Gaza War : ગાઝામાં યુદ્ધ વિરામ અને બંધકોની મુક્તિના પ્રયાસો સઘન કરવામાં આવ્યા છે - ડોનાલ્ડ ટ્રમ્પ
- ગાઝામાં 60 દિવસના સીઝફાયર માટે ઈઝરાયલ તૈયાર
- સીઝફાયરની શરતો સ્વીકારવા હમાસને ચેતવણી અપાઈ
- મધ્ય-પૂર્વ વિશ્વના હિત માટે હમાસ સમજૂતી સ્વીકારેઃ Trump
Gaza War : ઈઝરાયલ અને હમાસ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં અણમોલ માનવીય જિંદગીઓ અને અબજોની સંપત્તિનું નુકસાન થઈ રહ્યું છે. આ યુદ્ધ જો લાંબો સમય ચાલશે તો સમગ્ર વિશ્વ પર વિપરીત અસરો હજૂ પણ વધશે. આ સ્થિતિમાં યુદ્ધ વિરામ માટે બાકીનું વિશ્વ પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) એ હવે દાવો કર્યો છે કે, ગાઝામાં ચાલી રહેલા અમાનવીય સંઘર્ષમાં યુદ્ધ વિરામ લાવવા અને બંધકોની મુક્તિ માટે સઘન પ્રયાસો હાથ ધર્યા છે.
યુદ્ધ વિરામ માટે હમાસને ચેતવણી અપાઈ
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાથી ઈઝરાયલ-હમાસ વચ્ચેના સંઘર્ષ (Israel-Hamas War) માં યુદ્ધ વિરામની આશા જોવાઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, ગાઝામાં ચાલી રહેલા અમાનવીય સંઘર્ષમાં યુદ્ધ વિરામ લાવવા અને બંધકોની મુક્તિ માટે સઘન પ્રયાસો હાથ ધર્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના દાવા અનુસાર ગાઝામાં 60 દિવસના યુદ્ધ વિરામ માટે ઈઝરાયલ તૈયાર થઈ ગયું છે. સામે પક્ષે યુદ્ધ વિરામ માટે સંમત થવા હમાસને ચેતવણી આપી દેવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યું છે કે, મધ્ય-પૂર્વ વિશ્વના હિતમાં હમાસે યુદ્ધ વિરામની સમજૂતી સ્વીકારી લેવી જોઈએ.
આ પણ વાંચોઃ પહેલગામમાં નિર્દોષ લોકો પર થયેલા હુમલાની QUAD દેશોએ કરી નિંદા
યુદ્ધ વિરામ માટે કતાર અને મિસ્રના નેતાઓએ ખૂબ મહેનત કરીઃ ટ્રમ્પ
હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને અટકાવવા અને બને તેટલા લાંબા સમયના યુદ્ધ વિરામ માટે વિશ્વના અનેક દેશો પ્રયાસ કરી રહ્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે દાવો કર્યો છે કે, ગાઝામાં ચાલી રહેલા અમાનવીય સંઘર્ષમાં યુદ્ધ વિરામ લાવવા અને બંધકોની મુક્તિ માટે સઘન પ્રયાસો હાથ ધર્યા છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે, યુદ્ધ વિરામ માટે કતાર અને મિસ્રના નેતાઓએ ઘણી મહેનત કરી છે. આ મહેનત રંગ લાવે અને યુદ્ધ વિરામ થઈ જાય તે દરેક માટે યોગ્ય છે. યુદ્ધ વિરામમાં જ મધ્ય-પૂર્વ વિશ્વનું હિત રહેલ છે. તેથી જ ગાઝામાં 60 દિવસના યુદ્ધ વિરામ માટે ઈઝરાયલ તૈયાર થઈ ગયું છે. સામે પક્ષે યુદ્ધ વિરામ માટે સંમત થવા હમાસને ચેતવણી પણ આપી દેવામાં આવી છે. તેથી જ સમગ્ર વિશ્વની નજર ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ (Netanyahu) ની 7મી જુલાઈની અમેરિકા મુલાકાત પર મંડાયેલ છે.
આ પણ વાંચોઃ Europe heatwave 2025 : યુરોપમાં રેકોર્ડબ્રેક ગરમીનો પ્રકોપ! 1000 થી વધુ શાળાઓ બંધ