ગાઝામાં શાંતિ સ્થાપવાના પ્રયાસો નિષ્ફળ : હમાસે ટ્રમ્પની શાંતિ યોજનાને "બકવાસ" ગણાવી, સંમેલનમાં ભાગ લેવાનો ઇનકાર
હમાસે ટ્રમ્પ દ્વારા પ્રસ્તાવિત ગાઝા શાંતિ યોજના પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો. 'ગાઝા નહીં છોડવા અને હથિયાર નહીં મૂકવા'ની શરત સાથે ઇજિપ્તના શર્મ અલ-શેખ શિખર સંમેલનમાં ભાગ નહીં લેવાની જાહેરાત.
08:03 AM Oct 12, 2025 IST
|
Mihir Solanki
- ટ્રમ્પની ગાઝા શાંતિ યોજનાને હમાસ તરફથી મોટો ફટકો ( Hamas Rejects Trump Plan)
- હમાસે શાંતિ યોજના પર હસ્તાક્ષર કરવાનો કર્યો ઈન્કાર
- શાંતિ યોજનાના કેટલાક પ્રસ્તાવો મંજૂર નથી : હમાસ
- ગાઝા પટ્ટી છોડી દેવાના પ્રસ્તાવ પર હમાસને વાંધો
Hamas Rejects Trump Plan : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ગાઝા શાંતિ યોજના (Gaza Peace Plan) ને પેલેસ્ટાઈનિયન સંગઠન હમાસ તરફથી મોટો ફટકો પડ્યો છે. હમાસે શાંતિ યોજના પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કરી દીધો છે અને ઇજિપ્તમાં યોજાનારા ગાઝા શાંતિ શિખર સંમેલન (Gaza Peace Summit) માં ભાગ નહીં લેવાની ઘોષણા કરી છે, જેને હમાસે "બકવાસ" ગણાવ્યો છે. આ નિર્ણયથી ગાઝામાં શાંતિ સ્થાપિત કરવા અને યુદ્ધવિરામ માટેના રાષ્ટ્રપતિ ટ્રમ્પના પ્રયાસોને મોટો આંચકો લાગી શકે છે.
ગાઝા છોડવાની શરત નામંજૂર (Hamas Rejects Trump Plan)
હમાસ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે શાંતિ યોજનાના કેટલાક પ્રસ્તાવો તેમને મંજૂર નથી. મુખ્ય વિરોધ ટ્રમ્પ દ્વારા પ્રસ્તાવિત ગાઝા પટ્ટીને છોડી દેવાના પ્રસ્તાવ સામે છે. હમાસે સવાલ ઉઠાવ્યો છે કે, "શું હજારો પેલેસ્ટાઈની હમાસના સભ્યો સહિત અન્ય લોકો ગાઝા છોડી દે? આ કેવી વાહિયાત વાત છે?" આ શરતને કારણે જ ઇઝરાયેલ સાથે આગળની શાંતિ વાટાઘાટો અને ઇજિપ્તમાં યોજાનારા શિખર સંમેલનમાં ભાગ લેવાનું સંભવ નથી. હમાસે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ગાઝાની નવી સરકારથી ભલે અલગ થઈ જાય, પરંતુ હથિયાર હેઠા મૂકવાની શરત સ્વીકારશે નહીં.
Gaza Ceasefire Conditions
પ્રથમ તબક્કો અમલમાં મુકાયો, છતાં અસ્વીકાર (Hamas Rejects Trump Plan)
ઉલ્લેખનીય છે કે, ગાઝા શાંતિ યોજના પર પ્રથમ તબક્કામાં હમાસે સહમતિ દર્શાવ્યા બાદ તેનું અમલીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. ઇઝરાયેલે પોતાની સેનાની ટુકડીઓને પાછી ખેંચી લીધી હતી અને પેલેસ્ટાઈની બંધકોને મુક્ત કર્યા હતા. શુક્રવારે હજારો પેલેસ્ટાઈની સરહદના માર્ગે ગાઝા પહોંચ્યા હતા અને પોતાના પરિજનોને મળ્યા હતા. જોકે, હવે હમાસે "ગાઝા નહીં છોડવા અને હથિયાર નહીં મૂકવા"ના વલણ સાથે શાંતિ કરારનો સંપૂર્ણપણે અસ્વીકાર કર્યો છે.
Gaza Strip Conflict
ઇજિપ્તમાં યોજાશે આંતરરાષ્ટ્રીય શિખર સંમેલન
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં ઇઝરાયેલ અને ઇજિપ્તની યાત્રા પર છે. તેઓ 13 ઑક્ટોબર, સોમવારના રોજ ઇજિપ્તના રેડ સી રિસોર્ટ શહેર શર્મ અલ-શેખમાં ગાઝા શાંતિ યોજનાને અંતિમ રૂપ આપવા યોજાનારા શિખર સંમેલનમાં હાજરી આપશે. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ સંમેલનની અધ્યક્ષતા કરશે.
20 દેશોના રાષ્ટ્ર્રાધ્યક્ષો લેશે ભાગ
આ સંમેલનમાં ગાઝા શાંતિ યોજનાને સત્તાવાર રીતે લોન્ચ કરવાની યોજના છે, જેના પર 9 ઑક્ટોબરના રોજ હસ્તાક્ષર થઈ ચૂક્યા છે અને યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો છે. આ સંમેલનમાં 20થી વધુ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને પ્રતિનિધિઓ ભાગ લેશે, જેમાં બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટાર્મર મુખ્ય અતિથિ હશે. અમેરિકાએ ઇરાનને પણ આમંત્રણ આપ્યું છે, પરંતુ ઇઝરાયેલ અને હવે હમાસે પણ આ સંમેલનમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો છે.
Next Article