Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ગૌતમ અદાણીને અમેરિકામાં મોટી રાહત: US કોર્ટે તમામ કેસ કર્યા બંધ!

વૈશ્વિક વ્યાપાર જગતમાં જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે અદાણી ગ્રુપ સામેના અમેરિકન કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. લાંબા સમયની કાનૂની સમીક્ષા બાદ યુએસ એજન્સીઓએ જે તારણ કાઢ્યું છે, તે અદાણી પરિવાર માટે મોટી રાહત લઈને આવ્યું છે. માત્ર આર્થિક લેવડ-દેવડ જ નહીં, પણ આરોપોના પાયામાં રહેલા પુરાવાઓ અંગે લેવાયેલા આ ક્રાંતિકારી નિર્ણય પાછળ કયા પરિબળોએ ભાગ ભજવ્યો તે જાણવું રસપ્રદ છે.
ગૌતમ અદાણીને અમેરિકામાં મોટી રાહત  us કોર્ટે તમામ કેસ કર્યા બંધ
Advertisement
  • ગૌતમ અદાણી અને સાગર અદાણી સામેના ફોજદારી કેસ હવે કાયમ માટે બંધ (Gautam Adani US Case Dismissed)
  • અમેરિકન એજન્સીઓએ તપાસમાં વધુ સંસાધનો ખર્ચવા સામે અસંમતિ દર્શાવી
  • સોલર પ્રોજેક્ટ મામલે SEC સાથે સિવિલ સમાધાન બાદ લેવાયો નિર્ણય

પશ્ચિમના દેશોમાં કાનૂની સંઘર્ષનો સામનો કરી રહેલા અદાણી ગ્રુપ (Adani Group) માટે અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાની કોર્ટે ગૌતમ અદાણી (Gautam Adani) અને સાગર અદાણી સામેના તમામ ફોજદારી આરોપોને રદ કરવાનો આદેશ આપ્યો છે. યુએસ સરકારના વકીલોએ કોર્ટને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ઊંડી તપાસ અને સમીક્ષા બાદ તેમને એવા કોઈ પુરાવા મળ્યા નથી કે જેના આધારે આરોપો સાબિત થઈ શકે. આ નિર્ણય સાથે હવે આ કેસ કાયમ માટે બંધ થઈ ગયો છે અને તેને ભવિષ્યમાં ફરીથી ખોલી શકાશે નહીં.

Gautam Adani US Case Dismissed : યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસનું સ્ટેન્ડ

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ [DOJ] એ કોર્ટના દસ્તાવેજોમાં જણાવ્યું છે કે, કાનૂની સત્તાનો ઉપયોગ કરીને વિભાગે નક્કી કર્યું છે કે આ વ્યક્તિઓ સામેના આરોપો પર હવે વધુ સરકારી સંસાધનો કે સમય ખર્ચવામાં આવશે નહીં. નોંધનીય છે કે અદાણી ગ્રુપ સામે ચાલતી અન્ય નિયમનકારી તપાસો [Regulatory Investigations] પણ તાજેતરના દિવસોમાં પૂર્ણ થઈ ગઈ છે, જે ગ્રુપ માટે મોટી કાનૂની જીત સમાન માનવામાં આવે છે.

Advertisement

Advertisement

નાણાકીય સમાધાન અને સહકાર

આ અગાઉ, યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન [SEC] એ ભારતમાં સૌર ઉર્જા પ્રોજેક્ટ્સ અંગે રોકાણકારોને આપવામાં આવેલી માહિતી સંબંધિત સિવિલ આરોપોનું સમાધાન કર્યું હતું. આ સમાધાન હેઠળ ગૌતમ અદાણી 6 મિલિયન ડોલર અને સાગર અદાણી 12 મિલિયન ડોલર ચૂકવવા સંમત થયા હતા. આ પ્રક્રિયા દરમિયાન અદાણી પરિવારે અમેરિકન એજન્સીઓ સાથે વ્યાપક સહયોગ અને સક્રિય માહિતી શેરિંગ [Active Information Sharing] પણ કર્યું હતું, જેનાથી તપાસકર્તાઓ યોગ્ય નિષ્કર્ષ પર પહોંચી શક્યા હતા.

તપાસમાં અમેરિકન જોડાણનો અભાવ

વર્ષ 2024 ના અંતમાં શરૂ થયેલા આ વિવાદમાં 265 મિલિયન ડોલરની લાંચના કાવતરાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આરોપ હતો કે ભારતમાં સોલર પ્રોજેક્ટ્સ [Solar Projects] મેળવવા માટે લાંચ આપવાનું કાવતરું ઘડાયું હતું. જોકે, મહિનાઓ સુધી ચાલેલી કાનૂની લડાઈ અને સુલિવાન એન્ડ ક્રોમવેલ [Sullivan & Cromwell] જેવી પ્રતિષ્ઠિત કાનૂની ટીમોની દલીલો બાદ એ સાબિત થયું કે આ કેસમાં કોઈ સ્પષ્ટ અમેરિકન કનેક્શન નથી. પૂરતા પુરાવા ન હોવાથી આખરે યુએસ પ્રોસેક્યુટર્સે કેસ પડતો મૂકવાનો નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો: અમેરિકાની દાદાગીરી સામે ભારતનો હુંકાર, રશિયા પાસેથી જ ક્રૂડ ઓઇલ ખરીદવાનો મોદી સરકારનો મોટો નિર્ણય

Tags :
Advertisement

.

×