Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Global Firepower 2026: વિશ્વમાં સૈન્ય તાકાતમાં ભારતનો દબદબો યથાવત,પાકિસ્તાન ટોપ-10માં પણ નહીં!

વૈશ્વિક યુદ્ધો અને તણાવની વચ્ચે દુનિયાની સૈન્ય તાકાતનું નવું 'રિપોર્ટ કાર્ડ' આવી ગયું છે. ગ્લોબલ ફાયરપાવર 2026 ના આંકડામાં રશિયા, ચીન અને ભારત વચ્ચેની સ્પર્ધા દિલચસ્પ બની છે. તો બીજી તરફ, એક એવો દેશ પણ છે જેનું સૈન્ય સામર્થ્ય વર્ષો-વર્ષ નબળું પડી રહ્યું છે. જર્મની અને ફ્રાન્સની પ્રગતિએ નવા સમીકરણો રચ્યા છે. આખરે શું છે ભારતની રેન્કિંગ અને પાકિસ્તાન કેમ પાછળ રહ્યું?
global firepower 2026  વિશ્વમાં સૈન્ય તાકાતમાં ભારતનો દબદબો યથાવત પાકિસ્તાન ટોપ 10માં પણ નહીં
Advertisement
  • ગ્લોબલ ફાયરપાવર ઈન્ડેક્સ 2026 માં ભારત ટોપ-5 માં યથાવત (Global Firepower 2026 )
  • રશિયા બીજા અને ચીન ત્રીજા ક્રમે, અમેરિકાનું વર્ચસ્વ જારી
  • પાકિસ્તાનની સૈન્ય શક્તિમાં ગાબડું, ૧૨મા ક્રમેથી ઘટીને 14મા સ્થાને
  • જર્મનીએ લગાવી લાંબી છલાંગ, ફ્રાન્સ અને જાપાનના ક્રમમાં સુધાર

નવી દિલ્હી: વિશ્વભરમાં વધતા ભૌગોલિક રાજકીય તણાવ [Geopolitical Tension] વચ્ચે, 'ગ્લોબલ ફાયરપાવર' (Global Firepower) દ્વારા વર્ષ 2026 માટેનું વાર્ષિક લશ્કરી રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે. આ લિસ્ટમાં ભારત (India) વિશ્વના ટોચના પાંચ સૌથી શક્તિશાળી દેશોમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યું છે.

Global Firepower 2026:  શક્તિશાળી સૈન્યના ટોચના 5 દેશો

નોંધનીય છે કે  કુલ 145 દેશોની લશ્કરી ક્ષમતાનું વિશ્લેષણ કરીને તૈયાર કરાયેલા આ પાવર ઈન્ડેક્સ (Power Index) માં રશિયા (Russia) અને ચીન (China) અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે છે. રશિયાએ 0.0791 અને ચીને 0.0919 સ્કોર મેળવ્યો છે. ભારત અને દક્ષિણ કોરિયા (South Korea) એ પણ ટોચના પાંચમાં સ્થાન મેળવીને પોતાની પરંપરાગત યુદ્ધ ક્ષમતાઓનો પરિચય આપ્યો છે. નોંધનીય છે કે, પાવર ઈન્ડેક્સ સ્કોર જેટલો ઓછો, તેટલો દેશ વધુ શક્તિશાળી ગણાય છે.

Advertisement

Advertisement

યુરોપિયન દેશો અને જાપાનની પ્રગતિ

આ વર્ષે ફ્રાન્સ (France) માં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે, જે સાતમા સ્થાનેથી છઠ્ઠા ક્રમે પહોંચ્યું છે. જાપાન (Japan) પણ એક સ્થાનના ફાયદા સાથે સાતમા નંબરે છે. સૌથી આશ્ચર્યજનક પ્રગતિ જર્મની (Germany) એ કરી છે, જે 2024 માં 19મા સ્થાને હતું અને હવે 12મા ક્રમે પહોંચી ગયું છે. ઈટાલીએ (Italy) 0.2211 સ્કોર સાથે ટોપ 10 માં પોતાનું સ્થાન ટકાવી રાખ્યું છે.

પાકિસ્તાનનું લશ્કરી રેટિંગ ગગડ્યું

ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan) આ રેન્કિંગમાં સતત નબળો પડી રહ્યો છે. વર્ષ 2024 માં 9મા ક્રમે રહેલું પાકિસ્તાન 2025 માં 12મા અને હવે 2026 ના તાજા રિપોર્ટમાં 14મા સ્થાને ફેંકાઈ ગયું છે. આર્થિક સંકટ અને આંતરિક અસ્થિરતાની અસર તેની સૈન્ય તાકાત પર પણ જોવા મળી રહી છે.

આ પણ વાંચો :  અમેરિકા સામેની ભૂ-રાજનીતિક બગાવત હશે 'Islamic NATO', ભારત સામે પડકારો વધારશે

Tags :
Advertisement

.

×