હોર્મુઝ પર તણાવ વચ્ચે ટ્રમ્પે અલ્ટીમેટમ આપ્યું! ઈરાનને ટેકો આપતા આ દેશ પર બોમ્બમારો કરવાની ધમકી
મિડલઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઓમાનને સૈન્ય કાર્યવાહીની કડી ચેતવણી આપવામાં આવી છે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવન-જવન માટે ઓમાન અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ગુપ્ત વાતચીતથી અમેરિકા નારાજ છે. આ તણાવ અને ટ્રંપની ધમકીથી ખાડી ક્ષેત્રોમાં વૈશ્વિક ઉર્જા સંકટમાં છે.
Advertisement
US Iran Strait of Hormuz conflict: મિડલ ઈસ્ટ (Middle East) માં અમેરિકા (United States) અને ઈરાન (Iran) વચ્ચે ચાલી રહેલા સંઘર્ષે હવે એક અત્યંત ખતરનાક વળાંક લીધો છે. અમેરિકી (US President) રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) દ્વારા ઈરાનની મદદ કરી રહેલા પડોશી દેશ ઓમાન (Oman) ને ખુલ્લેઆમ સૈન્ય કાર્યવાહી (Military Action) ની ધમકી આપવામાં આવી છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો ઓમાન હોર્મુઝ (Strait of Hormuz) ને લઈને ઈરાન સાથે ચાલી રહેલી વાતચીતમાં અમેરિકાના માર્ગમાં આવશે, તો અમેરિકા તેના પર ભારે બોમ્બ મારી કરી શકે છે.

