ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Sri Lanka માં પ્રથમ વખત અશોક સ્તંભની આધારશિલા રખાઈ, ભારત માટે ખાસ વાત

Sri Lanka: શ્રીલંકામાં પ્રથમ અશોક સ્તંભનો શિલાન્યાસ વાસ્કાડુવે મંદિરમાં એક સમારોહ દરમિયાન કરવામાં આવ્યો હતો. શ્રીલંકામાં ભારતના હાઈ કમિશનર સંતોષ ઝા અને ઈન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોન્ફેડરેશન (IBC)ના મહાસચિવ શાર્તસે ખેંસુર જંગચુપ ચોડેન રિનપોચેની હાજરીમાં શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. અશોક સ્તંભની આધારશિલા...
09:26 AM Jan 30, 2024 IST | VIMAL PRAJAPATI
Sri Lanka: શ્રીલંકામાં પ્રથમ અશોક સ્તંભનો શિલાન્યાસ વાસ્કાડુવે મંદિરમાં એક સમારોહ દરમિયાન કરવામાં આવ્યો હતો. શ્રીલંકામાં ભારતના હાઈ કમિશનર સંતોષ ઝા અને ઈન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોન્ફેડરેશન (IBC)ના મહાસચિવ શાર્તસે ખેંસુર જંગચુપ ચોડેન રિનપોચેની હાજરીમાં શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. અશોક સ્તંભની આધારશિલા...
Sri Lanka

Sri Lanka: શ્રીલંકામાં પ્રથમ અશોક સ્તંભનો શિલાન્યાસ વાસ્કાડુવે મંદિરમાં એક સમારોહ દરમિયાન કરવામાં આવ્યો હતો. શ્રીલંકામાં ભારતના હાઈ કમિશનર સંતોષ ઝા અને ઈન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોન્ફેડરેશન (IBC)ના મહાસચિવ શાર્તસે ખેંસુર જંગચુપ ચોડેન રિનપોચેની હાજરીમાં શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. અશોક સ્તંભની આધારશિલા વાસ્કાડુવે મંદિરમાં એક સમારોહ દરમિયાન રાખવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, શ્રીલંકામાં ભારતીય હાઈ કમિશનર દ્વારા ભાગ લેવામાં આવેલો આ પહેલો અધિકારીક સમારોહ રહ્યો હતો.

પવિત્ર કપિલવસ્તુ અવશેષો મંદિરની મુલાકાત પણ કરી

ઉલ્લેખનીય છે કે, મંદિરના પ્રમુખ વાસ્કાડુવે મહિંદાવંસા મહા નાયક થેરોએ આવેલા મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ સમારોહનું આયોજન 28 જાન્યુઆરીએ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ અહીં શિલાન્યાસ કર્યા પછી મહેમાનોએ પવિત્ર મંદિર કપિલવસ્તુ અવશેષોની મુલાકાત પણ કરી હતી. આનું આયોજન અને સંચાલન વાસ્કાડુવે થેરો દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં અધિકૃત અવશેષોની ઐતિહાસિક યાત્રાનું વર્ણન કરવામાં આવ્યું હતું અને બૌદ્ધ ઉપદેશોને સાચવવામાં રાજા અશોકની ભૂમિકા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

1.5 અમેરિકલ ડોલર ઉદાર અનુદાનનો સમાવેશ

હાઈ કમિશનરે તેમના ભાષણમાં ભારત અને Sri Lanka વચ્ચેના ગાઢ સંબંધોની ભાવનાઓ અને પીએમ મોદીના નેતૃત્વમાં સરકારની પ્રતિબદ્ધતાની વાતો પણ કરી હતી. જેમાં બૌદ્ધ સંબંધોને પ્રોત્સાહન આપવા માટે 1.5 અમેરિકલ ડોલર ઉદાર અનુદાનનો સમાવેશ થાય છે. ડિમાન્ડા પોરેસે પણ સમ્રાટ અશોક પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને બૌદ્ધ ધર્મમાં તેમના યોગદાન માટે દરેક પ્રાંતમાં નવ સ્તંભ સ્થાપવાનું વચન આપ્યું.

આ પણ વાંચો: હિંદુ-મુસ્લિમ યુગલોને સુરક્ષા આપવાનો ઇનકાર, ‘આ લગ્ન કાનૂની નથી...’ : High Court

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: AYODHYA CASE : ATS ખાલિસ્તાની આતંકવાદી પન્નુ સામે લુકઆઉટ જારી કરશે, પંજાબ પોલીસ કરશે મદદ

Tags :
Gujarati NewsIndia vs Sri LankaInternational NewsSri Lanka
Next Article