G7 Summit : ચાર્વાક પોડકાસ્ટના હોસ્ટ કુશલ મહેરાએ જણાવ્યું કે, હવે ભારત અનઈગ્નોરેબલ છે
- ભારત હવે અનઈગ્નોરેબલ બની ચૂક્યું છે - Kushal Mehra
- કેનેડાના PM માર્ક કાર્નીને અત્યારથી જજ ન કરવા જોઈએ - Kushal Mehra
- ઈકોનોમી અને પરચેઝ પાવરની દ્રષ્ટિએ ભારતનો સમાવેશ G7 ગ્રૂપમાં થવો જ જોઈએ - Kushal Mehra
G7 Summit : હિંદ ફર્સ્ટ નેટવર્કના મુખ્ય સંપાદક ડૉ. વિવેક ભટ્ટ(Hind First Network's Editor-in-Chief Dr. Vivek Bhatt) એ ચાર્વાક પોડકાસ્ટના હોસ્ટ કુશલ મહેરા સાથે G7 Summit અને તેમાં ભારતના સ્થાન પર વિશદ વાર્તાલાપ કર્યો છે. જેમાં કુશલ મહેરા (Kushal Mehra) જણાવ્યું હતું કે, ભારતનો હાર્ડ પાવર વધી રહ્યો છે. ભારતનો ઈકોનોમિક ગ્રોથ વધી રહ્યો છે. ભારતને હવે કોઈ ઈગ્નોર ન કરી શકે.
G7 માં ભારત સભ્ય હોવું જ જોઈએ - Kushal Mehra
કુશલ મહેરાને G7 ગ્રૂપમાં ભારત હોવું જોઈએ તેવું પુછવામાં આવતા તેમણે જણાવ્યું કે, ભારત તો G7 નું સભ્ય હોવું જ જોઈએ. તેના માટે G7 ને G 10 કરવું પડે તો પણ કરવું જોઈએ. ભારત હવે અનઈગ્નોરેબલ કન્ટ્રી બની ચૂક્યું છે. ભારતની ઈકોનોમી સતત 6થી 7 ટકાના દરે વધી રહી છે. તેથી ઈકોનોમી અને પરચેઝ પાવરની દ્રષ્ટિએ ભારતનો સમાવેશ G7 ગ્રૂપમાં થવો જ જોઈએ.
આ પણ વાંચોઃ G7 Summit : વડાપ્રધાન મોદી અને કેનેડીયન PM માર્ક કાર્ની વચ્ચે થઈ મહત્વની મુલાકાત
ભારત અંગ્રેજીમાં જ જવાબ આપે છે - Kushal Mehra
સમગ્ર વિશ્વમાં ભારતની છબી બદલાઈ રહી છે તેમ જણાવતા કુશલ મહેરાએ જણાવ્યું કે, આજે ઓપરેશન સિંદૂર પર કોઈને સંદેહ નથી. હવે ભારત બદલાયું છે. ભારતની વધતી તાકાત કેટલાક દેશોને પચતી નથી. રશિયા અને ચીન અંગ્રેજી બોલતા નથી પણ ભારત વિશ્વના અગ્રણી દેશોને અંગ્રેજીમાં જ જવાબ આપે છે. જો કેનેડિયન ડાયાસ્પોરાની વાત કરવામાં આવે તો અમે અમેરિકન ડાયાસ્પોરાથી પાછળ છીએ.
G7 સમિટમાં ભારતની હાજરી અંગે કુશલ મહેરાનું નિવેદન
ભારત-કેનેડાના સંબંધો અંગે ગુજરાત ફર્સ્ટ પર કરી વાતચીત
ચાર્વાક પોડકાસ્ટના હોસ્ટ છે કુશલ મહેરા
ભારતની હાર્ડ પાવર વધી રહી છે: કુશલ મહેરા
ભારતનો ઈકોનોમિક ગ્રોથ વધી રહ્યો છે: કુશલ મહેરા
ભારતને હવે કોઈ ઈગ્નોર ન કરી શકે: કુશલ મહેરા
ભારત… pic.twitter.com/5s7ut3FRt7— Gujarat First (@GujaratFirst) June 18, 2025
કેનેડિયન વડાપ્રધાન કાર્ની પર આપ્યું મહત્વનું નિવેદન
ચાર્વાક પોડકાસ્ટના હોસ્ટ કુશલ રાવલે કેનેડિયન વડાપ્રધાન માર્ક કાર્ની સાથે આગળ વધવા બાબતે ધીરજપૂર્વક વર્તવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન માર્ક કાર્ની (PM Mark Carney) બાબતે ભારતે દૂધનો દાઝ્યો છાશ પણ ફુંકી ફુંકીને પીવે તેવા અભિગમ સાથે આગળ વધવું જોઈએ. વડાપ્રધાન કાર્નીને આટલા જલ્દી જજ ન કરવા જોઈએ. કેનેડાના PM Mark Carney ને 2 વર્ષનો સમય આપો પછી તેમને જજ કરો.
આ પણ વાંચોઃ PM મોદીની કેનેડા મુલાકાતને લઈને NRIs કેમ ઉત્સાહિત છે? જાણો તેઓ શું કહે છે
(હિંદ ફર્સ્ટ નેટવર્કના ચેનલ હેડ ડૉ. વિવેક ભટ્ટ, G7 સમિટનું કવરેજ કરવા માટે કેનેડામાં છે. 15+ વર્ષની પત્રકારત્વ કારકિર્દી સાથે, તેમણે ભારત સાથે સંકળાયેલી 18 થી વધુ ઉચ્ચ-સ્તરીય દ્વિપક્ષીય બેઠકોને કવર કરી છે.)