Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

World War II બાદ પહેલીવાર જર્મનીએ બીજા દેશમાં મોકલી સૈના, શું છે મુખ્ય કારણ...?

Germanyએ લિથુઆનિયામાં લગભગ 5,000 સૈનિકો સ્ટેન્ડબાય કર્યા છે. આની પાછળનો મુખ્ય હેતુ NATOના પૂર્વીય ભાગનું રક્ષણ કરવાનો છે. આ જર્મનીનું એક મહત્વપૂર્ણ પગલું છે.
world war ii બાદ પહેલીવાર જર્મનીએ બીજા દેશમાં મોકલી સૈના  શું છે મુખ્ય કારણ
Advertisement
  • Germanyએ લિથુઆનિયામાં લગભગ 5,000 સૈનિકો સ્ટેન્ડબાય કર્યા
  • આ સૈનિકોનું નેતૃત્વ બ્રિગેડિયર જનરલ ક્રિસ્ટોફ હ્યુબર કરશે
  • World War II પછી પહેલી વાર આ નિર્ણય લેવામાં આવ્યો છે
  • આ ઉપરાંત જર્મનીએ તેનું defense budget વધાર્યુ છે

Berlin: જર્મનીએ લિથુઆનિયામાં 5,000 સૈનિકો સ્ટેન્ડબાય કરીને ખૂબ જ મહત્વપૂર્ણ અને ચોંકાવનારું પગલું ભર્યુ છે. જર્મનીએ આ નિર્ણય World War II પછી પહેલીવાર લીધો છે. જેમાં તેણે પોતાના સૈનિકોને વિદેશી ધરતી પર મોકલ્યા છે. યુક્રેન યુદ્ધ પછી રશિયા તરફથી વધી રહેલા ખતરાને ધ્યાનમાં રાખીને જર્મનીએ આ નિર્ણય લીધો છે. આ નિર્ણયથી જર્મની તેના નાટો સાથીઓ સાથે મળીને, યુરોપના પૂર્વી ભાગની સુરક્ષાને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

Advertisement

જર્મન સૈન્ય કાયમી ધોરણે લિથુઆનિયામાં તૈનાત રહેશે

જર્મની અનુસાર લિથુઆનિયામાં 5,000 સૈનિકોની સશસ્ત્ર બ્રિગેડ કાયમી ધોરણે તૈનાત રહેશે. બીજા વિશ્વયુદ્ધ પછી જર્મનીએ ક્યારેય બીજા દેશમાં પોતાના સૈનિકોને કાયમી ધોરણે તૈનાત કર્યા નથી. લગભગ આઠ દાયકામાં પહેલી વાર જર્મની વિદેશમાં પોતાના સૈનિકો તૈનાત કરી રહ્યું છે. જર્મની માને છે કે રશિયન દળો યુક્રેન સુધી જ નહીં અટકશે પણ અન્ય યુરોપિયન દેશોમાં પણ પહોંચશે. આવી સ્થિતિમાં જર્મનીને આ પગલું ભરવું પડ્યું છે.

Advertisement

આ પણ વાંચોઃ  Pakistan એ ફરી યુદ્ધવિરામનો ભંગ કર્યો, ઘાટીમાં ગોળીબાર કર્યો, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

વર્લ્ડ વોર બાદ હંમેશા જર્મની યુદ્ધથી રહ્યું છે દૂર

વર્લ્ડ વોર-2 બાદ હંમેશા જર્મનીએ યુદ્ધથી અંતર રાખવાની નીતિ અપનાવી છે. છેલ્લા 3 વર્ષથી યુક્રેનમાં રશિયાના આક્રમણ અને પુતિનના યુરોપ પ્રત્યે આક્રમક વલણને પરિણામે જર્મનીને તેની નીતિ બદલવાની ફરજ પડી છે. જર્મની હવે નાટો સાથે મળીને યુરોપનું રક્ષણ કરશે. લિથુઆનિયામાં તૈનાત યુનિટનું નેતૃત્વ જર્મન બ્રિગેડિયર જનરલ ક્રિસ્ટોફ હ્યુબર કરે છે.

જર્મનીએ defense budgetમાં વધારો કર્યો

જર્મનીએ પોતાનો લશ્કરી ખર્ચને પહોંચી વળવા માટે ડિફેન્સ બજેટમાં વધારો કર્યો છે. જર્મનીની સંસદમાં દેવાના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી સેનાને વધુ બજેટ મળી શકશે. આ સાથે 420 અબજ પાઉન્ડનું ભંડોળ બનાવવામાં આવ્યું છે. આ ભંડોળમાંથી જર્મન સેનાને બજેટની ફાળવણી કરવામાં આવશે. જર્મન સેનાના એક ટોચના જનરલના કહેવા પ્રમાણે અમને રશિયા અને પુતિનથી ખતરો છે. આવી સ્થિતિમાં અમે જેટલા વહેલા તૈયાર થઈએ તેટલું સારું.

આ પણ વાંચોઃ  Cory Booker Longest Speech: ટ્રમ્પના મજબૂત વિરોધી! સંસદમાં 25 કલાક સતત ભાષણ આપ્યું

Tags :
Advertisement

.

×