G7 Summit : વડાપ્રધાન મોદીએ વૈશ્વિક નેતાઓ સાથે કરી વિશદ ચર્ચા-વિચારણા
- G7 Summit વડાપ્રધાને વૈશ્વિક નેતાઓ સાથે કર્યો વિચાર-વિમર્શ
- વૈશ્વિક શાંતિ અને આતંકવાદને નાથવા જેવા મુદ્દાઓ રહ્યા મુખ્ય
- આ ઉપરાંત પર્યાવરણ સુરક્ષા, ગ્રીન એનર્જી, AI જેવા ક્ષેત્રે સહકારની સહમતિ સધાઈ
G7 Summit : કેનેડામાં યોજાયેલ G7 Summit માં વડાપ્રધાન મોદી (PM Narendra Modi) એ વૈશ્વિક નેતાઓ સાથે વિશદ ચર્ચા-વિચારણા કરી છે. તેમણે કેનેડા, મેક્સિકો, જર્મની, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન, દક્ષિણ કોરિયા, બ્રાઝિલ, ઈટાલી, યુકે, ફ્રાન્સ, યુરોપીયન યુનિયનના રાષ્ટ્રપતિ, નેતાઓ અને હાઈ કમિશનરો સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં આર્થિક, રાજકીય, શુદ્ધ ઊર્જા, વિજ્ઞાન, ડિજિટલ ક્રાંતિ, સેમિકન્ડકટર, અવકાશ, AI વગેરે જેવા સેકટર્સ પર ચર્ચા કરી
મેક્સિકો
G7 Summit માં વડાપ્રધાન મોદી (PM Narendra Modi) મેક્સિકોના રાષ્ટ્રપતિ ક્લાઉડિયાને મળ્યા હતા. વડાપ્રધાન મોદીએ આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં સાથ આપવા બદલ મેક્સિકોનો આભાર માન્યો હતો. તેમણે મેક્સિકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમને ભારત આવવા આમંત્રણ પણ પાઠવ્યું હતું.
જર્મની
PM Narendra Modi એ જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ સાથે બેઠક કરી. જેમાં તેમણે આતંકવાદને વિશ્વમાં શાંતિ અને સ્થિરતા માટે ખતરો ગણાવ્યો હતો. જર્મનીએ પણ આતંકવાદ વિરુદ્ધની લડતમાં ભારતને સહકાર આપવા ભાર મુક્યો હતો. આ ઉપરાંત ગ્રીન એનર્જી, ટેક્નોલોજી, શિક્ષણના મુદ્દે ગહન ચર્ચા થઈ હતી. જર્મન ચાન્સેલરે 12મી જૂને થયેલ અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ હતું.
દક્ષિણ આફ્રિકા
દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા સાથે PM Narendra Modi ની દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. જેમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિએ ગ્લોબલ સાઉથનો અવાજ બનવા બદલ ભારતની પ્રશંસા કરી હતી.
ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે PM મોદીની મુલાકાતમાં બંને નેતાઓ વચ્ચે વેપાર સહિત ગ્રીન હાઈડ્રોજન, જહાજ નિર્માણ, ટેક્નોલોજી અંગે ચર્ચા થઈ હતી. અન્ય ક્ષેત્રોમાં પણ પરસ્પર સહયોગ વધારવા અંગે સહમતિ સધાઈ હતી.
આ પણ વાંચોઃ Operation Sindoor મુદ્દે વડાપ્રધાન મોદી અને US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 35 મિનિટ ટેલીફોનિક વાતચીત થઈ
જાપાન
ભારત-જાપાન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી અંગે ચર્ચા કરવા માટે PM મોદી અને PM શિગેરુ ઈશિબા વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને ગાઢ બનાવવા માટે ચર્ચા કરાઈ હતી.
દક્ષિણ કોરિયા
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગ સાથે દ્વિપક્ષીય ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદીએ વેપાર, રોકાણ, ટેક્નોલોજી સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ ઉપરાંત ગ્રીન હાઈડ્રોજન, શિપબ્લિડિંગ ક્ષેત્રમાં સહયોગની સહમતિ પણ સધાઈ હતી.
બ્રાઝિલ
કેનેડામાં G7 સમિટમાં વિશ્વના નેતાઓ સાથે બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ સાથે ગ્લોબલ સાઉથના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આવનારી પેઢીઓ માટે સાથે મળીને કામ કરવાનું છે.
ઈટાલી
PM મોદી સાથે મુલાકાત બાદ ઈટાલીના મેલોનીએ જણાવ્યું હતું કે, ભારત અને ઈટાલીની મિત્રતા ઘણી ગાઢ છે. મેલોનીએ PM મોદી સાથેની તસવીર પણ શેર કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બંને દેશોના સંબંધો મજબૂત થશે તો ભારત અને ઈટાલીના નાગરિકોને ફાયદો થશે.
યુનાઈટેડ કિંગડમ
યુકેના વડાપ્રધાન કીર સ્ટારમર સાથે દ્વિપક્ષીય બેઠકમાં વડાપ્રધાન મોદીએ વેપાર અને વાણિજ્યના ક્ષેત્રોને આવરી લીધા હતા. જેમાં બંને દેશના નેતાઓ ભાગીદારીને વધુ ગતિ આપવા માટે સાથે મળીને કામ કરવાની તૈયારી દર્શાવી હતી.
ફ્રાન્સ
ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન અને PM મોદી વચ્ચે થયેલ ચર્ચામાં જળવાયુ પરિવર્તન અને વૈશ્વિક સુરક્ષા જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિ મેક્રોન સાથે વાતચીત હંમેશા સુખદ રહે છે. ભારત-ફ્રાન્સ મળીને વિશ્વ માટે કામ કરતા રહેશે.
યુરોપિયન યુનિયન
યુરોપિયન યુનિયનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર સાથે બેઠક કર્યા બાદ વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, PM મોદીએ કહ્યું કે EU પ્રમુખ સાથે સાર્થક ચર્ચા થઈ.
આ પણ વાંચોઃ PM Modi Speech : G7 સમિટમાં વડા પ્રધાન મોદીએ ઉઠાવ્યો આતંકવાદનો મુદ્દો