Global Energy Crisis : વિશ્વભરના દેશો દ્વારા લેવામાં આવ્યા કડક પગલાં ! ભારતનું શું આયોજન ?
- Global Energy Crisis : ઈરાન યુદ્ધથી વિશ્વના અનેક દેશોમાં સંકટ
- ઊર્જા સ્થિતિને પહોંચી વળવા લેવાયા પગલાં
- ફિલિપાઈન્સમાં એનર્જી ઈમરજન્સી કરાઈ લાગુ
- યુરોપ, અમેરિકા, આફ્રિકાના દેશોમાં કડક પગલાં
- એશિયન દેશોમાં પણ અનેક જરૂરી તૈયારીઓ
- ભારતમાં સ્થિતિને પહોંચી વળવા સરકારની તૈયારી
- શ્રીલંકા, બાંગ્લાદેશ, થાઈલેન્ડમાં બચતના પગલાં
Global Energy Crisis : વર્તમાન વૈશ્વિક ઉર્જા સંકટ (Global Energy Crisis) અને પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવને કારણે દુનિયાના અનેક દેશોએ ઈંધણ અને વીજળી બચાવવા માટે અત્યંત કડક અને અભૂતપૂર્વ પગલાં લેવાનું શરૂ કર્યું છે. ફેક્ટ-ચેક અને તાજેતરના અહેવાલોના આધારે વિગતો નીચે મુજબ છે:
હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માં સર્જાયેલા અવરોધને કારણે વૈશ્વિક તેલ પુરવઠાના આશરે 25% હિસ્સા પર અસર પડી છે, જેના કારણે ક્રૂડ ઓઈલના ભાવ $100 પ્રતિ બેરલને વટાવી ગયા છે. ત્યારે વિવિધ દેશે ઉર્જા સંકટને પહોંચી વડવા માટે પ્રયત્નો હાથ ધરી રહ્યાં છે.
Global Energy Crisis : વિશ્વભરના દેશો દ્વારા લેવામાં આવ્યા કડક પગલાં !
મીડિયા રિપોર્ટ્સ અને સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર એશિયામાં સ્થિત દેશો દ્વારા પણ પગલા લેવામાં આવ્યા છે. પાકિસ્તાને ઉર્જા સંકટને પહોંચી વળવા માટે સરકારે 'ફોર-ડે વર્ક વીક' (4-day work week) એટલે કે સપ્તાહમાં માત્ર 4 દિવસ કામ કરવાની જાહેરાત કરી છે. સરકારી કર્મચારીઓ માટે 50% 'વર્ક ફ્રોમ હોમ' ફરજિયાત કરાયું છે.
શ્રીલંકા: નેશનલ ફ્યુઅલ પાસ (National Fuel Pass) સિસ્ટમ હેઠળ QR કોડ દ્વારા ઈંધણનું વિતરણ કડક બનાવ્યું છે. બિન-જરૂરી સરકારી સેવાઓ અને શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી છે.
દક્ષિણ કોરિયા: સિઓલમાં જાહેર ક્ષેત્રના વાહનો માટે '5-ડે વ્હીકલ રોટેશન' (5-day vehicle rotation) સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.
તો મીડિયા રિપોર્ટસ અનુસાર બાંગ્લાદેશમાં વીજળી બચાવવા માટે દરરોજ 5 કલાકના 'રોલિંગ બ્લેકઆઉટ' (Blackouts) અને યુનિવર્સિટીઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
Philippines Becomes FIRST Country to Declare National Energy Emergency as Iran War Triggers Global Fuel Crisis.
MANILA — In a dramatic move sending shockwaves across Asia, Philippine President Ferdinand Marcos Jr. has declared a national energy emergency — the first country in… pic.twitter.com/jas6B9QEf0
— JAS (@JasADRxquisites) March 25, 2026
2. ભારતનું આયોજન ? (India’s Contingency Plan)
ભારત સરકારે ઈંધણના પુરવઠાને સુરક્ષિત કરવા માટે 'કોન્ટિન્જન્સી મેઝર્સ' (Contingency Measures) અમલમાં મૂક્યા છે. તેમજ LPG પ્રાધાન્ય આપ્યું છે. ઘરેલું LPG વપરાશકર્તાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જ્યારે ઔદ્યોગિક અને વ્યાપારી વપરાશકર્તાઓ માટે સપ્લાયમાં 20% સુધીનો કાપ મૂકવામાં આવ્યો છે. તેમજ ઈંધણની સંગ્રહખોરી અને કાળાબજાર રોકવા માટે કડક દરોડા પાડવામાં આવી રહ્યા છે.
3. યુરોપ અને આફ્રિકાના કડક નિયમો
ઇજિપ્ત (Egypt): વીજળી બચાવવા માટે શોપિંગ મોલ્સ, રેસ્ટોરન્ટ્સ અને સરકારી કચેરીઓ વહેલી બંધ કરવાનો આદેશ અપાયો છે. રસ્તા પરના હોર્ડિંગ્સની લાઈટો પણ બંધ કરી દેવામાં આવી છે.
સ્લોવેનિયા (Slovenia): ખાનગી અને વ્યાપારી વાહનો માટે ઈંધણ ખરીદવાની મર્યાદા (Caps on sales) નક્કી કરવામાં આવી છે.
કેન્યા (Kenya): ઈંધણના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે જેથી સ્થાનિક સ્ટોક જળવાઈ રહેશે.
આ પણ વાંચો : મહિલાઓને લઈને સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય, "લશ્કરી સેવામાં પુરુષોનો જ એકાધિકાર ન હોઈ શકે"


