Nepal Flood: એક જ ઘરમાંથી મળ્યા 24 મૃતદેહ, નેપાળ પૂરની સૌથી ભયાનક તસવીર, અત્યાર સુધીમાં 1000 લોકોના મોત
નેપાળમાં પૂર અને ભારે વરસાદ વચ્ચે નુવાકોટથી સામે આવેલી એક ઘટનાએ બચાવ કામગીરીની ગંભીરતા વધારી છે. એક મકાનમાંથી એકસાથે અનેક મૃતદેહ મળ્યા બાદ સ્થળ પર તપાસ વધુ તેજ કરવામાં આવી છે. આ મકાનનો ઉપયોગ કયા હેતુ માટે થતો હતો તે હજુ સ્પષ્ટ નથી.
Advertisement
Nepal Flood News: નેપાળમાં ભારે વરસાદ અને પૂરના કારણે સર્જાયેલી ભયાનક સ્થિતિ વચ્ચે નુવાકોટ (Nuwakot) જિલ્લામાંથી હચમચાવી દેતી ઘટના સામે આવી છે. બિદુર નગરપાલિકાના બેત્રાવતી વિસ્તારમાં એક જ મકાનમાંથી 24 મૃતદેહ મળી આવ્યા હોવાનું સ્થાનિક પોલીસ દ્વારા જણાવાયું છે. આ મકાન હોટલ અથવા ગેસ્ટહાઉસ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને સ્થળ પર હજુ પણ Search Operation ચાલુ છે.

