Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

US Health Deal : માત્ર પૈસા બધું જ નથી! આ નાના દેશોએ નાગરિકોની સુરક્ષા માટે કરોડોનું ફંડ ઠુકરાવ્યું

US Health Deal : વર્તમાન ટ્રમ્પ વહીવટીતંત્ર (Trump Administration) હેઠળ અમેરિકાની વિદેશ નીતિ (Foreign Policy) માત્ર પોતાના સ્વાર્થ માટે કામ કરતી હોવાના આક્ષેપો વચ્ચે આફ્રિકન દેશોએ લાલ આંખ કરી છે. ઘાના અને ઝિમ્બાબ્વે જેવા નાના દેશોએ અમેરિકાની યુક્તિઓને ઓળખી કાઢી છે અને નાગરિકોની સુરક્ષાને પ્રાધાન્ય આપીને યુએસ સોદાઓને (US Deals) એક પછી એક નકારી કાઢ્યા છે.
us health deal   માત્ર પૈસા બધું જ નથી  આ નાના દેશોએ નાગરિકોની સુરક્ષા માટે કરોડોનું ફંડ ઠુકરાવ્યું
Advertisement
  • US Health Deal : અમેરિકાના પ્રસ્તાવિત હેલ્થ ડિલ્સ ફગાવતા આફ્રિકન દેશો!
  • ઘાનાએ નાગરિકોનો ડેટા આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો
  • ભંડોળના બદલામાં સંવેદનશીલ માહિતી માંગતી US સંસ્થાઓ
  • ઝિમ્બાબ્વે બાદ હવે ઘાનાએ પણ અમેરિકાને આપ્યો ઝટકો
  • ડેટા પ્રાઈવસી અને સાર્વભૌમત્વ પર કોઈ બાંધછોડ નહીં
  • ટ્રમ્પ વહીવટીતંત્રની 'અમેરિકા ફર્સ્ટ' નીતિ સામે વિરોધ

US Health Deal : વર્તમાન ટ્રમ્પ વહીવટીતંત્ર (Trump Administration) હેઠળ અમેરિકાની વિદેશ નીતિ (Foreign Policy) માત્ર પોતાના સ્વાર્થ માટે કામ કરતી હોવાના આક્ષેપો વચ્ચે આફ્રિકન દેશોએ લાલ આંખ કરી છે. ઘાના અને ઝિમ્બાબ્વે જેવા નાના દેશોએ અમેરિકાની યુક્તિઓને ઓળખી કાઢી છે અને નાગરિકોની સુરક્ષાને પ્રાધાન્ય આપીને યુએસ સોદાઓને (US Deals) એક પછી એક નકારી કાઢ્યા છે.

US Health Deal :  'અમેરિકા ફર્સ્ટ' નીતિ સામે વિરોધ

તાજેતરના અહેવાલ મુજબ, ઘાનાએ અમેરિકાના પ્રસ્તાવિત આરોગ્ય સોદાને (Health Deal) ફગાવી દીધો છે. અમેરિકાએ આર્થિક ભંડોળના બદલામાં ઘાના પાસેથી તેના નાગરિકોનો સંવેદનશીલ આરોગ્ય ડેટા (Sensitive Health Data) માંગ્યો હતો. ઘાનાના ડેટા પ્રોટેક્શન કમિશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આર્નોલ્ડ કાવરપુઓએ જણાવ્યું હતું કે, અમેરિકા દ્વારા જે ડેટા એક્સેસ માંગવામાં આવ્યો હતો તે નિર્ધારિત હેતુ કરતા ઘણો વધારે હતો, જે નાગરિકોની ગોપનીયતા માટે મોટું જોખમ છે.

Advertisement

ભંડોળના બદલામાં ડેટાની માંગ

અમેરિકાની 'અમેરિકા ફર્સ્ટ' (America First) નીતિ હેઠળ લગભગ બે ડઝન આફ્રિકન દેશો સાથે આવા કરારો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સોદા હેઠળ ઘાનાને 5 વર્ષમાં આશરે 109 મિલિયન યુએસ ડોલરનું ભંડોળ (US Funding) મળવાનું હતું. જોકે, જરૂરી સુરક્ષા પગલાં વિના યુએસ સંસ્થાઓને દેશના ડેટા સુધી પહોંચ આપવી ઘાનાને મંજૂર નહોતી.

Advertisement

ઝિમ્બાબ્વે અને ઝામ્બિયાનો પણ વિરોધ

માત્ર ઘાના જ નહીં, પરંતુ ફેબ્રુઆરીમાં ઝિમ્બાબ્વેએ (Zimbabwe) પણ સાર્વભૌમત્વ અને ડેટાની ન્યાયીતાના મુદ્દે આ સોદા પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો. આ ઉપરાંત, ઝામ્બિયાએ (Zambia) પણ આ કરારના કેટલાક ભાગોને અવરોધિત કર્યા હોવાના અહેવાલ છે. આ નાના દેશોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેઓ આર્થિક સહાયના બદલામાં પોતાના નાગરિકોની સુરક્ષા સાથે બાંધછોડ નહીં કરે.

આ પણ વાંચો : Iran Explosion : બોમ્બ ડિફ્યુઝ કરતી વખતે IRGC ના 14 જવાનના મોત

Tags :
Advertisement

.

×