જ વિમાનને Hijack કરીને ઈરાન તરફ તો નહીં લઈ જાય. કારણ કે મુસાફરોને શરૂઆતમાં તેમની સાચી ઓળખ વિશે માહિતી નહોતી.
લગભગ 45 મિનિટ બાદ કોકપિટમાંથી જાહેરાત કરવામાં આવી કે ફ્લાઇટને સાઉદી અરેબિયાના તબૂક (Tabuk)માં ઉતારવામાં આવશે અને હવે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. આ જાહેરાત સાંભળ્યા બાદ મુસાફરોએ રાહત અનુભવી. આખરે બંને પાયલોટોએ વિમાનને સ્થિર રાખવામાં અને તબૂકમાં સુરક્ષિત Emergency Landing સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી.
નામ અજાણ્યા, પરંતુ મુસાફરો માટે ‘Heroes’
આ બંને પાયલોટ કોણ હતા તે હજુ જાહેર થયું નથી. Flydubaiએ તેમની ભૂમિકા સ્વીકારી છે, પરંતુ નામ અને અન્ય ઓળખ જાહેર કરી નથી. મુસાફરોના મતે, કેપ્ટન સ્મિત મચ્છારની હિંમત, હુમલાખોરને કાબૂમાં લેનારા મુસાફરો અને યોગ્ય સમયે કોકપિટમાં પહોંચેલા આ 2 પાયલોટના સંયુક્ત પ્રયાસથી મોટી દુર્ઘટના ટળી.
ડેનિયલ શ્લિક્ટરે તો કોકપિટમાં સૌપ્રથમ પહોંચેલા પાયલોટને ‘Hero’ ગણાવતા કહ્યું કે મુશ્કેલ ક્ષણે તેની ઝડપી સમજ અને નિર્ણયક્ષમતાએ ફ્લાઇટમાં સવાર લોકોના જીવ બચાવવામાં મોટી ભૂમિકા ભજવી. એક સામાન્ય ‘Deadheading’ વ્યવસ્થાને કારણે આ 2 પાયલોટ સંયોગથી તે ફ્લાઇટમાં હાજર હતા, પરંતુ કટોકટીની ક્ષણે તેમની હાજરી FZ1073માં સવાર 182 લોકો માટે જીવનરક્ષક સાબિત થઈ.
આ પણ વાંચો : Flydubai Incident : Cockpit હુમલા પાછળ 'Terror Angle'? UAE અને સાઉદી એજન્સીઓ તપાસમાં જોડાઈ, સનસનાટીભર્યો ખુલાસા
આ પણ વાંચો : Smit Machchhar કોકપીટમાં કુહાડીથી હુમલો, UAE એ ઘટનાને ગણાવી 'આતંકી કૃત્ય'