Hantavirus Outbreak :આટલાન્ટિક મહાસાગરમાં ક્રૂઝ પર 3 ના મોત બાદ ફફડાટ, જાણો કેવી રીતે ફેલાય છે આ વાયરસ?
- આટલાન્ટિકમાં ક્રૂઝ પર Hantavirus Outbreak
- ક્રૂઝ શિપ પર હંટાવાયરસના કારણે હડકંપ
- વાયરસથી અત્યાર સુધીમાં 3 મુસાફરોના કરુણ મોત
- શું માણસથી માણસમાં ફેલાઈ શકે છે આ વાયરસ?
- ઉંદરના મળ-મૂત્ર અને લાળથી ફેલાતી ગંભીર બીમારી
- વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ આપી ચેતવણી
Hantavirus Outbreak : આટલાન્ટિક મહાસાગર (Atlantic Ocean) માં સફર કરી રહેલા એક લક્ઝરી ક્રૂઝ પર હંટાવાયરસ (Hantavirus) ના કેસ સામે આવતા ફફડાટ વ્યાપી ગયો છે. આ વાયરસના સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 3 લોકોના મોત નિપજ્યા છે, જેના કારણે વિશ્વ આરોગ્ય સંસ્થા (World Health Organization) (WHO) એ તપાસ તેજ કરી છે. સૌથી મોટો ડર એ વાતનો છે કે શું આ વાયરસ હવે માણસથી માણસમાં સંક્રમિત (Human-to-Human Transmission) થઈ શકે છે? જો આવું થાય, તો આ એક નવી મહામારીનું સ્વરૂપ ધારણ કરી શકે છે.
Hantavirus Outbreak : ઉંદર છે આ બીમારીનું મુખ્ય કારણ
હંટાવાયરસ એ એક ગંભીર વાયરલ રોગ છે, જે સામાન્ય રીતે સંક્રમિત ઉંદર (Rodents) ના પેશાબ, લાળ કે મળના સંપર્કમાં આવવાથી ફેલાય છે. એવું અનુમાન છે કે ક્રૂઝ પર હાજર લોકો કોઈ સંક્રમિત ઉંદરના સંપર્કમાં આવ્યા હશે. જોકે, નિષ્ણાતો હાલમાં એ વાતની તપાસ કરી રહ્યા છે કે શું આ વાયરસના સ્ટ્રેન (Strain) માં કોઈ એવો ફેરફાર થયો છે જે તેને એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાવવામાં મદદ કરી રહ્યો છે.
નિષ્ણાતોનો મત અને લક્ષણો
રોગચાળાના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, અત્યાર સુધી આ વાયરસના માણસથી માણસમાં ફેલાવાના કોઈ સત્તાવાર પુરાવા મળ્યા નથી. પરંતુ ક્રૂઝ પર થયેલા આઉટબ્રેક (Outbreak) ને જોતા સાવચેતી રાખવી અનિવાર્ય છે. હંટાવાયરસના લક્ષણો (Hantavirus Symptoms) માં તેજ તાવ, સ્નાયુઓમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને ભારે થાકનો સમાવેશ થાય છે. આ વાયરસ સીધો ફેફસાં પર હુમલો કરતો હોવાથી તે જીવલેણ સાબિત થઈ શકે છે. હાલમાં ભારતમાં આના કોઈ કેસ નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય મુસાફરી કરતા લોકોએ ખાસ એલર્ટ રહેવાની જરૂર છે.
આ પણ વાંચો : UK Twins Different Fathers : કુદરતની કરામત કે માતાનું રહસ્ય? 50 વર્ષે ખબર પડી કે જોડિયા બહેનોના બાપ અલગ છે!


