ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

G7 Summit : ચાર્વાક પોડકાસ્ટના હોસ્ટ કુશલ મહેરાએ જણાવ્યું કે, હવે ભારત અનઈગ્નોરેબલ છે

G7 સમિટને લઈને હિંદ ફર્સ્ટ નેટવર્કના મુખ્ય સંપાદક ડૉ. વિવેક ભટ્ટ (Hind First Network's Editor-in-Chief Dr. Vivek Bhatt) એ ચાર્વાક પોડકાસ્ટના હોસ્ટ કુશલ મહેરા (Kushal Mehra) સાથે ખાસ વાતચીત કરી હતી. વાંચો આ ખાસ વાતચીતના મુખ્યઅંશ.
08:49 AM Jun 18, 2025 IST | Hardik Prajapati
G7 સમિટને લઈને હિંદ ફર્સ્ટ નેટવર્કના મુખ્ય સંપાદક ડૉ. વિવેક ભટ્ટ (Hind First Network's Editor-in-Chief Dr. Vivek Bhatt) એ ચાર્વાક પોડકાસ્ટના હોસ્ટ કુશલ મહેરા (Kushal Mehra) સાથે ખાસ વાતચીત કરી હતી. વાંચો આ ખાસ વાતચીતના મુખ્યઅંશ.
G7 Summit 2025 Gujarat First-+-+--

G7 Summit : હિંદ ફર્સ્ટ નેટવર્કના મુખ્ય સંપાદક ડૉ. વિવેક ભટ્ટ(Hind First Network's Editor-in-Chief Dr. Vivek Bhatt) એ ચાર્વાક પોડકાસ્ટના હોસ્ટ કુશલ મહેરા સાથે G7 Summit અને તેમાં ભારતના સ્થાન પર વિશદ વાર્તાલાપ કર્યો છે. જેમાં કુશલ મહેરા (Kushal Mehra) જણાવ્યું હતું કે, ભારતનો હાર્ડ પાવર વધી રહ્યો છે. ભારતનો ઈકોનોમિક ગ્રોથ વધી રહ્યો છે. ભારતને હવે કોઈ ઈગ્નોર ન કરી શકે.

G7 માં ભારત સભ્ય હોવું જ જોઈએ - Kushal Mehra

કુશલ મહેરાને G7 ગ્રૂપમાં ભારત હોવું જોઈએ તેવું પુછવામાં આવતા તેમણે જણાવ્યું કે, ભારત તો G7 નું સભ્ય હોવું જ જોઈએ. તેના માટે G7 ને G 10 કરવું પડે તો પણ કરવું જોઈએ. ભારત હવે અનઈગ્નોરેબલ કન્ટ્રી બની ચૂક્યું છે. ભારતની ઈકોનોમી સતત 6થી 7 ટકાના દરે વધી રહી છે. તેથી ઈકોનોમી અને પરચેઝ પાવરની દ્રષ્ટિએ ભારતનો સમાવેશ G7 ગ્રૂપમાં થવો જ જોઈએ.

આ પણ વાંચોઃ  G7 Summit : વડાપ્રધાન મોદી અને કેનેડીયન PM માર્ક કાર્ની વચ્ચે થઈ મહત્વની મુલાકાત

ભારત અંગ્રેજીમાં જ જવાબ આપે છે - Kushal Mehra

સમગ્ર વિશ્વમાં ભારતની છબી બદલાઈ રહી છે તેમ જણાવતા કુશલ મહેરાએ જણાવ્યું કે, આજે ઓપરેશન સિંદૂર પર કોઈને સંદેહ નથી. હવે ભારત બદલાયું છે. ભારતની વધતી તાકાત કેટલાક દેશોને પચતી નથી. રશિયા અને ચીન અંગ્રેજી બોલતા નથી પણ ભારત વિશ્વના અગ્રણી દેશોને અંગ્રેજીમાં જ જવાબ આપે છે. જો કેનેડિયન ડાયાસ્પોરાની વાત કરવામાં આવે તો અમે અમેરિકન ડાયાસ્પોરાથી પાછળ છીએ.

કેનેડિયન વડાપ્રધાન કાર્ની પર આપ્યું મહત્વનું નિવેદન

ચાર્વાક પોડકાસ્ટના હોસ્ટ કુશલ રાવલે કેનેડિયન વડાપ્રધાન માર્ક કાર્ની સાથે આગળ વધવા બાબતે ધીરજપૂર્વક વર્તવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન માર્ક કાર્ની (PM Mark Carney) બાબતે ભારતે દૂધનો દાઝ્યો છાશ પણ ફુંકી ફુંકીને પીવે તેવા અભિગમ સાથે આગળ વધવું જોઈએ. વડાપ્રધાન કાર્નીને આટલા જલ્દી જજ ન કરવા જોઈએ. કેનેડાના PM Mark Carney ને 2 વર્ષનો સમય આપો પછી તેમને જજ કરો.

આ પણ વાંચોઃ  PM મોદીની કેનેડા મુલાકાતને લઈને NRIs કેમ ઉત્સાહિત છે? જાણો તેઓ શું કહે છે

(હિંદ ફર્સ્ટ નેટવર્કના ચેનલ હેડ ડૉ. વિવેક ભટ્ટ, G7 સમિટનું કવરેજ કરવા માટે કેનેડામાં છે. 15 વર્ષની પત્રકારત્વ કારકિર્દી સાથે, તેમણે ભારત સાથે સંકળાયેલી 18 થી વધુ ઉચ્ચ-સ્તરીય દ્વિપક્ષીય બેઠકોને કવર કરી છે.)

Tags :
Canada India RelationsCanada's PM Mark CarneyCanadian DiasporaCharvak PodcastEnglish-speaking IndiaG7 SummitGujarat FirstGUJARAT FIRST NEWSHard Power of IndiaIndia in G7India's Changing ImageIndia's economic growthIndia's Economic PowerIndia's Global RoleIndia's InfluenceKushal MehraVivek Bhatt
Next Article