અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, પિટ્સબર્ગમાં મોટેલના પાર્કિંગમાં રાકેશ પટેલને ગોળી મારી દીધી
- અમેરિકામાં વધુ એક ગુજરાતી વ્યક્તિની કરાઈ હત્યા (Gujarati Motel Owner Murder)
- રોબિનસન ટાઉનશિપના પિટ્સબર્ગ મોટેલમાં બની ઘટના
- બે વ્યક્તિના ઝઘડાને શાંત કરવાના પ્રયાસમાં થઈ હત્યા
Gujarati Motel Owner Murder : અમેરિકાના પિટ્સબર્ગ નજીક એક મોટેલના પાર્કિંગ લોટમાં થયેલા વિવાદમાં ગુજરાતી મૂળના 51 વર્ષીય મોટેલ માલિક, રાકેશ પટેલની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ગમખ્વાર ઘટના શુક્રવારે બપોરે રોબિનસન ટાઉનશિપ સ્થિત પિટ્સબર્ગ મોટેલ ખાતે બની હતી.
રાકેશ પટેલ બે વ્યક્તિઓ વચ્ચે ચાલી રહેલા ઝઘડાને શાંત કરાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તે દરમિયાન 37 વર્ષીય સ્ટૅનલી યુજીન વેસ્ટ નામના શખ્સે તેમના પર ગોળીબાર કર્યો.
એક સરળ સવાલ બન્યો મોતનું કારણ (Gujarati Motel Owner Murder)
સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ, હુમલાખોર સ્ટૅનલી યુજીન વેસ્ટે પહેલા તેની મહિલા સાથી પર ગોળી ચલાવી અને પછી મોટેલ માલિક પાસે આવ્યો. પોલીસના નિવેદન અનુસાર, મોટેલ મેનેજર રાકેશ પટેલ ઝઘડાનો અવાજ સાંભળીને બહાર આવ્યા અને વેસ્ટ પાસે જઈને માત્ર એટલું પૂછ્યું: "શું તું ઠીક છે, દોસ્ત?" મોટેલ માલિકનો આ સીધોસાદો સવાલ જ તેમનું મૃત્યુનું કારણ બની ગયો. વેસ્ટે તરત જ નજીકથી રાકેશના માથામાં ગોળી મારી દીધી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. સમગ્ર ઘટના મોટેલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
આરોપી મહિલા સાથીને ગોળી મારીને ભાગ્યો (Gujarati Motel Owner Murder)
તપાસકર્તાઓના જણાવ્યા મુજબ, આરોપી સ્ટૅનલી યુજીન વેસ્ટ છેલ્લા બે અઠવાડિયાથી એક મહિલા અને બાળક સાથે મોટેલમાં રોકાયેલો હતો. ગોળીબારની શરૂઆત ત્યારે થઈ જ્યારે વેસ્ટે મોટેલના પાર્કિંગમાં તેની મહિલા સાથી પર હુમલો કર્યો. મહિલા તેની કાળી સેડાન કારમાં બાળક સાથે બેઠી હતી, ત્યારે આરોપીએ તેના ગળામાં ગોળી મારી. ઘાયલ મહિલા ગમે તેમ કરીને કાર ચલાવીને નજીકના ડિક કર્નિક ટાયર એન્ડ ઑટો સર્વિસ સેન્ટર સુધી પહોંચી. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યારે પાછળની સીટ પર બેઠેલું બાળક સુરક્ષિત છે.
પોલીસ પર પણ ગોળીબાર
મોટેલ માલિકની હત્યા કર્યા પછી, વેસ્ટ એક U-Haul વાનમાં બેસીને બેદરકારીપૂર્વક ઘટનાસ્થળેથી ભાગી ગયો. પોલીસે તરત તેનો પીછો કર્યો અને તેને પિટ્સબર્ગના ઈસ્ટ હિલ્સ વિસ્તારમાં શોધી કાઢ્યો. આ દરમિયાન, આરોપી વેસ્ટે પોલીસ પર પણ ગોળીબાર કર્યો. બંને તરફથી થયેલા ગોળીબારમાં એક પિટ્સબર્ગ ડિટેક્ટિવને પણ ગોળી વાગી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ
જવાબી કાર્યવાહી પોલીસનો ગોળીબાર
વાબી કાર્યવાહીમાં સ્ટૅનલી યુજીન વેસ્ટને પણ ગોળી વાગી, જેના પછી તેની ધરપકડ કરીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. પોલીસે આરોપી પર ક્રિમિનલ હોમિસાઇડ (હત્યા), હત્યાનો પ્રયાસ અને અન્ય વ્યક્તિના જીવનને જોખમમાં મૂકવાના આરોપો લગાવ્યા છે. પોલીસે જણાવ્યું કે આરોપીની આ હરકતો જાણી જોઈને કરવામાં આવી હતી, પરંતુ ગોળીબાર પાછળનો ચોક્કસ હેતુ હજી સ્પષ્ટ થયો નથી.
આ પણ વાંચો : અમેરિકામાં ભારતીય વિદ્યાર્થિની હત્યા, ડલાસમાં ગેસ સ્ટેશન પર ગોળી મારી!