Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

લો બોલો! મેચ જોવા માટે રોકી દીધા અંતિમ સંસ્કાર, જુઓ Video

Viral Video : દુનિયાભરમાં ફૂટબોલની રમત ખૂબ જ પ્રખ્યાત છે. ઘણા દેશ છે જ્યા ફૂટબોલ (Football) જોવાનું ગાંડપણ એટલું છે કે તેના વિશે કોઇ વિચારી પણ ન શકે. તાજું ઉદાહરણ અમેરિકામાંથી સામે આવ્યું છે. દક્ષિણ અમેરિકામાં એક ઘટના એવી બની...
લો બોલો  મેચ જોવા માટે રોકી દીધા અંતિમ સંસ્કાર  જુઓ video
Advertisement

Viral Video : દુનિયાભરમાં ફૂટબોલની રમત ખૂબ જ પ્રખ્યાત છે. ઘણા દેશ છે જ્યા ફૂટબોલ (Football) જોવાનું ગાંડપણ એટલું છે કે તેના વિશે કોઇ વિચારી પણ ન શકે. તાજું ઉદાહરણ અમેરિકામાંથી સામે આવ્યું છે. દક્ષિણ અમેરિકામાં એક ઘટના એવી બની જેણે સોશિયલ મીડિયાામાં હોબાળો મચાવી દીધો હતો. બન્યું એવું કે એક પરિવારે પોતાના પ્રિયજનોના અંતિમ સંસ્કાર ભક્ત એટલા માટે રોકી દીધા કારણ કે એક રોમાંચક મેચ ચાલી રહી હતી. વીડિયો સામે આવ્યા બાદ લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

મેચ જોવા અંતિમ સંસ્કાર અટકાવી દીધા

ફૂટબોલનું આવું ગાંડપણ દક્ષિણ અમેરિકાના ચિલીમાં બની હતી. મળતી માહિતી મુજબ એક પરિવારે ફૂટબોલ મેચ જોવા માટે અંતિમ સંસ્કાર અટકાવી દીધા હતા. આનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ઈન્ટરનેટ પર તેને ઘણી પ્રતિક્રિયાઓ મળી રહી છે. વાયરલ થઈ રહેલી ક્લિપમાં, પરિવારને મૃતક સંબંધીના શબપેટીની બાજુમાં બેઠેલા જોઈ શકાય છે. તેઓ સામે મોટા સ્ક્રીન પ્રોજેક્ટર પર ચિલી અને પેરુ વચ્ચે ફૂટબોલ મેચ જોઈ રહ્યા હતા. મોરોક્કો વર્લ્ડ ન્યૂઝ અનુસાર, શબપેટીને ફૂલો અને ફૂટબોલ ખેલાડીઓની જર્સીથી શણગારવામાં આવી છે. શબપેટીની પાસેના પ્રાર્થના ખંડમાં એક પોસ્ટરમાં લખ્યું હતું, "અંકલ ફૈના, તમે અમને આપેલી ખુશીની ક્ષણો આપી તે માટે આભાર. અમે તમને હંમેશા યાદ રાખીશું."

Advertisement

વીડિઓ પર કેવી આવી પ્રતિક્રિયા?

X પર એક યુઝર ટોમ વેલેન્ટિનોએ આ વીડિયો શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું, "ચિલી અને પેરુ વચ્ચેની ફૂટબોલ મેચ જોવા માટે એક પરિવારે અંતિમ સંસ્કાર અટકાવી દીધા. પરિવાર પ્રાર્થના રૂમમાં મોટી સ્ક્રીન પર મેચ જોઈ રહ્યો છે. તેઓએ શબપેટીને પણ શણગારી છે. આ વીડિયો પર લોકોની મિક્સ પ્રતિક્રિયા સામે આવી રહી છે. એક યુઝરે કહ્યું, "એવું લાગે છે કે તેઓ તેની સાથે તેની છેલ્લી રમત જોઈ રહ્યા છે. તમે શબપેટી પર ટ્રોફી અને જર્સી જોઈ શકો છો." બીજાએ લખ્યું, "હું આશા રાખું છું કે જ્યારે હું મરી જઈશ ત્યારે મારો પરિવાર પણ આવું જ કરશે." ત્રીજા વ્યક્તિએ ટિપ્પણી કરી, "1000% આ જ તે ઇચ્છતો હશે." અન્ય એક વ્યક્તિએ કહ્યું, "જો ભાઈ રમવા માટે ઊભો નહીં થાય, તો તે ખરેખર ચાલ્યો ગયો છે."

Advertisement

આ પણ વાંચો - જેલમાં સેક્સ કાંડ! કેદી સાથે જેલની ઉચ્ચ અધિકારીનો વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો - સગીર વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધ રાખતી મહિલા ટીચરની ખુલી પોલ અને પછી…

Tags :
Advertisement

.

×