G7 Summit : સુરક્ષામાં ગંભીર ચૂક, આલ્બર્ટાના નો ફલાય ઝોનમાં પ્રાઈવેટ પ્લેન ઘુસી ગયું
- કેનેડાના આલ્બર્ટામાં નો ફલાય ઝોનમાં પ્રાઈવેટ વિમાન ઘુસ્યુ
- આ વિમાનને CF-18 હોર્નેટ ફાઈટર જેટ દ્વારા કોર્ડન કરાયું
- રીઝર્વ એરબેઝ પર વિમાનને પાર્ક કરાવાઈને પાયલોટની પુછપરછ હાથ ધરાઈ
G7 Summit : 15 થી 17 જૂન દરમિયાન આલ્બર્ટાના કનાનાસ્કિસમાં 51મી G7 સમિટ યોજાઈ રહી છે. G7 Summit પર સમગ્ર વિશ્વની નજર છે. આ સમિટની સુરક્ષામાં ભારે ચૂક થઈ ગઈ છે. G7 Summit માટે આલ્બર્ટામાં નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ નો ફ્લાય ઝોનમાં એક પ્રાઈવેટ પ્લેન ઘુસી જતા ચકચાર મચી ગઈ છે. કેનેડાની સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવેલ કડક સુરક્ષા વ્યવસ્થા પર સવાલો પણ ઉઠી રહ્યા છે. .
ફાઈટર જેટ દ્વારા વિમાનને કોર્ડન કરાયું
આલ્બર્ટાના કનાનાસ્કિસ કન્ટ્રીમાં નો ફલાય ઝોન ડીકલેર કરવામાં આવ્યો છે. આ નો ફ્લાય ઝોનમાં એક પ્રાઈવેટ પ્લેન ઘુસી ગયું છે. જેવી આ ઘટના ઘટી કે તરત જ નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડે વિમાનને રોકવા માટે CF-18 હોર્નેટ ફાઈટર જેટ દ્વારા વિમાનને કોર્ડન કરી લેવાયું. આ વિમાનને રીઝર્વ એરબેઝ પર લેન્ડ કરાવવામાં આવ્યું. અત્યારે વિમાનના પાયલોટની સઘન પુછપરછ કરવામાં આવી રહી છે.
કેલગરી અને કનાનાસ્કિસમાં ઉડાન પર પ્રતિબંધ
શનિવાર સવારથી કેલગરી અને કનાનાસ્કિસ બંનેના હવાઈ ક્ષેત્રો પર હંગામી પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. કનાનાસ્કિસ નો ફ્લાય ઝોનની પરિમિતિ 30 નોટિકલ માઈલ છે. કેલગરી ઈન્ટરનેશનલ એરપોર્ટની આસપાસ નો ફ્લાય ઝોનની પરિમિતિ 20 નોટિકલ માઇલ છે. મંગળવાર મધ્યરાત્રિ સુધી બંને સ્થળોએ પ્રતિબંધો લાગુ રહેશે.
BREAKING: A plane flies into restricted G7 airspace
Canada responds with a 40-year-old CF-18. Flying scrap metal
Other countries have F-35 Lightning II
We’re hosting the most powerful leaders on Earth—and our defense plan is a museum relic.
This is not a serious country. 🇨🇦 pic.twitter.com/uSYFLhWOKb
— Marc Nixon (@MarcNixon24) June 16, 2025
આ પણ વાંચોઃ PM Modi Gift: ચાંદીનું પર્સ અને કાશ્મીરની કાર્પેટ, PM મોદીએ સાયપ્રસના રાષ્ટ્રપતિને આપી ખાસ ભેટ
7મી વખત G7નું પ્રમુખપદ સંભાળ્યું
આ વર્ષે કેનેડાએ 7મી વખત G7નું પ્રમુખપદ સંભાળ્યું. જેમાં યુરોપિયન યુનિયન તેમજ કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાન, યુનાઈટેડ કિંગડમ અને યુનાઈટેડ સ્ટેટ્સના નેતાઓ એક મંચ પર એકત્ર થયા છે. G7ના યજમાન કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની (PM Mark Carney) એ G7 બેઠક પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. કાર્ની વેપાર અને સુરક્ષા પર ટ્રમ્પ સાથે સોદો કરવા આતૂર છે. તેઓ ઇચ્છે છે કે યુએસ રાષ્ટ્રપતિ કેનેડાના સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઓટો ઉદ્યોગો પરનો કડક ટેરિફ દૂર કરે. વડાપ્રધાન માર્ક કાર્નીએ ભારત G7નો સદસ્ય દેશ ન હોવા છતાં વડાપ્રધાન મોદી (Prime Minister Modi) ને ખાસ આમંત્રણ આપ્યું છે. PM મોદીની સતત છઠ્ઠી G7 સમિટમાં ભાગ લઈ રહ્યા છે. PM મોદી આ મંચ પર ભારતના દૃષ્ટિકોણને રજૂ કરશે અને આંતરરાષ્ટ્રીય સમસ્યાઓના ઉકેલ માટે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવશે.
આ પણ વાંચોઃ Canada G7: 'ઈરાનની હાર નિશ્ચિત છે...', G7 બેઠકમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલને ટેકો આપ્યો