Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jimmy Carter dies : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જીમી કાર્ટરનું નિધન

અમેરિકાના 39મા રાષ્ટ્રપતિ જીમી કાર્ટરનું 100 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ 1977થી 1981 દરમિયાન રાષ્ટ્રપતિ પદ પર હતા અને ડેમોક્રેટિક પાર્ટીના મોટા નેતા હતા. કાર્ટરે જ્યોર્જિયા રાજ્યના પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા, જ્યાં તેઓ લાંબા સમયથી બીમાર હતા.
jimmy carter dies   અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જીમી કાર્ટરનું નિધન
Advertisement
  • અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જીમી કાર્ટરનું અવસાન
  • અમેરિકાના 39મા રાષ્ટ્રપતિએ 100 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા
  • વિશ્વ શાંતિના દૂત જીમી કાર્ટર હવે નથી રહ્યા
  • 1978ના કેમ્પ ડેવિડ શાંતિ કરાર માટે પ્રખ્યાત જીમી કાર્ટરનું અવસાન
  • મધ્યપૂર્વમાં શાંતિ સ્થાપનારા કાર્ટરનું અવસાન
  • નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા જીમી કાર્ટરે દુનિયાને કહ્યું અલવિદા

Jimmy Carter dies : અમેરિકાના 39મા રાષ્ટ્રપતિ જીમી કાર્ટરનું 100 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ 1977થી 1981 દરમિયાન રાષ્ટ્રપતિ પદ પર હતા અને ડેમોક્રેટિક પાર્ટીના મોટા નેતા હતા. કાર્ટરે જ્યોર્જિયા રાજ્યના પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા, જ્યાં તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમનો જન્મ 1 ઑક્ટોબર, 1924ના રોજ પ્લેન્સ, જ્યોર્જિયામાં એક ખેડૂતના પરિવારમાં થયો હતો. કાર્ટરે 1946માં રોઝલિન સ્મિથ સાથે લગ્ન કર્યા હતા, જેમનું 96 વર્ષની વયે ગત વર્ષે અવસાન થયું હતું. તેમના 4 બાળકો, 11 પૌત્રો અને 14 પૌત્ર-પૌત્રાઓ છે. રાષ્ટ્રપતિ પદ દરમિયાન તેઓ મંદી અને ઈરાન બંધક સંકટ જેવી ગંભીર પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો, જેના કારણે ટીકાઓ પણ થઈ હતી.

વિશ્વ શાંતિ માટે યોગદાન

જીમી કાર્ટર શાંતિપ્રિય નેતા હતા અને વિશ્વ શાંતિ માટે તેમના પ્રયત્નોને 2002માં નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. 1978માં તેઓ ઇઝરાયેલ અને ઇજિપ્ત વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર કરાવવા માટે જાણીતા થયા, જે કેમ્પ ડેવિડ કરાર તરીકે ઓળખાય છે. આ કરારે મધ્ય પૂર્વ અને અમેરિકાના સંબંધોને મજબૂત આધાર આપ્યો હતો. કાર્ટરે 1977માં આર. ફોર્ડને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હરાવીને અમેરિકાનું સર્વૌચ્ચ પદ સંભાળ્યું હતું.

Advertisement

Advertisement

આખરી દિવસો અને વિદાય

જીમી કાર્ટરને મેલાનોમા (સ્કીન કેન્સર) હતું, જે 2023માં તેમના લીવર અને મગજ સુધી ફેલાઈ ગયું હતું. તેમનું સ્વાસ્થ્ય ધીરે ધીરે નબળું પડતું ગયું. કાર્ટરના અવસાન પર અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ બરાક ઓબામા અને બિલ ક્લિન્ટન સહિત વિશ્વના અનેક નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ક્લિન્ટન દંપતીએ જણાવ્યું કે જીમી કાર્ટરે બીજાની સેવા કરવા માટે પોતાનું આખું જીવન સમર્પિત કર્યું.

આ પણ વાંચો:  Suzukiના ભૂતપૂર્વ ચેરમેન ઓસામુ સુઝુકીનું નિધન, ભારતમાં સુઝુકીની એન્ટ્રી એ સૌથી મહત્વપૂર્ણ નિર્ણય

Tags :
Advertisement

.

×