H1B વિઝા પર $1 લાખની ફીના નિયમો જાહેર: ટ્રમ્પના નિયમ બાદ USCIS એ કોને છૂટ આપી?
- H1B વિઝા પર $1 લાખની ફીના નવા નિયમો USCIS દ્વારા જાહેર (US H1B Visa Fees)
- USCIS એ H1B વિઝાની $100,000 ફી અંગે નવા નિયમો જાહેર કર્યા
- 21 સપ્ટેમ્બરપછી અરજી કરનારા અને માન્ય H1B વિનાના લોકોને લાગુ થશે
- H1B વિઝા ધરાવતા લોકોને તેમજ એક્સટેન્શન અરજીઓ પર ફીમાંથી મુક્તિ મળશે.
US H1B Visa Fees : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) 19 સપ્ટેમ્બરના રોજ H1B વિઝા (H1B Visa) પર એક લાખ ડૉલરનો મોટો ફી લગાવવાની જાહેરાત કરી હતી, જેનો સૌથી વધુ અસર ભારતીય ટેક પ્રોફેશનલ્સ પર થવાનો અંદાજ છે. જોકે, આ નવો નિયમ કોના પર લાગુ થશે અને કોને તેમાંથી મુક્તિ મળશે, તે અંગે અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી હતી. હવે, અમેરિકી નાગરિકતા અને ઇમિગ્રેશન સેવા (USCIS) (USCIS) દ્વારા આ અંગે વિગતવાર દિશાનિર્દેશો (Guidelines) જાહેર કરવામાં આવ્યા છે. આ અપડેટમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોણે આ ફી ચૂકવવી પડશે, તે ક્યારે લાગુ થશે, અને નિયોક્તા (Employers) દુર્લભ મુક્તિ કેવી રીતે મેળવી શકે છે.
OFFICIAL: 100K #H1B #H1Bs Must Pay $100,000 If:
1. Petition filed on or after Sept 21, 2025
2. Beneficiary is outside the U.S. and has no valid H-1B visa
3. Petition asks for consular or port of entry notification
4. Beneficiary is in the U.S., but:
Not in valid status, or… pic.twitter.com/XmFRxulYYS— M9 USA🇺🇸 (@M9USA_) October 20, 2025
કોને ચૂકવવો પડશે $100,000 H-1B ચાર્જ? – USCIS H1B Visa Guidelines
યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) ના નવા દિશાનિર્દેશો મુજબ, નીચેના અરજદારોએ $100,000 H-1B વિઝા ફી ચૂકવવી પડશે:
- 21 સપ્ટેમ્બર, 2025 ના રોજ કે તે પછી દાખલ કરવામાં આવેલા અરજીકર્તાઓને.
- માન્ય H-1B વિઝા વિના સંયુક્ત રાજ્ય અમેરિકાની બહાર કામ કરતા કર્મચારીઓ માટેના અરજીકર્તાઓએ પણ આ ફી ચૂકવવી પડશે.
- યુએસમાં કામદારો માટે કાઉન્સિલર અથવા પ્રવેશ બંદર (Port of Entry) નોટિફિકેશન માટે વિનંતી કરનારા અરજીકર્તાઓને.
- એવી અરજીઓ કે જેમાં સ્થિતિમાં ફેરફાર (Change of Status) અથવા વિઝા વિસ્તરણની વિનંતી (Extension Request) ને અગાઉ અસ્વીકાર કરવામાં આવી હોય, તેમને પણ આ ફી લાગુ પડશે.
કયા લોકોને મળશે ફીમાંથી મુક્તિ? – H1B Fee Exemption
- નવા નિયમ હેઠળ, નીચેના લોકોને આ $100,000 H-1B વિઝા ફીમાંથી છૂટ આપવામાં આવી છે:
- હાલમાં જે લોકો પાસે માન્ય H-1B વિઝા છે, તેમને આ ફી ચૂકવવાની રહેશે નહીં.
21 સપ્ટેમ્બર 2025 થી નિયમ લાગુ – H1B Visa 2025
- 21 સપ્ટેમ્બર 2025, સવારે 12:01 AM EDT પહેલા રજૂ કરવામાં આવેલી અરજીઓ પર આ ફી લાગુ થશે નહીં.
- વિઝામાં સુધારા (Correction), ફેરફાર (Changes) અથવા સંયુક્ત રાજ્ય અમેરિકાની અંદર રહેવાની અવધિ વધારવાની માંગ કરતી અરજીઓ પર પણ આ ફી લાગુ થશે નહીં.
આ પણ વાંચો : Diwali 2025 : પાકિસ્તાનના રાષ્ટ્રપતિ સહિત વિશ્વના નેતાઓએ ભારતીયોને દિવાળીની પાઠવી શુભેચ્છાઓ


