Asif Ali Zardari Statement: "અમે 4% હિન્દુઓને સહન કરી રહ્યા છીએ" પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ ભારત સામે ઝેર ઓક્યું
પાકિસ્તાનના સર્વોચ્ચ પદ પર બેઠેલા રાષ્ટ્રપતિ દ્વારા દેશના હિન્દુ લઘુમતી સમુદાયને લઈને કરવામાં આવેલી એક ટિપ્પણીએ આંતરરાષ્ટ્રીય સ્તરે નવો વિવાદ છેડ્યો છે. એક તરફ દેશની વસ્તીગણતરીના સત્તાવાર આંકડાઓ અને માનવ અધિકારોની વાસ્તવિકતાઓ કંઈક અલગ જ કહાની કહે છે, ત્યારે દેશના વડા દ્વારા વપરાયેલા શબ્દોએ તેમની માનસિકતા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
Advertisement
Asif Ali Zardari Statement: પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારી (Asif Ali Zardari) એ પોતાના જ દેશના હિન્દુ અલ્પસંખ્યકો (Hindu Minorities) વિશે એક એવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેના કારણે વૈશ્વિક સ્તરે તેમની ભારે આલોચના થઈ રહી છે. પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસના અવસરે ઇસ્લામાબાદમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન જરદારીએ દાવો કર્યો હતો કે પાકિસ્તાન અને ત્યાંના મુસલમાનો 3 થી 4 ટકા જેટલી હિન્દુ વસ્તીને બરદાસ્ત (Tolerance) કરે છે. પોતાના આ સંબોધન દરમિયાન તેમણે ભારતના 'અખંડ ભારત' (Akhand Bharat) ના વિચારનો પણ ઉલ્લેખ કર્યો હતો અને દાવો કર્યો હતો કે ભારતનો પોતાનો અલગ એજન્ડા છે.

