ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Suzukiના ભૂતપૂર્વ ચેરમેન ઓસામુ સુઝુકીનું નિધન, ભારતમાં સુઝુકીની એન્ટ્રી એ સૌથી મહત્વપૂર્ણ નિર્ણય

સુઝુકી મોટર કોર્પોરેશનના ભૂતપૂર્વ ચેરમેન ઓસામુ સુઝુકીનું 94 વર્ષની વયે અવસાન થયું છે. 1958માં સુઝુકી પરિવારમાં લગ્ન કર્યા બાદ તેઓ આ બિઝનેસમાં જોડાયા હતા.
03:18 PM Dec 27, 2024 IST | Hardik Shah
સુઝુકી મોટર કોર્પોરેશનના ભૂતપૂર્વ ચેરમેન ઓસામુ સુઝુકીનું 94 વર્ષની વયે અવસાન થયું છે. 1958માં સુઝુકી પરિવારમાં લગ્ન કર્યા બાદ તેઓ આ બિઝનેસમાં જોડાયા હતા.
Osamu Suzuki Dies

Osamu Suzuki Dies: સુઝુકી મોટર કોર્પોરેશનના ભૂતપૂર્વ ચેરમેન ઓસામુ સુઝુકીનું 94 વર્ષની વયે અવસાન થયું છે. 1958માં સુઝુકી પરિવારમાં લગ્ન કર્યા બાદ તેઓ આ બિઝનેસમાં જોડાયા હતા. તેમના 40 વર્ષના કાર્યકાળ દરમિયાન તેમણે ઘણા મોટા નિર્ણયો લીધા પરંતુ ભારતમાં સુઝુકીની એન્ટ્રી એ સૌથી મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવે છે.

મારુતિ સાથે સુઝુકીની ભાગીદારી

Osamu Suzuki Dies: સુઝુકી મોટર કોર્પોરેશનના ભૂતપૂર્વ ચેરમેન ઓસામુ સુઝુકીનું 94 વર્ષની વયે અવસાન થયું. કંપનીએ જાહેરાત કરી હતી કે, 25 ડિસેમ્બરે લિમ્ફોમાના કારણે તેમનું મૃત્યુ થયું હતું. ઓસામુ સુઝુકીને કંપનીના નેટવર્ક અને વિશ્વભરમાં તેની પહોંચને વિસ્તારવા માટે યાદ કરવામાં આવશે. ભારતીય કંપની મારુતિ સાથે સુઝુકીની ભાગીદારી પણ તેમના કાર્યકાળ દરમિયાન થઈ હતી.

સુઝુકી મોટર કોર્પોરેશનની પરિવર્તન યાત્રા

ઓસામુ માત્સુદાનો જન્મ 30 જાન્યુઆરી, 1930 ના રોજ જાપાનના ગેરોમાં થયો હતો. 1958માં સુઝુકી પરિવારમાં લગ્ન કર્યા બાદ તેઓ આ બિઝનેસ ફેમિલીમાં જોડાયા હતા. તેમણે તેમની સરનેમ સાથે તેમની પત્નીનું નામ જોડ્યુ અને અહીંથી સુઝુકી મોટર કોર્પોરેશનની પરિવર્તન યાત્રા શરૂ થઈ. લગ્ન સમયે ઓસામુ બેંક કર્મચારી હતો અને તેણે શોકો સુઝુકી સાથે લગ્ન કર્યા હતા. શોકો 1909માં સ્થપાયેલી લૂમ મેન્યુફેક્ચરિંગ કંપની સુઝુકી મોટરના સ્થાપક મિચિયો સુઝુકીની પૌત્રી હતી.

સુઝુકી ઓટોમોબાઈલ જગતમાં એક મોટું નામ

ઓસામુએ લગભગ 40 વર્ષ સુધી કંપનીનું નેતૃત્વ કર્યું. આ સમયગાળા દરમિયાન તેઓએ બે વખત પ્રમુખ તરીકે સેવા આપી હતી. તેમના માર્ગદર્શન હેઠળ, સુઝુકી મોટરે ઉત્તર અમેરિકા અને યુરોપમાં તેનું નેટવર્ક વિસ્તારવા માટે જનરલ મોટર્સ અને ફોક્સવેગન સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી. આજે સુઝુકી ઓટોમોબાઈલ જગતમાં એક મોટું નામ બની ગયું છે. નાની કારથી લઈને SUV અને ટુ-વ્હીલર ઉદ્યોગમાં પણ કંપનીએ મજબૂત પકડ બનાવી છે.

ભારતમાં પ્રવેશ એ સૌથી મોટું પગલું

ઓસામુ સુઝુકીએ પોતાના કાર્યકાળ દરમિયાન કંપનીના હિતમાં ઘણા મોટા નિર્ણયો લીધા હતા. પરંતુ સૌથી મહત્વનો નિર્ણય એંસીના દાયકામાં ભારતીય બજારમાં સુઝુકીની એન્ટ્રીનો હતો. સુઝુકી મોટર કોર્પોરેશને 1982માં મારુતિ ઉદ્યોગ પ્રાઈવેટ લિમિટેડ સાથે ભાગીદારી કરી અને ભારતની સૌથી લોકપ્રિય કાર, મારુતિ 800 રજૂ કરી. આ કાર વર્ષ 1983માં લોન્ચ કરવામાં આવી હતી, જે ઘણા દાયકાઓથી દેશની સૌથી વધુ વેચાતી કાર રહી છે. આજે મારુતિ સુઝુકી દેશની સૌથી મોટી કાર મેન્યુફેક્ચરિંગ કંપની બની ગઈ છે.

ઓસામુ સુઝુકીનો કાર્યકાળ પડકારોથી ભરેલો હતો. તેમણે જાપાનમાં ઈંધણ-ઈકોનોમી ટેસ્ટિંગ કૌભાંડનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તેમણે 2016માં સીઈઓ પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. તેમના કામના છેલ્લા વર્ષો દરમિયાન, તેમણે સલાહકારની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો:  Yemen: એરપોર્ટ પર ઇઝરાયેલના હવાઈ હુમલામાં WHO ચીફ બચી ગયા, પ્લેન ક્રૂના સભ્યો ઘાયલ

Tags :
automobile worldChairmancompany's networkGeneral MotorsGujarat FirstlymphomaMarutiOsamu Suzuki DiespartnershipSuzuki Motor Corporationtwo-wheeler industryVolkswagen
Next Article