Gaza War : ઈઝરાયલે ખોરાક મેળવવા એકત્ર થયેલા લોકો પર કર્યો ઘાતક હુમલો, 85 પેલેસ્ટિનિયનોના થયા મોત
- ઈઝરાયલે કરેલા વધુ એક ઘાતક હુમલામાં 85 પેલેસ્ટાઈનિયનોના મોત
- ખોરાક લેવા એકત્ર થયેલા લોકો પર સૌથી મોટો હુમલો કરાયો હતો
- 15 દિવસથી શરણાર્થીઓને યોગ્ય ખોરાક મળ્યો નથી
Gaza War : ઈઝરાયલી સેના દ્વારા મધ્ય ગાઝા (Gaza) ના કેટલાક ભાગો ખાલી કરવાના આદેશો જારી કર્યા છે. જો કે આ વિસ્તારમાં ઘણી આંતરરાષ્ટ્રીય સેવાભાવી સંસ્થાઓ કાર્યરત છે. આ સંસ્થાઓ સતત શરણાર્થીઓને ખોરાક, દવા અને અન્ય રાહત સામગ્રી પૂરી પાડી રહી છે. આવા જ એક રાહતકાર્ય દરમિયાન ખોરાક લેવા માટે એકત્ર થયેલા પેલેસ્ટિયનો પર ઈઝરાયલે ઘાતક હુમલો કરી દીધો છે. આ ઘાતક હુમલામાં 85થી વધુ નિર્દોષ પેલેસ્ટિયનોનો ભોગ લેવાયો છે. અહીં શરણાર્થીઓને ભોજન પહોંચાડવા માટે 25 ટ્રકો પહોંચતા પેલેસ્ટાઈનો ખોરાક લેવા માટે એકઠા થયા હતા.
અંધાધૂધ ગોળીબાર
આરોગ્ય મંત્રાલયના રેકોર્ડ વિભાગના વડા ઝહીર અલ-વહિદીએ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે, ઝીકિમ ક્રોસિંગ દ્વારા ઈઝરાયલમાં પ્રવેશતી સહાય સુધી પહોંચવાનો પ્રયાસ કરતા ઓછામાં ઓછા 79 પેલેસ્ટિનિયનો માર્યા ગયા હતા.
નામ ન આપવાની શરતે બોલતા યુએનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ઈઝરાયલી દળોએ કાફલામાંથી ખોરાક છીનવી લેવાનો પ્રયાસ કરી રહેલા ટોળા પર ગોળીબાર કર્યો હતો. અચાનક, ટેન્કોએ અમને ઘેરી લીધા અને ગોળીબાર અને હુમલાઓમાં ફસાવી દીધા. અમે લગભગ 2 કલાક સુધી ફસાયેલા રહ્યા. લોટની રાહ જોઈ રહેલા એહાબ અલ-ઝીએ કહ્યું કે, તેણે 15 દિવસથી રોટલી ખાધી નથી. ઘાયલ નફીઝ અલ-નજ્જરે કહ્યું કે ટેન્ક અને ડ્રોન લોકોને બેફામ નિશાન બનાવે છે અને તેણે તેના પિતરાઈ ભાઈ અને અન્ય લોકોને ગોળીથી મરતા જોયા છે.
આ પણ વાંચોઃ Shashi Tharoor હવે શું કરશે? હાઈકમાન્ડ પહેલાથી જ ગુસ્સે, હવે કેરળ યુનિટે પણ 'અસહકાર આંદોલન' શરૂ કરી દીધું
ઈઝરાયલી સૈન્યનું નિવેદન
ઈઝરાયલી સૈન્યએ કહ્યું કે, સૈનિકોએ ઉત્તરી ગાઝામાં હજારો પેલેસ્ટિનિયનોના સમૂહ પર ગોળીબાર કર્યો હતો જે એક ખતરા સમાન હતા. વધુમાં કહ્યું કે, ગાઝામાં અધિકારીઓ દ્વારા જણાવવામાં આવેલા આંકડા તેના પ્રારંભિક મૂલ્યાંકન કરતા ઘણા વધારે હતા. તેણે હમાસના આતંકવાદીઓ પર અરાજકતા ફેલાવવાનો આરોપ મૂક્યો. હોસ્પિટલોએ જણાવ્યું કે 150 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે.
આ પણ વાંચોઃ TYPHOON WIPHA એ HONGKONG માં ભારે વિનાશ વેર્યો, જ્યાં જુઓ ત્યાં તારાજી