Brazil ના આ શહેરમાં ગુંજ્યા ગણપતિ બપ્પાના જયકારા, પ્રથમવાર થઈ ઐતિહાસિક પૂજા!
- બ્રાઝીલમાં ગુંજ્યો 'ગણપતિ બપ્પા મોરિયા'નો નાદ!
- લાર્ટિન અમેરિકામાં પ્રથમવાર થઈ ગણેશજીની પ્રાણ પ્રતિષ્ઠા
- પેટ્રોપોલિસના વિશ્વ વિદ્યા કેન્દ્રમાં રચાયો નવો ઇતિહાસ
- વૈદિક મંત્રોચ્ચાર અને વિધિ જોઈ બ્રાઝીલિયન ભક્તો થયા ભાવુક
- 3 લાખથી વધુ હિન્દુઓ માટે સાંસ્કૃતિક વારસાની મોટી જીત
બ્રાઝીલ (Brazil) ના પેટ્રોપોલિસ (Petropolis) શહેરમાં ભારતીય સંસ્કૃતિનો એક નવો અધ્યાય લખાયો છે. ભારતથી હજારો કિલોમીટર દૂર, લાર્ટિન અમેરિકાના આ શાંત શહેરમાં પ્રથમ વખત ભગવાન ગણેશની મૂર્તિની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા (Prana Pratishtha) કરવામાં આવી હતી. આ માત્ર એક ધાર્મિક વિધિ નહોતી, પરંતુ ભારતીય આધ્યાત્મિકતાનો વૈશ્વિક સ્તરે થયેલો ભવ્ય સ્વીકાર હતો.
વૈદિક મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું બ્રાઝીલ
પેટ્રોપોલિસ સ્થિત વિશ્વ વિદ્યા સાંસ્કૃતિક કેન્દ્ર (Centro Cultural Vishva Vidya) ખાતે આ ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ વૈદિક રીતિ-રિવાજ (Vedic Rituals) સાથે થયેલી આ પૂજામાં સ્થાનિક બ્રાઝીલિયન લોકો અને ભારતીય સમુદાય (Indian Diaspora) મોટી સંખ્યામાં જોડાયા હતા. જ્યારે વાતાવરણ ધૂપ, દીપ અને મંત્રોચ્ચારથી ભરાઈ ગયું, ત્યારે ત્યાં હાજર અનેક લોકો ભાવુક થઈ ઉઠ્યા હતા.
A historic spiritual moment as the first-ever Lord Ganesha idol in the Latin America region was consecrated at Centro Cultural Vishva Vidya in Petrópolis, Brazil.
Indian Ambassador joined Padma Shri Acharya for the Pran Pratishtha ceremony. pic.twitter.com/ZmHDUORCnA
— Megh Updates 🚨™ (@MeghUpdates) May 10, 2026
સાંસ્કૃતિક સેતુ: ભારત અને બ્રાઝીલ વચ્ચેનો મજબૂત સંબંધ
આ પ્રસંગે ભારતની સાંસ્કૃતિક કૂટનીતિ (Cultural Diplomacy) નો પ્રભાવ સ્પષ્ટ જોવા મળ્યો હતો. ભારત સરકારના પ્રતિનિધિઓ અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા આધ્યાત્મિક ગુરુઓની ઉપસ્થિતિએ આ ક્ષણને ગૌરવશાળી બનાવી હતી. ખાસ કરીને સ્વામી દયાનંદ સરસ્વતીના શિષ્ય અને બ્રાઝીલિયન આધ્યાત્મિક શિક્ષક જોનાસ માસેટી (Jonas Masetti) ની સક્રિય ભૂમિકાએ સાબિત કર્યું કે વેદાંત અને ભારતીય દર્શન (Indian Philosophy) હવે ભૌગોલિક સીમાઓ ઓળંગી ચૂક્યા છે.
3 લાખથી વધુ હિન્દુઓ માટે ગૌરવની ક્ષણ
બ્રાઝીલ અને તેની આસપાસના વિસ્તારોમાં આશરે 3 થી 4 લાખ હિન્દુ સમુદાય (Hindu Community) ના લોકો વસે છે. તેમના માટે આ આયોજન પોતાની મૂળ પરંપરાઓ સાથે જોડાવાની એક અમૂલ્ય તક હતી. પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થતાની સાથે જ 'ગણપતિ બપ્પા મોરિયા' ના જયઘોષથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું. એક સ્થાનિક મહિલાએ પોતાનો અનુભવ વર્ણવતા કહ્યું કે, "મેં અગાઉ ક્યારેય આવી દૈવી ઉર્જા (Divine Energy) અને શાંતિનો અનુભવ કર્યો નથી." આ ઘટના સ્પષ્ટ કરે છે કે ભારતીય સંસ્કૃતિ (Indian Culture) હવે માત્ર ભારત પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે વિશ્વના ખૂણેખૂણે માનવતા અને શાંતિનો સંદેશ ફેલાવી રહી છે.
આ પણ વાંચો : માત્ર CM Vijay જ નહીં, મુઘલ બાદશાહો પણ હતા જ્યોતિષના દીવાના: હુમાયુ તો કપડાં પણ પૂછીને પહેરતા!


