France plane crash: ફ્રાન્સમાં ભયાનક વિમાન દુર્ઘટના, સ્કાઈડાઈવર્સને લઈ જતું પ્લેન ક્રેશ, 11 લોકોના મોત
ફ્રાન્સના તોમ્બ્લેનમાં સ્કાઈડાઈવિંગના શોખીનો માટે રવિવારનો દિવસ બ્લેક સન્ડે સાબિત થયો છે. સ્કાઈડાઈવર્સને લઈ જતું એક સિવિલિયન પ્લેન ઉડાન ભર્યા બાદ ટેકનિકલ ખામીના કારણે ક્રેશ થઈ ગયું હતું. આ ભીષણ અકસ્માતમાં 11 મુસાફરોએ જીવ ગુમાવ્યા છે. અકસ્માત બાદ પ્લેનમાં બ્લાસ્ટ થવાના જોખમને પગલે ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમોએ આખા વિસ્તારને કોર્ડન કર્યો છે.
Advertisement
France plane crash: ફ્રાન્સના પૂર્વીય ભાગમાં એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ છે. નેન્સી પાસે આવેલા તોમ્બ્લેન વિસ્તારમાં સ્કાઈડાઈવર્સને લઈ જતું એક નાગરિક વિમાન ક્રેશ થઈ ગયું છે. આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ 11 લોકોના મોત નીપજ્યા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને વહીવટી તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે.

